Fact Check
2017માં Ahmedabad શહેરના રસ્તા પર પડેલા સિંક હોલની તસ્વીર સુરત અને બનારસ હોવાના દાવા સાથે વાયરલ
ભારે વરસાદના કારણે દેશભરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખ્લન થવાના બનાવો જોવા મળ્યા છે. બીજી તરફ શહેરોમાં પાણી ભરવાની સમસ્યા અને રસ્તા પર મસ મોટા ખાડા પડવાની સમસ્યા જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર આ તમામ ઘટનાઓ પર અનેક વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર સુરત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં સુરત શહેરમાં રસ્તા પર મોટો ખાડો (ભુવો) જોવા મળે છે. ફેસબુક પર આ પોસ્ટ “સુરતમાં નવું સ્ટેડિયમ બની રહીયુ છે ત્યાં કોઈએ જવું નહિ આ વિકાસ બનાવે છે” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.

જયારે ટ્વીટર અને ફેસબુક પર સમાન તસ્વીર “विश्व का पहला अंडरग्राउंड क्रिकेट स्टेडियम बनारस में बन कर तैयार” કેપશન સાથે પ્રધાનમંત્રી મોદીના મતવિસ્તાર બનારસ ખાતે આ ખાડો પડ્યો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
સુરત શહેરમાં અને બનારસના રસ્તા પર આ ખાડો (ભુવો) પડ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ગુજરાત કેડરના IPS Sanjiv Bhatt દ્વારા સમાન વાયરલ તસ્વીર અમદાવાદ શહેરની હોવાની માહિતી સાથે જુલાઈ 2017ના ટ્વીટ કરવામાં આવેલ છે.
ઉપરાંત, આપ નેતા સંજય સિંઘ દ્વારા પણ સમાન તસ્વીર જુલાઈ 2017ના ટ્વીટ કરવામાં આવી હતી, જ્યાં તેઓએ ગુજરાતના વિકાસ મોડેલ પર કટાક્ષ કરતા આ તસ્વીર શેર કરેલ છે.
આ પણ વાંચો :- શું ખરેખર kumar kanani એ સ્વીકાર્યું કે ભાજપ સરકારની બેદરકારીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા?, વિડિઓ વાયરલ
જયારે વાયરલ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા ખાડા પાસે મુકવામાં આવેલ બેરીકેટ જ્યાં “ભય AMC” લખાયેલ સાઈન બોર્ડ પણ જોવા મળે છે. વધુ માહિતી માટે ગુગલ કીવર્ડના આધારે અમદાવાદ શહેરમાં 2017માં રોડ-રસ્તાની હાલત પર પ્રકાશિત થયેલા કેટલાક ન્યુઝ અહેવાલો પણ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર અમદાવાદ શહેરના રસ્તા પર પડેલ ખાડા (ભુવા)ની છે.

Conclusion
ગુજરાતના સુરત શહેરના રસ્તાઓ પર અને પ્રધાનમંત્રીના મતવિસ્તાર બનારસના રસ્તા પર મોટો ખાડો પડ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. જુલાઈ 2017 અમદવાદ શહેરના રસ્તા પર પડેલા સિંક હોલની તસ્વીર સુરત અને બનારસ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવા આવેલ છે.
Result :- Misleading
Our Source
Twitter search
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044