Fact Check
2019નો વિડિઓ નિસર્ગ વાવાઝોડાના નામ સાથે વાયરલ
Claim :-
સોશ્યલ મીડિયા પર રક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ છાપરાના ટેક સાથે ઉભો હતો જ્યાં જોરદાર પવન ફુકવાથી છાપરા સાથે તે વ્યક્તિ પણ ઉડતો હોવાનું જણાય છે. આ ઘટના નિસર્ગ વાવાઝોડામાં બનેલ હોવાના દાવા સાથે વિડિઓ ફેસબુક પર “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક ડરામણાં દ્રષ્યો સાથે મો પર હાસ્ય લાવતું આ દ્રશ્યનો વિડિઓ જરૂર જુવો” કેપ્શન સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
Fact check :-
આ વિડિઓની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા વિડિઓના સ્ક્રીન શોટને સર્ચ કરતા યુટ્યુબ પર અપલોડ કરાયેલ આ વિડિઓ મળી આવે છે. જે 15 મેં 2019ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે માહિતી આપવામાં આવી છે કે ભારે પવન ફુંકાવાથી છાપરા સાથે માણસ પણ ફેંકાયો.

ઉપરાંત કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Daily Mail news દ્વારા આ ઘટના પર યુટ્યુબ પર વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે, 16 મેં 2019ના રોજ પોસ્ટ થયેલ આ વિડિઓ હિસાર, હરિયાણાની હોવાનું જાણવા મળે છે. સાથે જ વિડિઓ એક cctv ફૂટેજ છે, જેને કોઈ વ્યક્તિ કોમ્પ્યુટરમાં જોઈ રહ્યું છે અને વિડિઓમાં સાંભળવા મળતા અવાજ હરીયાણી ભાષામાં હોવાનું પણ જાણવા મળે છે.

Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના હરિયાણાની તેમજ મેં 2019ના સમયની છે, જેને હાલમાં આવેલ નિસર્ગ વાવાઝોડાના નામ સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
source :-
facebook
twitter
google keyword
news reports
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)