Fact Check
કેરળમાં મૃત્યુ પામેલ હાથીના અંતિમ સંસ્કાર થયા હોવાના દાવા સાથે 2015ની તસ્વીર વાયરલ.
Claim :-
કેરળમાં સગર્ભા હાથીના મોત બાદ સોશયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઇ હતી. ત્યારે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં હાથીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, હાલ કેરળમાં વિસ્ફોટકના કારણે જે હાથીનું મૃત્યુ થયું છે આ તેની અંતિમ સંસ્કાર વિધિ ચાલી રહી છે. “નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ” કેપ્શન સાથે Shri Manibhadra Foundation નામના ફેસબુક પેઈજ પર આ પોસ્ટ શેયર કરવામાં આવી છે. ઉપરાંત અન્ય યુઝર્સ દ્વારા પણ હિન્દી અને અંગ્રેજી ભાષાના કેપ્શન સાથે પણ આ તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે.
Fact check :-
કેરળમાં સગર્ભા હથીનીની હત્યા બાદ ઘણા સંદેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર કથિત રીતે, હથીનીના અંતિમ સંસ્કારનો ફોટો વાયરલ થયો છે. આ તસવીર લોકોમાં ઉત્સુકતાનો વિષય બની છે. સોશ્યલ મીડિયાના તમામ માધ્યમો પર લોકો હાથીનીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમે આ તસવીરની સત્યતા જાણવા ગૂગલ રિવર્સની મદદ લીધી. પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં.

જ્યારે વાયરલ તસ્વીરને ધ્યાનપૂર્વક જોતા હાથીના ડાબા પગ પર કંઈક લખેલું જોવા મળે છે. ભાષાના નિષ્ણાતનો સંપર્ક કરવા પર, તે જાણવા મળ્યું કે તે કન્નડમાં છે અને તે Taralabalu લખેલું છે.

Taralabalu સંબંધિત કેટલાક કીવર્ડ્સ પર સર્ચ કરતા એક ફેસબુક પોસ્ટ મળી આવે છે, જેમાં વાયરલ તસ્વીર જોઇ શકાય છે. આ પોસ્ટ વર્ષ 2015માં કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે સાબિત થાય છે, કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કેરળમાં બનેલ ઘટના પર હાથીના અંતિમ સંસ્કારની તસ્વીર હોવાની વાત ભ્રામક છે.

Taralabalu એ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં સ્થિત એક આશ્રમ છે.
તસવીરની સત્યતા શોધવા માટે કેટલાક અન્ય કીવર્ડ્સ દ્વારા કરવામાં આવેલી શોધમાં બહાર આવ્યું, વનઇન્ડિયાએ 2015 માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ લેખ કન્નડ ભાષામાં પ્રકાશિત થયો હતો. લેખના ભાષાંતર પર, જાણવા મળ્યું કે મૃતક હાથીનું નામ ગૌરી છે. તેણે એક ફિલ્મ ‘કલ્લારી ફૂલ’ માં પણ ભૂમિકા ભજવી હતી.

Conclusion :-
વાયરલ પોસ્ટ પર મળતા તમામ પરિણામ સાબીત કરે છે, તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો ભ્રામક છે. 2015માં બનેલ ઘટનાની તસ્વીર હાલમાં કેરળમાં હાથી સાથે બનેલ ઘટના ના સંદર્ભમાં વાયરલ કરવામાં આવી રહી છે. વાયરલ તસ્વીર નવેમ્બર 2015માં લીધેલ છે.
hindi.newschecker દ્વારા પણ આ ઘટના પર માહિતી આપવામાં આવી છે.
source :-
facebook
twitter
keyword search
reverse image search
news reports
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)