Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Daily Reads
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, 8 અને 9 ફેબ્રુઆરીએ સંસદના બંને ગૃહોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણો ચર્ચાનો વિષય બન્યા હતા.
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદીના લોકસભા અને રાજ્યસભાના ભાષણોના અંશોથી બનેલો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના એક ભાગમાં વડાપ્રધાન લોકસભામાં ‘હર ઘર નલ’ યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા 8 કરોડ જણાવતા સાંભળી શકાય છે, જ્યારે વીડિયોના બીજા ભાગમાં રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન તેઓ આ જ યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા 11 કરોડ આપે છે. જે બાદ, કોંગ્રેસે કટાક્ષ કરતા લખ્યું કે પીએમ મોદીએ માત્ર 21 કલાકમાં 3 કરોડ લાભાર્થીઓ વધાર્યા.
ફેસબુક યુઝર JANTA RAJ દ્વારા 10 ફેબ્રુઆરીના આ વીડિયો “બોલો 21 કલાકમાં નવા 3 કરોડ લાભાર્થી ને નલ સે જલ યોજના નો લાભ મળી ગયો, 8 તારીખે 8 કરોડ હતાં અને 9 તારીખે 11 કરોડ થઈ ગયા, વાહ મોદી જી વાહ” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

આ અહેવાલ ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા 9 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ છે, હિન્દી સંસ્કરણ અહીંયા વાંચો.
લોકસભામાં વડા પ્રધાને હર ઘર નળ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે “આઝાદીના 75 વર્ષ વીતી ગયા છે અને આજે 8 કરોડ પરિવારોને નળનું પાણી મળ્યું છે”. સંસદ ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લોકસભામાં વડાપ્રધાનના ભાષણના વીડિયોમાં 57 મિનિટ અને 30 સેકન્ડમાં સાંભળી શકાય છે.
બીજી બાજુ, એક દિવસ પછી, રાજ્યસભામાં તેમના ભાષણની 13મી મિનિટમાં વડા પ્રધાન મોદીએ નલ સે જલ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે “આઝાદીથી અત્યાર સુધી અમે સત્તામાં આવ્યા ત્યાં સુધી માત્ર ત્રણ કરોડ. પરિવારોને નળનું પાણી મળતું હતું. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં આજે 11 કરોડ ઘરોમાં નળનું પાણી આવી રહ્યું છે.
ભારત સરકારની “હર ઘર નલ” યોજનાના લાભાર્થી પરિવારો સાથે સંબંધિત ડેટાના વિવાદને સમજવા માટે, અમે આ યોજના અને તેનાથી સંબંધિત સત્તાવાર ડેટાને સમજવાનો પ્રયાસ કર્યો.
“હર ઘર નલ સે જલ” એ જલ જીવન મિશન હેઠળની પેટા યોજના છે, જે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા સંચાલિત છે. આ યોજનાની જાહેરાત વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવી હતી. જલ જીવન મિશન વર્ષ 2024 સુધીમાં વ્યક્તિગત ઘરના નળ જોડાણો દ્વારા ગ્રામીણ ભારતના તમામ પરિવારોને સલામત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલ છે.
વર્ષ 2019થી 2024 માટે, આ યોજના પર કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત દર વર્ષે સામાન્ય બજેટમાં જલ જીવન મિશન માટે જલ શક્તિ મંત્રાલયને રકમ ફાળવવામાં આવે છે. વર્ષ 2023-24ના બજેટમાં આ યોજનાની રકમ 70 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
યોજનાના લાભાર્થીઓના સંદર્ભમાં વડાપ્રધાન દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા ડેટા વિશે વધુ માહિતી માટે, અમે જલ શક્તિ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર હર ઘર નળ સે જલ યોજનાના દેતા અંગે સર્ચ કરતા જાણવા મળ્યું કે યોજના શરૂ થઈ તે પહેલા એટલે કે વર્ષ 2019 સુધી દેશમાં માત્ર 3 કરોડ 23 લાખ 62 હજાર 838 ગ્રામીણ ઘરોમાં જ નળના પાણીની સુવિધા હતી.

યોજનાની સત્તાવાર વેબસાઈટના ડેટા અનુસાર, વર્ષ 2023 સુધીમાં આ આંકડો વધીને 11 કરોડ 13 લાખ થઈ ગયો છે, એટલે કે માત્ર 4 વર્ષમાં લગભગ 8 કરોડ નવા ગ્રામીણ ઘરોમાં નળના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

યોજનાના વાસ્તવિક સમયના ડેટા અનુસાર, વર્ષ 2020-21માં સૌથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા હતા, ત્યારબાદ વર્ષ 2021-22માં 2 કરોડ અને ગયા વર્ષે 1 કરોડ 83 લાખ ઘરોમાં નાદ કનેક્શન આપવામાં આવ્યા હતા.

વધુમાં, અમને જાણવા મળ્યું કે વર્ષ 2014માં સત્તામાં આવ્યા પછી, વડા પ્રધાને તેમના બીજા કાર્યકાળ દરમિયાન ઓગસ્ટ 2019 માં આ યોજના શરૂ કરી હતી, તે પહેલા દેશમાં યુપીએના સમયમાં આપવામાં આવેલા લગભગ 3 કરોડ ગ્રામીણ ઘરોમાં પાણી હતું. જે જોડાણો વર્તમાન યોજના લાગુ થયા પછી વધીને 11 કરોડ થઈ ગયા છે.
Our Source
Data from the official Website of Jal Shakti Jal Jeevan Mission
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044