Fact Check
Fact Check – ‘હું મુસ્લિમ, પણ આતંકવાદી નથી’, કર્નલ સોફિયા કુરેશીનો Deepfake વીડિયો વાઇરલ
Claim
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એક પ્રેસ કોન્ફરન્સમાં, "તે મુસ્લિમ છે પણ આતંકવાદી નથી. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી." કહેતો વીડિયો
Fact
વાઇરલ વીડિયો AI દ્વારા તૈયાર થયેલ છે અને તે ડીપફેક છે.
વિશ્વમાં AI ટૅક્નોલૉજીના સદુપયોગની સાથે સાથે દુરુપયોગના કિસ્સા પણ ધીમે ધીમે વધી રહ્યા છે. તેમાં ખાસ કરીને ડીપફેક (Deepfake) વીડિયોની સમસ્યાએ ગંભીર સવાલો ઊભા કર્યાં છે. વર્લ્ડ લીડર્સ, રાજનેતા, ઉદ્યોગપતિ, સેલિબ્રિટીઝ, સૈન્ય અધિકારીઓ સહિતના વ્યક્ત્તિત્વોના ડીપફેક વીડિયો વિવિધ પ્રકારના ડિજિટલ સ્કૅમ અને હાનીકારક નૅરેટિવના ફેલાવા માટે ઉપયોગમાં લેવાયા હોવાના ઘણા ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રકાશિત થયા છે. ન્યૂઝચેકરે પણ આવા ઘણા ડીપફેક વીડિયો અને ડિસઇન્ફર્મેશન જે પલ્બિકને કૌભાંડનો શિકાર બનાવવા ફેલાવવામાં આવ્યા હતા તેની તપાસ કરી તેનો પર્દાફાશ કર્યો છે.
દરમિયાન, ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના ગંભીર તણાવ અને લશ્કરી સંઘર્ષના સમયમાં ભારતીય સૈન્ય અધિકારી સોફિયા કુરેશીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અત્રે નોંધવું કે, ઇન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ ભારતના ઓપરેશન સિંદુરનો ચહેરો રહ્યા છે. ઓપરેશન સિંદુરની પ્રારંભિક તમામ સ્પેશિયલ પ્રેસ બ્રિફિંગ તેમણે જ હાથ ધરી હતી. સમગ્ર દેશને આ બંને ઑફિસર ઓપરેશન સિંદુર વિશે માહિતી આપી રહ્યાં હતાં.
જોકે, તાજેતરમાં કર્નલ સોફિયા કુરેશીના નામે એક વીડિયો વાઇરલ કરાયો છે, જેમાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં યુનિફોર્મમાં બેઠેલા દેખાય છે. આ વાઇરલ વીડિયોમાં કથિતરૂપે તેઓ એવું કહેતા સંભળાય છે કે, “હું મુસ્લિમ છું, પણ પાકિસ્તાની નથી. હું મુસ્લિમ છું, પણ આતંકવાદી નથી. આતંકવાદનો કોઈ ધર્મ નથી. મેં આતંકવાદીઓને મારા હાથથી મારવાની પ્રતિજ્ઞા લીધી છે.”
વાઇરલ વીડિયોની સાથે યુઝર્સ કૅપ્શનમાં લખે છે, “સોફિયા કુરેશીને 100 સલામ, તેમનો કરારો જવાબ. હું મુસ્લિમ છું પણ પાકિસ્તાની નથી.”

સોશિયલ મીડિયા પોસ્ટનું અર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર કર્નલ સોફિયા કુરેશીનો કથિત ધાર્મિક નિવેદનનો વીડિયો ડીપફેક છે. તે અસલી નથી.
Fact Check/Verification
વાઇરલ વીડિયોની તપાસ કરવા માટે અમે તેના કેટલાક કી-ફ્રેમ્સને રિવર્સ ઇમેજ થકી સર્ચ કર્યાં. જેમાં અમને જાણવા મળ્યું કે, આ દ્રશ્યો ઓપરેશન સિંદૂર પછી કર્નલ સોફિયા કુરેશી દ્વારા યોજાયેલી પહેલી પ્રેસ કોન્ફરન્સના છે. 7 મે-2025ના રોજ સવારે યોજાયેલી તે પ્રેસ કોન્ફરન્સમાં અમે કર્નલ સોફિયા કુરેશીને ધ્યાનથી સાંભળ્યા. પરંતુ તેમાં તેઓ ધર્મ વિશે વાત નથી કહી રહ્યાં. વાઇરલ વીડિયોમાં જે બોલતા તે સંભળાય છે, તેવું એક પણ વાક્ય તેઓ પ્રેસ બ્રિફિંગમાં નથી બોલ્યા.
પ્રેસ બ્રિફિંગમાં કર્નલ કુરેશએ, “પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવતા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના આતંકવાદ વિરોધી ઓપરેશન એવા ઓપરેશન સિંદૂર” વિશે વાત કરી હતી.
વાઇરલ વીડિયોને વધુ કાળજીપૂર્વક જોતાં અમને કર્નલ સોફિયા કુરેશીની બોલવાની રીતમાં કેટલીક અસામાન્યતાઓ જોવા મળી. ઑડિયો સાથે તેમની બોલવાના જે ચહેરાના અને હોઠના હાવભાવ તથા હિલચાલ છે તેમાં ફરક છે. જેથી અમને શંકા થઈ કે, વાઇરલ વીડિયોને ડીપફેક જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલૉજીનો ઉપયોગ કરીને તૈયાર અથવા એડિટ કરવામાં આવેલો હોઈ શકે છે.
આથી, અમે વાઇરલ ફૂટેજનો ઓડિયો AI ડિટેક્શન પ્લેટફોર્મ resemble.ai પર ચલાવ્યો જેમાં જાણવા મળ્યું કે, ઓડિયો AI દ્વારા જનરેટેડ હતો.
ન્યૂઝચેકરે યુબી મીડિયા ફૉરેન્સિક્સ લેબના ડીપફેક-ઓ-મીટર પરના ઓડિયોની પણ ચકાસણી કરી. જેણે કેટલાક ડિટેક્શન મોડેલો પર તેની ચકાસણી કરી. જેમાં તે મોટાભાગના એઆઈ જનરેટ થયેલા હોવાના ઘણા શક્યતાદર્શી પરિણામો દર્શાવે છે.
Conclusion
અમારી તપાસમાં, અમને જાણવા મળ્યું કે છે કે, કર્નલ સોફિયા કુરેશીનો તેમના ધર્મ વિશે વાત કરતો વાઇરલ વીડિયો અસલી નથી. તે એક એઆઈ દ્વારા તૈયાર કરેલ ડીપફેક વીડિયો છે.
Sources
Video by DD News, dated May 7, 2025
resemble.ai
Deepfake-O-Meter
(અહેવાલ ન્યૂઝચેકરના તનુજિત દાસ દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)