Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પહલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને ટેકો આપનારા સ્થાનિક નેતાની અટકાયતનો વીડિયો.
આ વીડિયો પહલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી. તે કટરા-વૈષ્ણોદેવી રોપવે વિરોધનો છે.
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડીને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને ટેકો આપનાર એક સ્થાનિક નેતાની ધરપકડ કરવામાં આવી છે તેનો તે વીડિયો છે. સોશિયલ મીડિયામાં 1:37 મિનિટનો વિડીયો શેર કરવામાં આવ્યો છે.
પહલગામ આતંકી હુમલા બાદ તેના વિશે ઘણા વીડિયો અને તસવીરો વિવિધ દાવાઓ સાથે વાઇરલ થઈ રહી છે.
દરમિયાન, વાઇરલ પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, “આ કાશ્મીરના સ્થાનિક નેતાઓ છે, જેમને આતંકવાદીઓને ટેકો આપવા બદલ ધરપકડ કરીને લઈ જવામાં આવી રહ્યા છે. હવે તેમની સર્વિસ જરૂરથી કરવામાં આવશે.”
પહલગામ આતંકી હુમલા સાથે જોડીને વાઇરલ કરાયેલા વીડિયોમાં પોલીસ વ્યક્તિઓને પકડીને લઈ જતી જોવા મળે છે. સ્થાનિકો સંઘર્ષ કરતા જોવા મળે છે.

વીડિયો અન્ય ભાષાઓમાં પણ વાઇરલ થયેલ છે. પોસ્ટનું આર્કાઇવ અહીં જોઈ શકાય છે.
વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે, અમે વિડિઓના મુખ્ય ફ્રેમ્સની ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરી. દરમિયાન, અમને રિયાસી અપડેટ્સ નામના ફેસબુક પેજ પર વાયરલ વીડિયોનું લાંબું વર્ઝન મળ્યું. જેને 27 નવેમ્બર, 2024ના રોજ શેર કરવામાં આવ્યું હતું. આ વીડિયો નવેમ્બર 2024થી સોશિયલ મીડિયા પર છે, તેથી સ્પષ્ટ છે કે આ વીડિયો 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી. આ ફેસબુક પોસ્ટના કૅપ્શનમાં ભૂપિન્દર સિંહ અને તેના સાથી સોહન ચંદની ધરપકડ વિશે માહિતી આપવામાં આવી છે.
વધુ તપાસ બાદ અમને ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ શોધવામાં આવ્યા અને સ્થાનિક મીડિયાની યુટ્યુબ ચેનલો પર પણ વાયરલ વિડિઓનું લાંબું સંસ્કરણ મળ્યું. આ અહેવાલો અનુસાર, વૈષ્ણોદેવી કટરા રોપવેનો વિરોધ કરી રહેલા મજૂર સંગઠનના નેતાઓ ભૂપિન્દર સિંહ અને સોહન ચંદને કટરા પોલીસે બાણગંગા રોડ પરથી અટકાયતમાં લીધા હતા.

જ્યારે અમે વાયરલ ક્લિપને નજીકથી જોઈ, ત્યારે અમને તેના પર જમ્મુ લિંક્સ ન્યૂઝનો લોગો દેખાયો. તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે, આ વિડીયો મૂળ રૂપે 27 નવેમ્બર 2024ના રોજ જમ્મુ લિંક્સ ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

27 નવેમ્બર, 2024ના રોજ ‘ધ હિન્દુ’ દ્વારા પ્રકાશિત એક અહેવાલ તે સમયે, બિઝનેસ સ્ટાન્ડર્ડ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પણ આ બાબતે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

Read Also : Fact Check – ભારતે સિંધુ જળ સંધિ સ્થિગત કરતા ટ્રમ્પે પાકિસ્તાનની મજાક ઉડાવી? શું છે સત્ય
તપાસ આપણને એવા નિષ્કર્ષ પર લઈ જાય છે કે, વાFરલ વીડિયો પહલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી.
Sources
Facebook post by Reasi Updates on 27th November 2024.
Video posted by NH1 News on 27th November 2024.
Video posted by JK Updates on 27th November 2024.
Video posted by Jammu Links News on 27th November 2024.
Report Published by The Hindu on 27th November 2024.
Report Published by Times of India on 27th November 2024.
Report Published by Business Standard on 27th November 2024.
(અહેવાલ પહેલા ન્યૂઝચેકર હિંદીના કોમલ સિંઘ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Dipalkumar Shah
April 29, 2025
Prathmesh Khunt
February 24, 2021
Prathmesh Khunt
March 8, 2021