Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
મહાકુંભ મેળામાં ભારતીય વાયુસેના દ્વારા અદભૂત પ્રદર્શનના નજારાનો વીડિયો જેમાં ફાઇટર જેટ દ્વારા ત્રિશૂળની આકૃતિ બનાવાઈ.
દાવો ખોટો છે. વર્ષ 2019માં યોજાયેલ ઍર શૉની તસવીર છે. તે મહાકુંભમાં IAFના ઍર શૉની તસવીર નથી.
મહાકુંભ સમાપ્ત થતાં, મહાશિવરાત્રી વેળા ભારતીય વાયુસેના દ્વારા ઍર શૉ યોજાયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાયરલ થયો છે, જે તેના અંતિમ દિવસે પણ ઉજવવામાં આવ્યો હતો. તેની તેની સાથે સાથે ફાઇટર જેટ દ્વારા ત્રિશૂલની આકૃતિ બનાવાઈ હોવાની તસવીર વાઇરલ થઈ છે.
વાઇરલ તસવીરમાં ત્રણ વિમાનો ટ્રાઇડન્ટ જેવા દેખાય છે – જે હિન્દુ ભગવાન શિવ સાથે સંકળાયેલું એક શસ્ત્ર છે અને મહાકુંભ સમાપન પ્રયારગરાજમાં મહશિવરાત્રી નિમિત્તે IAF દ્વારા ઍર શૉ યોજવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. તેમાં કહેવાયું છે કે, “મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે પ્રયાગરાજમાં મહાકુંભના છેલ્લા દિવસે ઇન્ડિયન અૅર ફોર્સના સુખોઈ ફાઇટર જેટ્સે આકાશમાં અદ્ભુત ત્રિશૂળની રચના કરી હતી.”


મેઇનસ્ટ્રીમ મીડિયા મિડ ડે ગુજરાતી દ્વારા તસવીર શેર કરવામાં આવેલ છે. જેનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
ગુજરાતી સહિત હિંદી અને ઇંગ્લિશ ભાષાઓમાં પણ આ તસવીર ઉપરોક્ત દાવા સાથે વાઇરલ થઈ છે. જોકે, ન્યૂઝચેકર અનુસાર આ દાવો ખોટો છે. તે તસવીર પ્રયાગરાજમાં યોજાયેલ ઍર શૉની નથી.
સૌપ્રથમ દાવાની તપાસ કરવા અમે વાયરલ વીડિયોને ગુગલ લેન્સ સર્ચ કરતા અમને @shivchela દ્વારા 9 માર્ચ-2019ના રોજ લખાયેલ એક ફેસબુક પોસ્ટ મળી. તેમાં IAF દ્વારા કરવામાં આવેલ હવાઈ પ્રદર્શનના ફૂટેજ છે. તેમાં તે ત્રિશૂલની આકૃતિ જોઈ શકાય છે.

વધુમાં અમને માર્ચ 2019ની ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ મળી જેમાં આ જ ફૂટેજ અને તસવીરો સામેલ હતી. આવી જ એક પોસ્ટ @KOELElectricPumps દ્વારા 4 માર્ચ-2019ના રોજ લખવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “મહાશિવરાત્રીના આ ખાસ પ્રસંગે ચાલો આપણા “MAHA” ફોર્સને હેટ ઓન કરીએ..!!! આપણી ભારતીય વાયુસેનાને તેમની શક્તિ અને હિંમત માટે સમર્પિત.”
ત્યારબાદ અમે વાયુસેનાના પાઇલટ્સ ‘ત્રિશૂલ’ યુદ્ધાભ્યાસ કરતા દર્શાવતા અનેક વિડીયો જોયા અને જાણવા મળ્યું કે, આ ફોર્મેશન વાયરલ તસવીરમાં દેખાતા ફોર્મેશનથી અલગ હતું. આવા વિડીયો અહીં અને અહીં જોઈ શકાય છે.

અત્રે નોંધવું કે, IAF એ તેના અંતિમ દિવસે (26 ફેબ્રુઆરી, 2025)ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા ક્ષેત્ર પર એક ઍર શૉનું આયોજન કર્યું હતું. તેના વાસ્તવિક દ્રશ્યો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.

વાઇરલ થયેલી તસવીર સાચી છે કે નહીં તે અમે સ્વતંત્ર રીતે ચકાસી શક્યા નથી. જોકે, તે મહાકુંભમાં તાજેતરમાં યોજાયેલા IAF એર શો સાથે જોડાયેલ નથી તે સ્પષ્ટ છે.
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, મહાશિવરાત્રી પર મહાકુંભ મેળા નિમિત્તે IAFના ત્રિશૂલ ફોર્મેશનનો દાવો ખોટો છે.
Sources
Facebook Post By @shivchela, Dated March 9, 2019
Facebook Post By @KOELElectricPumps, Dated March 4, 2019
YouTube Video By DD News, Dated January 26, 2025
(અહેવાલ ન્યૂઝચેકર ઇંગ્લિશ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)