Coronavirus
કોરોના ફેલાવવા મુસ્લિમ યુવક દ્વારા પોલીસ પર થુંક ફેંક્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
મુસ્લિમ યુવક પોલિસ પર થુંક ફેંકી રહ્યો દેખાઈ રહ્યો છે. આ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે નિઝામુદીન મરકજમાં પકડવામાં આવેલ યુવક કોરોના વાયરસ ફેલાવવા માટે થુંકી રહ્યો છે, અલગ-અલગ પોસ્ટ સાથે લખવામાં આવેલ કેપ્શન કંઈક આ પ્રમાણે છે ” કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ” , “police pe thukta hai kuta” , “These people are dangerous than Coronavirus”

Fact check :-
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે વિડિઓ ના સ્ક્રીન શોટ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં TOI દ્વારા યુટ્યુબ પર 2-માર્ચના રોજ પબ્લિશ કરાયેલ વિડિઓ મળી આવે છે. આ વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ પોલીસની વાનની અંદર અંડર ટ્રાયલ યુવક દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને તેને પોલીસ અધિકારીઓ ઉપર થુંક ફેંક્યું હતું.
ત્યાબાદ કીવર્ડ ના આધારે સર્ચ કરતા MumbaiMirror.com ફેસબુક પેઈજ પર અપલોડ કરવામાં આવેલ વિડિઓ મળી આવે છે. જે મુજબ આ ઘટના મુંબઈની છે અને આ યુવક અંડર ટ્રાયલ છે.
ઉપરાંત MumbaiMirror દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ પણ મળી આવે છે, જે મુજબ આ યુવકને મુંબઈની ડીંડોશી કોર્ટ લઇ જવામાં આવ્યું હતો જ્યાં તેના પરિવાર દ્વારા કેટલુંક જમવાનું લઇ આવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આ જમવાનું આપવાની મનાઈ કરવામાં આવતા યુવક પોલીસ સાથે વાન ની અંદર બોલાચાલી કરે છે અને ગુસ્સો દર્શાવતા તેના પર થુંક ફેંકે છે.

conclusion :-
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના નિઝામુદીન મરકજમાં પકડાયેલ લોકો સાથે જોડાયેલ નથી, તેમજ કોરોના ફેલાવવા માટે યુવકે પોલીસ પર થુંક ફેંક્યું નથી. વિડિઓને ખોટા અને ભ્રામક દાવા સાથે અલગ-અલગ માધ્યમ પર વાયરલ કરવામાં આવ્યો છે.
SOURCE :-
KEYWORD SEARCH
FACEBOOK
TWITTER
YOUTUBE
TIKTOK
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)