Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતમાં ટેલિવિઝન ની શરૂઆત થી રામાયણ અને મહાભારત સિરિયલ ખુબ જ લોકપ્રિય રહી છે. એવું કહી શકાય કે સિરિયલ માં પાત્ર ભજવનાર દરેક કલાકાર સાથે લોકો ની ભાવનાઓ જોડાયેલ છે. સમય જતા નવા રૂપ અને રંગ સાથે રામાયણ અને મહાભારત બનાવવામાં આવેલ છે.
ત્યારે સોશિયલ મીડિયા પર હાલ રામાયણ પર બનવા જઈ રહેલી એક ફિલ્મ “sita_the_incarnation” જેમાં કરીના કપૂર ખાન ‘સીતા’ નું પાત્ર કરી રહી છે, તેમજ આ રોલ માટે તેમણે 12 કરોડ ચાર્જ માંગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર લોકો દ્વારા આ મુદ્દે આક્રોષ વ્યક્ત કરતા #Boycottkareenakapoorkhan સાથે અનેક મેમે અને પોસ્ટ શેર કરવામાં આવ્યા છે.
આ ખબર વાયરલ થતા ન્યુઝ સંસ્થાન tv9gujarati , livedailypost, gnanews અને janmabhoominewspapers તેમજ અન્ય વેબસાઈટ દ્વારા પણ કરીના કપૂર ખાન ‘સીતા’ નું પાત્ર કરી રહી છે, તેમજ આ રોલ માટે તેમણે 12 કરોડ ચાર્જ માંગ્યો હોવાના દાવા સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

કરીના કપૂર ખાન ‘સીતા’ નું પાત્ર કરી રહી હોવાના દવા સાથે વાયરલ થઈ રહેલ પોસ્ટ અંગે સૌપ્રથમ અમે જાણવા નો પ્રયાસ કર્યો કે આ ફિલ્મના નિર્માતા અને લેખક કોણ છે? ફિલ્મ હાલ ક્યાં સ્ટેજ પર કાર્યરત છે? શું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે? કોણ-કોણ અન્ય કલાકારો કામ કરી રહ્યા છે?
જે માંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા bollywoodhungama વેબસાઈટ પર કેટલીક માહિતી જોવા મળે છે. જેમાં ડાયરેક્ટર નું નામ Alaukik Desai છે, જયારે લેખક Alaukik Desai અને K. V. Vijayendra Prasad છે. ઉલ્લેખનીય છે કે વિજયેન્દ્ર પ્રસાદ બાહુબલી ફિલ્મ ના પણ લેખક હતા.

આ માહિતી સાથે ટ્વીટર પર Alaukik Desai ના એકાઉન્ટ પર શોધખોળ કરતા 12 જૂન 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમણે કહ્યું છે કે “હું તમામ લોકોને વિનંતી કરું છું, પવિત્ર ફિલ્મ સંબંધિત અધિકૃત અને અસલી માહિતી માટે @IncarnationSita ફોલો કરો“
જે બાદ ટ્વીટર એકાઉન્ટ sita_the_incarnation પર 11 જૂન 2021ના વાયરલ ખબર પર સ્પષ્ટતા આપતો લેટર જોવા મળે છે. જે મુજબ “અમે હજુ અમારા પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છીએ, કરીના કપૂર ‘સીતા’ ના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હોવાની વાત તદ્દન અફવા છે. અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રકારે અફવા ને પ્રતિસાદ ના આપવો જોઈએ”
અહીંયા સોશિયલ મીડિયા પર બોયકોટ કરીના કપૂર (#Boycottkareenakapoorkhan) ટેગ લાઈન સાથે વાયરલ થયેલા મેમે અને પોસ્ટ જોઈ શકાય છે.
રામાયણ પર આધારિત બની રહેલ ફિલ્મમાં કરીના કપૂર ‘સીતા’ નું પાત્ર કરી રહી છે, આ રોલ માટે તેમણે 12 કરોડ ચાર્જ માંગ્યો છે! આ તમામ દાવાઓ તદ્દન ભ્રામક છે. સોશિયલ મીડિયા પર બોયકોટ કરીના કપૂર ટેગ લાઈન સાથે વાયરલ થયેલ ખબર અંગે ફિલ્મ ડાયરેકટર અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ ફિલ્મ માટે કરીના કપૂર કે અન્ય કોઈ કલાકર હજુ નક્કી કરાયા નથી.
sita_the_incarnation (Film Production)
Alaukik Desai (Film Diractor)
bollywoodhungama
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
February 25, 2021
Prathmesh Khunt
February 26, 2021