Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડૉ. ભીમરાવ આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરવાની વાત કરી હતી. 21 જુલાઈના રોજ જાહેર થયેલા રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય થયો છે . દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 4754 મત પડ્યા હતા, જેમાંથી 53 અમાન્ય જણાયા હતા, બાકીના 4701 મતોમાંથી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 2824 મત્ત સાથે પ્રથમ પસંદગી મળી હતી. આ સાથે જ દ્રૌપદી મુર્મુ ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની છે.

ભારતમાં આઝાદી બાદ આર્થિક અને સામાજિક સમાનતા માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ આદિવાસી સમાજ માંથી આવતા હોવાથી તેમની જીત બાદ સમાજ પર તેની અસર પણ જોવા મળી રહી છે. એક તરફ લોકો તેને માત્ર પ્રતીકાત્મક સન્માન ગણાવી રહ્યા છે, તો એક વર્ગ દ્રૌપદી મુર્મુની ચૂંટણીને આદિવાસી અને વંચિત વર્ગ માટે ગૌરવ અને સન્માનની વાત ગણાવી રહ્યો છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે ડૉ. ભીમરાવ આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત ખતમ કરવાની વાત કરી હતી.

આ વાયરલ દાવા અંગે newschecker હિન્દી ટિમ દ્વારા 22 જુલાઈના ફેક્ટ ચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ડો. ભીમરાવ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બને તો આરક્ષણ ખતમ થશેના નામે શેર કરવામાં આવેલા આ દાવાની તપાસ કરવા અમે કેટલાક કીવર્ડ્સ સર્ચ કરતા એક પણ મીડિયા રિપોર્ટ જોવા મળ્યો નહીં કે જે વાયરલ દાવાને સમર્થન આપી શકે.
આ મુદ્દે, અમે ડૉ. ભીમરાવ આંબેડકરનું પ્રખ્યાત પુસ્તક ‘એનિહિલેશન ઑફ કાસ્ટ‘, પર પ્રકાશિત થયેલા અન્ય દસ્તાવેજો અને બંધારણ સભાની કાર્યવાહી ( 1 , 2 , 3 , 4 ) પણ તપાસી, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં આવા કોઈપણ નિયમ કે પ્રાવધાનનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી કે જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે.
વાયરલ દાવા અંગે વધુ માહિતી માટે, અમે સુનીલ કદમ સાથે વાત કરી, તેઓ દલિત વિચારક અને ડૉ. ભીમરાવ આંબેડકર પર લાંબા સમયથી અધ્યયન કરી રહ્યા છે. સુનીલ કદમે ન્યૂઝચેકરને જણાવ્યું હતું કે, “આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરે આવી કોઈ વાત કહી નથી. હા, તેમણે ચોક્કસ કહ્યું હતું કે જ્યારે વંચિત અને શોષિત વર્ગની મહિલાઓ ઉચ્ચ હોદ્દા પર પહોંચશે ત્યારે તેની સમાજ પર સકારાત્મક અસર પડશે અને વંચિત વર્ગનું જીવનધોરણ સુધરશે. પરંતુ તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે જો કોઈ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરી દેવી જોઈએ.
ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા આદિવાસી મહિલાને જો તે રાષ્ટ્રપતિ બને તો અનામત ખતમ કરવાનું કહેવાના નામે કરવામાં આવી રહેલો દાવો તદ્દન ભ્રામક છે.
Our Source
Newschecker’s telephonic conversation with Sunil Kadam, Dalit Right Activist and Thinker
Newschecker Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044