Fact Check
ડોકટરોને દરેક COVID-19 દર્દી પર કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા મળી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશન હેઠળ આવેલ તમામ હોસ્પિટલમાં દરેક કોરોના દર્દી દીઠ 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. જયારે આ ડોકટરો ખોટા પોઝિટિવ રિપોર્ટ બતાવી 1.5 લાખની મંજૂરી મેળવી દર્દીને સજા કરી આપે છે, આ પ્રકારે હોસ્પિટલો લૂંટવા બેઠી છે. સોશ્યલ મીડિયા પર Geeta Jain જે મુંબઈ મીરા-ભાયંદર વિસ્તારના MLA છે, તેમના નામ સાથે આ દાવો કરતી ઓડીઓ કલીપ વાયરલ થયેલ છે. ફેસબુક પર “1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ ઓડીઓ કલીપ મુંબઈ મીરા-ભાયંદર વિસ્તારની MLAની હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સર્ચ કરતા mumbaimirror તેમજ hindustantimes જુલાઈ 2020ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ગીતા જૈન દ્વારા આ ઓડીઓ કલીપ ભ્રામક હોવાનો ખુલાસો આપવામાં આવ્યો છે, તેમજ વાયરલ મેસેજ પર પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.


ફેસબુક એકાઉન્ટ Geeta Bharat Jain પર 11 જુલાઈના વાયરલ ઓડીઓ કલીપ મુદ્દે MLA જૈન દ્વારા લાઈવ વિડિઓ પર ખુલાસો આપતા કહ્યું “વાયરલ કલીપ સાથે મારે કોઈ સંબંધ નથી, મારા દ્વારા આ ઓડીઓ પોસ્ટ નથી કરવામાં આવ્યો તેમજ આગળ વાયરલ ના કરવા વિનંતી”, જયારે 11 જુલાઈના ગીતા જૈન દ્વારા પોતાના લેટર પેડ પર મરાઠી ભાષામાં પણ વાયરલ કલીપ મુદ્દે ખુલાસો આપેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી 1.5 લાખની રકમ પર વાયરલ થયેલ દાવા વિશે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા PIBFactCheck દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં હોસ્પિટલને 1.5 લાખની રકમ મળવા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવેલ છે.
Conclusion
વાયરલ ઓડીઓ કલીપમાં MLA ગીતા જૈનનો અવાજ નથી, આ મુદ્દે તેમના દ્વારા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત ગીતા જૈન દ્વારા ભ્રામક ઓડીઓ કલીપ મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે. જયારે ઓડીઓ કલીપમાં હોસ્પિટલને 1.5 લાખની રકમ મળવા પર વાયરલ થયેલ દાવો પણ તદ્દન ભ્રામક હોવાની માહિતી PIBFactCheck દ્વારા આપવામાં આવેલ છે.
Result :- False
Our Source
PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1298163694900109312/photo/1
mumbaimirror :https://mumbaimirror.indiatimes.com/coronavirus/news/mira-bhayandar-geeta-jain-files-complaint-against-fake-audio-clip-on-covid-19/articleshow/76939936.cms
hindustantimes : https://www.hindustantimes.com/cities/imposters-share-fake-audio-clip-of-mira-bhayander-mla-case-filed/story-pY3W4PJNTavt6kDish866I.html
Geeta Jain : https://www.facebook.com/watch/?v=302334910919934
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
