Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: વાઇરલ તસવીરમાં દેખાતી યુવતીએ કોટામાં આત્મહત્યા કરી.
Fact : વાઇરલ તસવીર કોઈ અન્ય યુવતીની છે અને તે સુરક્ષિત છે.
રાજસ્થાનના કોટા શહેરમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દેશના ખૂણેખૂણેથી આવીને વસતા હોય છે. કોટા આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી) અને એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) સહિતની દેશની નામાંકિત પ્રોફેશનલ કોર્સિસ ચલાવતી સંસ્થાઓ માટેની પ્રવેશ પરીક્ષા એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારી કરાવતા કૉચિંગ સેન્ટરોનું હબ ગણાય છે.
જોકે, આ શહેર કારકીર્દિની દોડમાં પ્રવેશ પરીક્ષાની તૈયારીઓના અતિશય દબાણને લીધે જીવન ટૂંકાવી નાખતા વિદ્યાર્થીઓની આત્મહત્યાનું સાક્ષી પણ છે. અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણે દેશમાં ચિંતા જગાવી છે.
જોકે, સોશિયલ મીડિયામાં કોટામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાના દાવા સાથે સોશિયલ છોકરીની તસવીર શેર કરવામાં આવી રહી છે અને કૅપ્શનમાં સુસાઈડ નોટમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ કરવાની માંગ કરવામાં આવી હોવાની વાત ઉલ્લેખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં એક તસવીર વાઇરલ થઈ છે, જેના પર લખવામાં આવ્યું છે કે કોટામાં આત્મહત્યા કરનારી છોકરીની તસવીર.
તસવીર સાથે કથિત સ્યૂસાઇડ નોટની વાતો પણ કૅપ્શનમાં શેર કરવામાં આવી છે.
પોસ્ટના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મૃતકે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, “હવે, જો કોઈ બાળકનું મૃત્યુ થાય તો, આ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ જલદી બંધ કરી દેવી જોઈએ.”
“મારી નાની બહેન 11મા ધોરણમાં અભ્યાસ કરે છે તેની સાથે આવા બળજબરીભર્યા કૃત્યો ન કરો, તેને જે બનવા માંગે છે અને જે ભણવા માંગે છે તે કરવા દેજો.”
ઉપરાંત સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે, કોટામાં આત્મહત્યા કરનારી કૃતિ ત્રિપાઠીની એ તસવીર છે.
જોકે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું છે કે, ખરેખર વાઇરલ તસવીરમાં દેખાતી છોકરીએ આત્મહત્યા નથી કરી અને તે છોકરી કૃતિ ત્રિપાઠી નથી.


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
દાવાની તપાસ માટે અમે દાવા વિશેની વાઇરલ ઍક્સ પોસ્ટની ચકાસણી કરતા અમને જાણવા મળ્યું કે, સંબંધિત દાવાની તસવીર મામલે જ્યોતિ ઠાકુર નામના એકાઉન્ટ યુઝર દ્વારા એ મામલે પૂછવામાં આવ્યું હતું કે, “તમે મારી તસવીર કેમ વાપરી છે?”

ત્યાર બાદ અમને જ્યોતિ ઠાકુરના કથિત X એકાઉન્ટમાંથી 20 જાન્યુઆરી-2025ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પણ મળી. જેમાં એક વીડિયો હતો. આ વીડિયોમાં વાયરલ તસવીરની વાસ્તવિકતા જણાવવામાં આવી હતી.

વીડિયોમાં વાયરલ તસવીરમાં દેખાતી યુવતી કહે છે, “મારું નામ જ્યોતિ ઠાકુર છે અને લોકો મને તિસા વાસીના નામથી પણ ઓળખે છે. આજ સવારથી, મને કોટામાં આત્મહત્યા કરી હોવાના ફેક ન્યૂઝ અંગે ઘણા ફોન આવી રહ્યા છે અને મારું નામ કૃતિ જણાવવામાં આવી રહ્યું છે. એક સુસાઈડ લેટર વિશે પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ કરવામાં આવશે.”
જ્યોતિ વધુમાં ઉમેરે છે, “એવું કંઈ નથી, આ ફેક ન્યૂઝ છે. હું તમામ ન્યૂઝ ચેનલો અને પેજને વિનંતી કરું છું કે જો તમે કોઈ સમાચાર શેર કરી રહ્યાં હોવ તો પહેલા તેની હકીકતો તપાસો. જે લોકો મને નથી ઓળખતા, તેમને કહી દઉં કે હું હિમાચલ પ્રદેશના તિસા, ચંબાની રહેવાસી છું અને હું ક્યારેય કોટા ગઈ નથી. હું ઠીક છું અને મને કંઈ થયું નથી.”
અમારી તપાસમાં, અમને 14 ડિસેમ્બર, 2024ના રોજ જ્યોતિ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરાયેલ આ વાયરલ તસવીર મળી.
અત્યાર સુધીની અમારી તપાસથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરલ તસવીરમાં દેખાતી યુવતીનું નામ કૃતિ નથી અને તેને તેની સાથે જોડવાના દાવાઓ ખોટા છે.
આ પછી અમે અમારી તપાસ આગળ વધારી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું તાજેતરમાં કોટામાં કૃતિ નામની કોઈ છોકરીએ આત્મહત્યા કરી છે. આ સમય દરમિયાન, અમને વર્ષ 2016માં હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2016ની JEE-Mains પરીક્ષામાં 144 માર્કસ મેળવવા છતાં કૃતિ ત્રિપાઠી નામની 17 વર્ષની વિદ્યાર્થીનીએ કોટામાં પાંચ માળની બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પાંચ પાનાની સુસાઈડ નોટ પણ મૂકી હતી. સુસાઇડ નોટમાં, તેણે માનવ સંસાધન મંત્રાલયને કોચિંગ સંસ્થાઓ બંધ કરવાની માંગ કરી હતી અને તેની માતાને પણ તેની નાની બહેનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા દબાણ ન કરવા જણાવ્યું હતું.
Read Also : Fact Check – ભારતમાં UFO સાથે એલિયનની એન્ટ્રી થયાનો વીડિયોવાળો વાઇરલ દાવો ખોટો
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર અને તેની સાથે કરવામાં આવેલા દાવા તદ્દન ખોટા છે. વાયરલ તસવીરમાં દેખાતી યુવતીનું નામ જ્યોતિ ઠાકુર છે અને તે સુરક્ષિત છે. આ સિવાય કેપ્શનમાં જે કૃતિ નામની વિદ્યાર્થીનીની આત્મહત્યાની વાત કરવામાં આવી રહી છે તે લગભગ 9 વર્ષ જૂની ઘટના છે.
માનસિક સમસ્યાઓની સારવાર શક્ય છે. આ માટે તમે આ હેલ્પલાઈનનો પણ સંપર્ક કરી શકો છો – સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેલ્પલાઈન – 1800-599-0019 નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ – 080 -26995000
Sources
Video Posted by Jyoti Thakur X account on 20th Jan 2025
Image posted by Jyoti Thakur IG account on 14th Dec 2024
Article Published by Hindustan Times on 10th May 2016
(અહેવાલ ન્યૂઝચેકર હિંદી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Tanujit Das
August 1, 2025
Dipalkumar Shah
July 25, 2025
Dipalkumar Shah
July 8, 2025