Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
દીપિકા પાદુકોણની હાલ સુશાંત કેસમાં NCB દ્વારા પુછપરછ કરવામાં આવી હતી, જે બાદ સોશ્યલ મીડિયા પર દીપિકાની એક તસ્વીર વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં દીપિકા પાદુકોણે ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલનને સમર્થન આપતું ટી-શર્ટ (#ISTANDWITHINDIANFARMES) પહેર્યું હોવાનો દાવો વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ તસ્વીર સાથે JNU સમયે દીપિકા દ્વારા આપવામાં આવેલ સમર્થન અને હાલ NCBની પુછપરછ માંથી બહાર નીકળતી સમયે આ ખેડૂતોને સમર્થન આપતું ટી-શર્ટ પર અનેક પોસ્ટ જોવા મળે છે.
ફેસબુક પર વાયરલ પોસ્ટના સ્ક્રીન શોટને શેર કરવામાં આવ્યો છે, જેમાં સિંગર વિશાલ દાદલાની દ્વારા પણ દીપિકાની આ તસ્વીર “This is a proper Queen move! Proud of Deepika Padukone! India needs to stop allowing the government to distract us from its utter and total failure” કેપશન સાથે શેર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દીપિકા પાદુકોણની વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા timesofindia, bollywoodhungama દ્વારા 2018માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવવા મળે છે. જેમાં સમાન તસ્વીર દીપિકાના એરપોર્ટથી બહાર નીકળતા સમયે લેવાયેલ હોવાનું જાણવા મળે છે. તેમજ આ તસ્વીરમાં દીપિકાના ટી-શર્ટ પર કોઈપણ સ્લોગન લખાયેલ જોવા મળતું નથી.

આ મુદ્દે વધુ તપાસ કરતા indianexpress દ્વારા 2018માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં સેલેબ્રિટીના એરપોર્ટ લુકની તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેમાં દીપિકાની વાયરલ તસ્વીર પણ જોવા મળે છે, આ સાથે તેમના ટી-શર્ટ પર કોઈપણ સ્લોગન લખાયેલ જોવા મળેલ નથી.

સોશ્યલ મીડિયા પર વાયરલ તસ્વીરમાં ટી-શર્ટ પર ખેડૂત સમર્થન સ્લોગન એડિટિંગ દ્વારા લખવામાં આવેલ છે, તેમજ વાયરલ તસ્વીર 2018માં દીપિકાના એરોપર્ટ પરથી બહાર નીકળતા સમયની છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં સિંગર વિશાલ દાદલાની @vishaldadlaniofficial દ્વારા પણ દીપિકાની તસ્વીર શેર કરાયેલ હોવાના દાવા પર ફેસબુક અને ટ્વીટર પર તેમના ઓફિશ્યલ એકાઉન્ટ પર આ મુદ્દે તપાસ કરતા આ પ્રકારે કોઈપણ પોસ્ટ શેર કરવામાં આવી હોવાની માહિતી મળેલ નથી.
દીપિકા પાદુકોણની NCB દ્વારા પુછપરછ બાદ બહાર નીકળતી સમયે આ તસ્વીર લેવામાં આવી હોવાના દાવા પર 25 સપ્ટેમ્બરના રોજ ન્યુઝ ચેનલો દ્વારા કવર કરવામાં આવેલ ન્યુઝ જોવા મળે છે, જેમાં દીપિકા તદ્દન અલગ લુકમાં જોવા મળે છે.
દીપિકાએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા STANDWITHINDIANFARMES લખેલું ટી-શર્ટ પહેર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર 2018માં દીપિકા એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે લેવાયેલ છે, તેમજ વાયરલ તસ્વીરમાં દીપિકાના ટી-શર્ટ પર એડિટિંગ દ્રાર આ પ્રકારે સ્લોગન લખીને વાયરલ કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર દીપિકાની NCBની પુછપરછમાંઆવ્યા સમયે લેવામાં આવેલ હોવાના ખોટા અને ભ્રામક દાવા સાથે ફેસબુક અને ટ્વીટર પર વાયરલ કરવામાં આવેલ છે.
bollywoodhungama
indianexpress
timesofindia
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
September 25, 2020
Prathmesh Khunt
October 1, 2020
Prathmesh Khunt
October 1, 2020