Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Daily Reads
સોશ્યલ મીડિયા પર પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી હોવાના દાવા સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મુજબ, કોઈપણ મહિલા જે એકલી હોય અને રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે ઘરે જવા માટે વાહન શોધી શકતી નથી તેઓ હેલ્પલાઈન નંબર (1091 અને 7837018555 ) 24×7 પર કૉલ કરી શકે છે. પીસીઆર વાહન તેણીને વિના મૂલ્યે ઘરે મૂકી જશે. કૃપા કરીને આ સંદેશ બધા સુધી પહોંચાડો.



ઉલ્લેખનીય છે કે આ વાયરલ મેસેજ આગાઉ પણ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. જયારે કેટલાક લોકો આ મેસેજમાં શહેર અથવા રાજ્યના નામ બદલાવીને પણ શેર કરી રહ્યા છે. જે અંગે સચોટ માહિતી મેળવવા Newschecker દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને જાણવા મળ્યું કે વાયરલ મેસેજને લોકો ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ મેસેજમાં આપવામાં આવેલ હેલ્પલાઇન નંબર અંગે ગુગલ સર્ચ કરતા NDTV દ્વારા ડિસેમ્બર 2019ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, મહિલાઓ સામેના ગુનાઓને રોકવાની પહેલના ભાગરૂપે પંજાબમાં લુધિયાણા પોલીસે મોડી સાંજે કે રાત્રે મુસાફરી કરતી મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે.

આ મુદ્દે પંજાબ પોલીસ દ્વારા 5 ડિસેમ્બર 2019ના પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં એક ટ્વીટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ સાથે TOIનો એક અહેવાલ શેર કરવામાં આવ્યો છે. આ સાથે માહિતી આપવામાં આવી છે કે લુધિયાણા પોલીસની મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં 3000થી વધુ કોલ આવી ચુક્યા છે. વધુમાં, ludhianapoliceની ઑફિશ્યલ વેબસાઈટ પર પણ વુમન હેલ્પલાઇન વિભાગના અંદર વાયરલ મેસેજ સાથે ફોરવર્ડ થઈ રહેલા નંબર પણ જોઈ શકાય છે.
આ અંગે hindustantimes દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ અનુસાર લુધિયાણા પોલીસ કમિશનર રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “કોઈપણ મહિલા રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે ઘરે જવા માટે વાહન મેળવી શકતી નથી – પોલીસ હેલ્પલાઈન નંબરો – 112, 1091 અને 7837018555 – પર કૉલ કરી શકે છે – સુવિધા માટે વિનંતી કરવા માટે જે 24 કલાક ઉપલબ્ધ રહેશે.”
જયારે, ગુજરાતમાં ફ્રી રાઈડ સ્કીમ અંગે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન deshgujarat પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ તેમજ Ahmedabad Police દ્વારા ડિસેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા માર્ચ 2018માં મહિલા દિવસ પર આ પહેલ શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદ પોલીસ દ્વારા આ સુવિધા માટે 100 નંબર હેલ્પલાઇન માટે જાહેર કરવામાં આવેલ છે.
જયારે, અન્ય રાજ્યોમાં સમાન પોલીસ સર્વિસ અંગે સર્ચ કરતા republicworld દ્વારા 9 ડિસ્મેબર 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, બળાત્કાર અને હત્યાના તાજેતરના કેસોને લઈને દેશવ્યાપી આક્રોશ વચ્ચે સિક્કિમ પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ રાજ્યની રાજધાનીમાં કોઈપણ મહિલા કે જે એકલી હોય અને રાત્રે પરિવહન સેવાઓ શોધી શકતી નથી, તેને મફતમાં પોલીસ વાહનમાં ઘરે લઈ જવામાં આવશે.
વધુમાં, ડિસેમ્બર 2019માં આંધ્રપ્રદેશ પોલીસ અપરાધ સામે રક્ષણ આપવા માટે રાજ્યના મોટા શહેરોમાં વિષમ કલાકોમાં ફસાયેલી મહિલાઓને ઘરે મૂકવાનું શરૂ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ અંગે ટ્વીટર પર Nagpur City Policeના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોઈ શકાય છે. જે મુજબ, “કોઈપણ મહિલા કે જે એકલા કે અટવાઈ ગયા હોય અને ઘરે જવા માટે કોઈ વાહન ન હોય તેમના માટે રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે વિના મૂલ્યે અમારા દ્વારા તેમના ઘર સુધી સુરક્ષિત રીતે લઈ જવામાં આવશે. કોલ કરો 100 અથવા 1091 અથવા 07122561103.”
ટોલ ફ્રી નંબર 1091 અંગે મળતી માહિતી મુજબ કોઈપણ મહિલા જેમને તાત્કાલિક પોલીસ સહાયની જરૂર હોય, તેઓ તેમના મોબાઈલ અથવા લેન્ડલાઈન પરથી કૉલ કરી શકે છે અને થોડી જ મિનિટોમાં પોલીસ સહાય તેમના સુધી પહોંચી જશે.
પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ મેસેજ સાથે આપવા આવેલ હેલ્પલાઇન નંબર લુધિયાણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. રાત્રી દરમિયાન હિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ દેશના કેટલાક શહેરોમાં શરૂ કરવામાં આવેલ છે, જેમાં હૈદરાબાદ, પંજાબ, આંધ્રપ્રદેશ, નાગપુર, સિક્કિમ અને અમદાવાદ પોલીસ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવેલ છે. આ તમામ પોલીસ વિભાગ દ્વારા ફ્રી રાઈડ સર્વિસ માટે અલગ-અલગ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.
Our Sources
Media Reports Of NDTV, HindustanTimes and RepublicWorld on DEC 2019
Tweets Of Punjab Police, Nagpur Police, Ahmadabad Police on DEC 2019
Official Website Of ludhianapolice
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044