Copyright © 2022 NC Media Pvt. Ltd. All Rights Reserved.
Fact Check
2016ના USAના ન્યુઝ વિડિઓ ગુજરાતમાં ટ્રમ્પની મુલાકાત મુદ્દે સોશિયલ મિડિયા પર વાયરલ
ક્લેમ :-
ટ્રમ્પ ની વિઝીટ માટે અમદાવાદ મા થતી તૈયારી અને એ વિષયનપર જોક્સ મારતા મિત્રો/પત્રકારો ની જાણ જોગ…. આ દાવા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
“ટ્રમ્પ ની વિઝીટ માટે અમદાવાદ મા થતી તૈયારી અને એ વિષયનપર જોક્સ મારતા મિત્રો/પત્રકારો ની જાણ જોગ….વડાપ્રધાન નરેન્દ્ર મોદી “Howdy Modi”કાર્યક્રમ અર્થે Houston, Texas, USA ગયાં ત્યારે તેઓ જો Lewisville Lake, Houston, Texas, USA આંટો મારવાં ગયાં હોત તો આજે ત્યાં પણ કચરો સાફ થઈ ગયો હોતે ને…કાગડા બધે કાળા જ હોય” આ દાવા સાથે એક ન્યુઝ રિપોર્ટનો વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જેને ટ્રમ્પના અમદાવાદ મુલાકાત પર જે ઝુપડપટ્ટી વિસ્તાર આગળ દિવાલ બનાવવામાં આવી છે તે મુદ્દે વાયરલ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે અમે ન્યુઝ સંસ્થાન CBSDFW દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝને કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. જેમાં NBCDFW દ્વારા પબ્લિશ કરેલ વિડિઓ પણ જોવા મળે છે.

આ વિડિઓ અને ન્યુઝ રિપોર્ટ 19 મે 2016ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જેને હાલમાં મોદીના HOWDY MODI કાર્યક્રમ સમયની બતાવવામાં આવ્યો છે. સાથે વાયરલ પોસ્ટઆમ દાવો કરવામાં આવ્યો છે કે “તેઓ જો Lewisville Lake, Houston, Texas, USA આંટો મારવાં ગયાં હોત તો આજે ત્યાં પણ કચરો સાફ થઈ ગયો હોતે”
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓને ભ્રામક દાવા સાથે સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, 2016ના વિડિઓને હાલ ટ્રમ્પની ગુજરાત મુલાકાત મુદ્દે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.