Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સરકારે 75 વર્ષથી વધુ ઉંમરના સિનિઅર સિટિઝનને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ આપી.
સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. PIB એ પણ દાવાને ખોટો ગણાવ્યો છે.
મોદી સરકારે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા ભરવામાંથી મુક્તિ આપી હોવાનો એક મૅસેજ વાઇરલ થયો છે.
કેન્દ્ર દ્વારા કથિત ‘મોટી જાહેરાત’ની વિગતો આપતા વાયરલ મૅસેજમાં કહેવામાં આવ્યું છે કે, “મોદી સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને કર ચૂકવવો પડશે નહીં, કારણ કે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર, 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ હવે તેમની આવક પર કર ચૂકવવો પડશે નહીં. ભારતમાં વરિષ્ઠ નાગરિકો પેન્શન અને અન્ય યોજનાઓમાંથી થતી આવક પર જીવે છે, તેમને હવે તેમની આવક પર કોઈ કર ચૂકવવો પડશે નહીં અને તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં, વરિષ્ઠ નાગરિકોને આમાં છૂટ આપવામાં આવી છે…”
આમ મૅસેજમાં દાવો કરાયો છે કે, 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ હવે આવકવેરો ચૂકવવો પડશે નહીં.
ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.

જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
દાવાની તપાસ માટે અમે ગુગલ પર “વરિષ્ઠ નાગરિકો”, “75 વર્ષ” અને “આવકવેરા રાહત” કીવર્ડ સર્ચ કર્યાં પરંતુ અમને કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નથી. જોકે, અમને સરકારના PIB ફેક્ટ ચેક દ્વારા વાયરલ દાવા પર સ્પષ્ટતા આપતા અનેક અહેવાલો મળ્યા.
28 નવેમ્બર-2024ના રોજ એક X પોસ્ટમાં, PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે “ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરે છે, 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવે કર ચૂકવવો પડશે નહીં” એવો દાવો કરતો વાયરલ મૅસેજ “ખોટો” છે.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, જેમની પાસે ફક્ત પેન્શન અને વ્યાજની આવક છે, તેમને ITR ફાઇલ કરવાથી મુક્તિ આપવામાં આવી છે (કલમ 194P મુજબ). જો લાગુ પડતું હોય, તો આવક અને પાત્ર કપાતની ગણતરી કર્યા પછી ઉલ્લેખિત બેંક દ્વારા કર કાપવામાં આવે છે.”
ત્યારબાદ અમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર ‘વરિષ્ઠ નાગરિકો અને સુપર સિનિયર સિટીઝન્સ માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ્સ ફોર AY 2024-2025’ વિભાગમાં તપાસ કરી. તેમાં વિગતવાર જણાવાયું હતું કે, આવકવેરા અધિનિયમ-1961ની કલમ 194P એ 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાથી મુક્તિ આપવા માટેની શરતો પૂરી પાડે છે.
આ શરતો નીચે મુજબ છે:
નોંધનીય છે કે, કલમ 194P 1 એપ્રિલ, 2021થી અમલમાં છે.

આકારણી વર્ષ 2024-2025 માટે , 60-70 વર્ષની વય જૂથ (60 વર્ષ કે તેથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમર)ના વરિષ્ઠ નાગરિકો માટે 3,00,000 રૂપિયા સુધીની આવક કરપાત્ર રહેશે નહીં.
વળી, આઉટલૂક મની ન્યૂઝના 26 નવેમ્બર-2024ના રોજ પ્રકાશિત અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા રાહત વધારવાની કોઈ જોગવાઈ ઉપલબ્ધ નથી. નાણાં રાજ્યમંત્રીએ આ વાત લોકસભામાં જણાવી હોવાનું તેમાં ટાંકવામાં આવ્યું છે.
સરકારે તાજેતરમાં લોકસભામાં માહિતી આપી હતી કે, આવકવેરા કાયદા-1961 હેઠળ વરિષ્ઠ નાગરિકોને ઉપલબ્ધ રાહત વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.

વધુમાં આઉટલુકના અહેવાલ અનુસાર, “નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ અહેવાલ આપ્યો છે કે આવકવેરા અધિનિયમ, 1961 માં સુધારા કરવા માટે બજેટ કવાયત દરમિયાન દર વર્ષે કેટલીક દરખાસ્તો રજૂ કરવામાં આવે છે. જોકે, વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ રાહત વધારવા અંગે “આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.”
વધુમાં અમે સુરતના મિતિશ એન્ડ મોદી કંપનીના ડિરેક્ટર એવા ચાર્ટડ ઍકાઉન્ટ્સ મિતિશ મોદીનો પણ સંપર્ક કર્યો. તેમને અમે ઉપરોક્ત વાઇરલ મૅસેજના દાવા વિશે તેમનું શું કહેવું છે તે વિશે સવાલ કર્યો.
મિતિશ મોદીએ ન્યૂઝચેકરને પ્રત્યુત્તરરૂપે જણાવ્યું કે, “વાઇરલ મૅસેજ ખરેખર પાયાવિહોણો છે.”
આ તમામ બાબતો દર્શાવે છે કે, સરકારે 75 વર્ષથી વધુ વયના સુપર સિનિઅર સિટિઝન્સને ઇન્કમટૅક્સ ભરવામાં કોઈ પણ પ્રકારની છુટ આપેલ નથી.
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, સરકારે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરો ભરવામાંથી મુક્તિ આપી હોવાની વાત ખોટી છે. સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વાઇરલ મૅસેજનો દાવો ખોટો છે.
Sources
PIB X post dated 28th Nov, 2024
Income Tax Official Website
Outlook Money News Report dated 26th Nov, 2024
Telephonic Conversation with CA Mitish Modi
Dipalkumar Shah
June 18, 2025
Prathmesh Khunt
September 27, 2021
Prathmesh Khunt
February 7, 2022