Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સ્કૂલમાં બાળકોને 'સ્ટ્રોબેરી ક્વિક નામની ડ્રગ કેન્ડી સ્વરૂપે આપવામાં આવી રહી છે. તે ચોકલેટ, પીનટ બટર, કોલા, ચેરી, દ્રાક્ષ અને નારંગીમાં પણ આવે છે. કૃપા કરીને તમારા બાળકોને અજાણ્યાઓ પાસેથી કેન્ડી ન લેવા ચેતવણી આપતો વાઇરલ તસવીર સાથેનો મૅસેજ.
વાઇરલ તસવીરવાળો દાવો ખોટો છે. તે એક અફવા છે.
સોશિયલ મીડિયા પર એક પેકેટની તસવીર શેર કરવામાં આવી છે, જેમાં નાના ઢીંગલાના આકારની ગુલાબી કેન્ડી એક પૅકેટમાં રહેલી છે. તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે, તે “સ્ટ્રોબેરી ક્વિક” તરીકે ઓળખાતી દવા છે, જે સ્કૂલોમાં બાળકોમાં લોકપ્રિય છે.
સોશિયલ મીડિયા પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, “શાળાઓમાં નવી દવાઓ. જો તમારા બાળકો શાળામાં ન હોય તો પણ કૃપા કરીને આ દવા લોકોને જણાવો. માતાપિતાએ આ દવા વિશે જાણવું જોઈએ. આ ‘સ્ટ્રોબેરી ક્વિક’ તરીકે ઓળખાતી એક નવી દવા છે. હાલમાં શાળાઓમાં એક ખૂબ જ ભયાનક વસ્તુ ચાલી રહી છે જેના વિશે આપણે બધાએ જાગૃત રહેવાની જરૂર છે. એક પ્રકારનો ક્રિસ્ટલ મેથ ફરતો હોય છે. જે સ્ટ્રોબેરી પોપ રોક્સ (એક કેન્ડી જે તમારા મોંમાં ‘પોપ’ થાય છે) જેવો દેખાય છે. તે સ્ટ્રોબેરી જેવી ગંધ પણ આપે છે અને તે શાળાના આંગણામાં બાળકોને આપવામાં આવી રહી છે. તેઓ તેને સ્ટ્રોબેરી મેથ અથવા સ્ટ્રોબેરી ક્વિક કહી રહ્યા છે. બાળકો આ કેન્ડી સમજીને ખાઈ રહ્યા છે અને તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. તે ચોકલેટ, પીનટ બટર, કોલા, ચેરી, દ્રાક્ષ અને નારંગીમાં પણ આવે છે. કૃપા કરીને તમારા બાળકોને અજાણ્યાઓ પાસેથી કેન્ડી ન લેવા અને મિત્ર (જેને તે આપવામાં આવી હશે અને તે કેન્ડી હોવાનું માનતા હશે) પાસેથી આવી દેખાતી કેન્ડી પણ ન લેવા સૂચના આપો અને જે પણ તેમની પાસે હોય તે તરત જ શિક્ષક, આચાર્ય વગેરેને આપો. આ ઇમેઇલ શક્ય તેટલા લોકોને મોકલો.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

ન્યૂઝચેકરે સૌપ્રથમ વાયરલ ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. જેમાં અમને 7 માર્ચ-2017ના રોજ ધ સનનો રિપોર્ટ મળ્યો.
તેની હેડલાઇનમાં લખ્યું છે કે, “ટેડી બીયરવાળી એક્સ્ટસી ગોળીઓ લીધા પછી 13 વર્ષની ચાર સ્કૂલની છોકરીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી.”
અહેવાલમાં જે તસવીર સામેલ છે, તે વાઇરલ દાવાવાળી જ તસવીર છે.
વધુમાં તેમ જણાવાયું છે કે તસવીર એક પ્રતીકાત્મક તસવીર છે. અહેવાલમાં લખ્યું છે,
“માન્ચેસ્ટર [ઇંગ્લેન્ડ]માં ‘ટેડી બેર એક્સ્ટસી ગોળીઓ’ ખાધા બાદ 13 વર્ષની ચાર સ્કૂલની છોકરીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, વિન્થેનશોમાં સિવિક સેન્ટર નજીક છોકરીઓએ ગુલાબી, ‘ટેડી બેર’ ગોળીઓ ગળી લીધી હતી અને રવિવારે સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રજા આપવામાં આવી છે અને હાલમાં તેઓ ઘરે સ્વસ્થ થઈ રહી છે.”
વધુ તપાસ કરતા અમને સ્નોપ્સનો એક રિપોર્ટ મળ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દવાની તસવીરને ખોટા સંદર્ભ થકી જોવામાં આવી હતી. મે 2017માં MDMA ગોળીઓની તેમના મૂળ આકારમાંથી અન્ય આકારમાં બદલવામાં આવી હોવાનો સંદર્ભ ખોટો હતો. ડ્રગ ડીલરો દ્વારા બાળકોને લલચાવવા માટે ઉપયોગમાં લેવાતી આ યુક્તિ હતી એ ખોટો સંદર્ભ છે.
રિપોર્ટમાં લખ્યું છે, “પૅકેટમાં ગોળીઓની તસવીર સૌપ્રથમ 2016માં MDMA-સંબંધિત સાઇટ્સ પર દેખાઈ હતી (તેમાં કૅપ્શન હતું “પર્પલ બેર્સ w/ 180mg MDMA”) જે બાળકો માટે નહીં, પરંતુ પદાર્થના યુધરો માટે હતી.”
આ બાબત અમને વાયરલ તસવીર પોસ્ટ પોસ્ટ કરવામાં આવી હતી તેના પ્રથમ ઉદાહરણ તરફ દોરી જાય છે.
ત્યારબાદ અમે “સ્ટ્રોબેરી ક્વિક મેથ ઇન્ડિયા” માટે કીવર્ડ સર્ચ કર્યું, જેનાથી અમને 31 જાન્યુઆરી-2025ના રોજ પ્રકાશિત પ્રિન્ટ રિપોર્ટ મળ્યો, જેમાં જણાવાયું હતું કે અરુણાચલ પ્રદેશ પોલીસે સ્કૂલના બાળકોમાં સ્ટ્રોબેરી-સ્વાદવાળી “મેથ કેન્ડી” ના સેવનના ફેલાવવાની અફવાઓને ફગાવી દીધી હતી.
તેમાં એમ પણ જણાવાયું હતું કે, વાલીઓને આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ધ્યાન ન આપવા વિનંતી પણ કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર “અહીં એક માર્ગદર્શિકામાં રાજધાનીના પોલીસ અધિક્ષક, રોહિત રાજબીર સિંહે સ્પષ્ટતા કરી છે કે, સોશિયલ મીડિયા પોસ્ટ્સ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, માદક દ્રવ્ય “સ્ટ્રોબેરી મેથ” અથવા “સ્ટ્રોબેરી ક્વિક” શાળાના બાળકોને કેન્ડીના રૂપમાં વહેંચવામાં આવી રહી છે તે માહિતી સાચી નથી. ઇન્ટરનેટ પરનો આ એક જૂનો દાવો છે, જે સૌપ્રથમ 2007માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સામે આવ્યો હતો.”
સિંહે ઉમેર્યું હતું કે, યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) સહિત કાયદા અમલીકરણ એજન્સીઓએ વારંવાર કહ્યું છે કે, બાળકોને લક્ષ્ય બનાવતા આવા સ્વાદવાળા મેથામ્ફેટામાઇનના અસ્તિત્વ અથવા વ્યાપક વિતરણને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા નથી.
અરુણાચલ પ્રદેશ પોલીસની સ્પષ્ટતા મામલેના અહેવાલો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
તદુપરાંત, 29 એપ્રિલ-2007ના રોજ સ્નોપ્સ દ્વારા કરવામાં આવેલી એક ફેક્ટ-ચેકમાં આ પ્રકારના દાવાઓને રદિયો આપવામાં આવ્યો છે કે, ડ્રગ ડીલરો યુ.એસ.માં બાળકોને “સ્ટ્રોબેરી ક્વિક” તરીકે ઓળખાતા રંગીન અને સ્વાદવાળા ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન વેચી રહ્યા છે, જે વધુ પુષ્ટિ આપે છે કે તે એક જૂનો ખોટો દાવો છે જેને ફરીથી વાઇરલ કરવામાં આવ્યો છે.
યુએસ ડીઇએના પ્રવક્તાને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, “જોકે, સ્ટ્રોબેરી ક્વિક વિશેની તે શરૂઆતની ચેતવણીઓ પોલીસ, શાળાઓ અને સમાચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી ગયા પછી ફેડરલ ડ્રગ એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ સ્પષ્ટતા જારી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમણે આવી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી. કેન્ડી જેવી દેખાતા મેથામ્ફેટામાઇનની રંગીન ગોળી કદાચ મળી હોય એવું બની શકે પરંતુ પરંતુ ડ્રગ ડીલરો કેન્ડીના દેખાવ અને સ્વાદની નકલ કરીને તેવા સ્વાદવાળી ગોળી બનાવીને ઇરાદાપૂર્વક બાળકોને નિશાન બનાવી રહ્યા છે, તે માન્યતા ખોટી ધારણાઓ પર આધારિત છે.”
દરમિયાન તેમાં એવું પણ કહેવાયું છે કે, “બધી જ પ્રયોગશાળાઓમાં તપાસ કર્યા બાદ તેમાં કંઈ ખાસ મળ્યું નથી. આથી આ દવા વિશેની વાત કોઈ વલણ કે વાસ્તવિક સમસ્યા નથી. ડીઇએને ક્યારેય કોઈએ મેથમાં સ્ટ્રોબેરીનો સ્વાદ ઉમેર્યો હોય જાણવા મળ્યું નથી. અને તેના કારણે કોઈ પણ બાળક ગંભીર સ્થિતિમાં હોસ્પિટલોમાં દાખલ થયા હોય તેવું પણ જાણવા મળેલ નથી.”
Read Also : Fact Check – 75 વર્ષથી વધુ ઉંમરના સિનિઅર સિટિઝનને ઇન્કમટેક્સ નહીં ભરવો પડે? શું છે સત્ય
આમ, અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ તસવીરનો દાવો ખોટો છે. તે એક અફવા છે.
Sources
The Sun report, March 7, 2017
The Print report, January 31, 2025
Snopes report, September 28, 2015
Snopes report, April 29, 2007
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Dipalkumar Shah
July 25, 2025
Dipalkumar Shah
July 8, 2025
Dipalkumar Shah
April 29, 2025