Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
₹500ની નોટોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે અને માર્ચ 2026 પછી ₹500ની નોટ માન્ય રહેશે નહીં.
ના, વાયરલ દાવો ખોટો છે.
સોશિયલ મીડિયા એક દાવો વાઇરલ થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ₹500ની નોટોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે અને માર્ચ 2026 પછી ₹500ની નોટ માન્ય રહેશે નહીં.
વાઇરલ મૅસેજમાં કહેવામાં આવ્યું છે કે, “RBI એ બધી બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવા જણાવ્યું છે. 31 માર્ચ 2026 સુધીમાં બધી બેંકોના ATM માંથી 500 રૂપિયાની નોટ સંપૂર્ણ બંધ કરવી. આગળ જતા ATM ફક્ત 200/100/50/20/10 રૂપિયાની નોટોનુ ATM માંથી નીકળશે. 500 રૂપિયાની નોટ જમા કરાવવા બેન્કમાં કોઈ પડાપડી કરવી નહી,લાઈન નહી લગાવવી, બેન્કમાં 500 રૂપિયાની નોટ જેમ જેમ આવશે એમ જમા થઈ જશે. સરકાર અને RBI નો ઉદેશ્ય મોંઘવારી ફુગાવો કંટ્રોલ કરવા અને રાજકારણી,હવાલાકાંડ,બિલ્ડર લોબીના કાળા ધોળા રોકવા, સંપૂર્ણ UPI ડિજિટલથી ઉપયોગ થાય એ મુખ્ય હેતુ છે.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.

વળી ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઇન (+9-9999499044) પર હકીકત તપાસવાની વિનંતી કરતો ઉપરોક્ત દાવો મળ્યો છે.
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો ગેરમાર્ગે દોરનારો છે અને RBI દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
૫૦૦ રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે અને માર્ચ 2026 પછી ૫૦૦ રૂપિયાની નોટો ચલણમાં નહીં આવે તેવા દાવાની તપાસ કરવા માટે, અમે સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કર્યું અને વાયરલ દાવાને સમાવિષ્ટ કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલ મળ્યો નહીં.
આ સમય દરમિયાન, અમને RBI દ્વારા જારી કરાયેલી ઘણી પ્રેસ રિલીઝ અને સૂચનાઓ મળી, જેમાં 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરવા અને મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી ખેંચી લેવા અંગે માહિતી આપવામાં આવી હતી.

19 મે 2023 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર 2016માં જારી કરાયેલ ૨૦૦૦ રૂપિયાની નોટનું છાપકામ 2018-2019 માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ નોટો સંપૂર્ણપણે કાયદેસર ટેન્ડર રહેશે.
એ જ રીતે, અમને 1 એપ્રિલ 2025ના રોજ RBI દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ પણ મળી, જેમાં તેમણે કહ્યું હતું કે 19 મે 2023 સુધી, 2000 ની લગભગ 3.56 લાખ કરોડ રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી, જે હવે 31 માર્ચ 2025 સુધીમાં ઘટીને માત્ર 6366 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

તેવી જ રીતે, અમને RBI ની વેબસાઇટ પર 28 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલ એક સૂચના મળી, જેમાં બધી બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% ATMમાં 100 અથવા 200 નોટો વિતરણ કરવા અને 31 માર્ચ 2026 સુધીમાં તેને ઓછામાં ઓછી 90 ટકા સુધી વધારવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ સૂચનામાં ક્યાંય પણ 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ નહોતો.

તપાસ દરમિયાન, અમને 4 જૂન 2025ના રોજ PIB ફેક્ટ ચેક દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ મળી, જેમાં વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું. PIB ફેક્ટ ચેકે વાયરલ દાવાનું ખંડન કર્યું અને લખ્યું, “RBI એ આવી કોઈ જાહેરાત કરી નથી અને 500 રૂપિયાની નોટોને ડિમોનેટાઇઝ કરવામાં આવી નથી અને તે હજુ પણ કાયદેસર ટેન્ડર છે.”

Read Also : Fact Check – શું સિંગાપોરે ‘શોધ્યું’ કે કોવિડ-19 બેક્ટેરિયાથી થાય છે? શું છે સત્ય
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટ બંધ થવાનો અને 500 રૂપિયાની નોટ ચલણમાં ન હોવાનો આ વાયરલ દાવો ખોટો છે. RBI એ હજુ સુધી આવી કોઈ માહિતી શેર કરી નથી.
Our Sources
Notification by RBI on 19th May 2023
Press Release by RBI on 1st April 2025
Notification by RBI on 28th April 2025
X post by PIB Fact Check on 3rd June 2025
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
January 31, 2025
Dipalkumar Shah
January 3, 2025