Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – NCP નેતાની હત્યાને યોગ્ય ઠેરવતા બાબા સિદ્દીકીના શૂટરનો વીડિયો
Fact – વીડિયોમાં દેખાતો વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળે છે, જો કે, તે બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપી નથી. દિલ્હીમાં જિમ માલિકની હત્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે કથિત રીતે 12 ઓક્ટોબરે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરાયેલા NCP નેતા બાબા સિદ્દીકી વિશે મીડિયામાં ટીકાયુક્ત વાતો કરતા અને ઠપકો આપતા પોલીસ કર્મચારીઓથી ઘેરાયેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયો શેર કરનારાઓએ દાવો કર્યો છે કે, આ વ્યક્તિ એ શૂટરોમાંથી એક હતો જેણે ગોળીબાર કર્યો હતો.
વાયરલ ફૂટેજમાં તે વ્યક્તિ કહેતો સંભળાય છે, “…બાબા સિદ્દીકી સારો માણસ ન હતો. તેની સામે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શા માટે સામાન્ય વ્યક્તિ પર MCOCA હેઠળ આરોપ લગાવવામાં આવશે.
તેણે વધુમાં ઉમેર્યું, “એવું કહેવાય છે કે તેના દાઉદ સાથે જોડાણો હતા…” તે ગુનાહિત ગતિવિધિઓ મામલે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમાં સંભળાય છે.
વેરિફાય હેન્ડલ્સ સહિત કેટલાક એક્સ અને ફેસબુક યુઝર્સે વાયરલ વીડિયો શેર કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બાબા સિદ્દીકીના શૂટરે હત્યાને “વાજબી ઠેરવતા” દાવો કર્યો છે. આ વીડિયોને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે તે વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે, પરંતુ તે બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપી નથી.
વીડિયો ગુજરાતી સહિતની ભાષામાં વાઇરલ થયો છે.
આવી પોસ્ટ અહીં, અહીં, અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.

ગૂગલ પર “બાબા સિદ્દીકી”, “નોટ ગુડ મેન” અને “શૂટર” માટે કીવર્ડ સર્ચ કરવાથી 19 ઓક્ટોબર, 2024ના રોજનો પીટીઆઈ રિપોર્ટ મળ્યો , જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટરે દાવો કર્યો હતો કે, એનસીપી નેતા “સારી વ્યક્તિ ન” હતા” અને દાઉદ ઈબ્રાહિમ સાથે તેના સંબંધો હતા.

અહેવાલમાં જણાવાયું છે,”ગોળીબાર કરનારની ઓળખ યોગેશ ઉર્ફે રાજુ (26) તરીકે યુપીના મથુરામાંથી કરવામાં આવી હતી અને તે લોરેન્સ બિશ્નોઈ-હાશિમ બાબા ગેંગ સાથે સંકળાયેલો છે. ગયા મહિને દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં જીમના માલિક નાદિર શાહની હત્યાના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી છે . તેનો 12 ઓક્ટોબરે સિદ્દીકીની હત્યા સાથે કોઈ સંબંધ નથી.”
તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મથુરા પોલીસની સંયુક્ત ટીમ સાથેના એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થયા બાદ રાજુની ધરપકડ કરવામાં આવી હતી. તેને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેણે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
ત્યાર પછી અમે Google પર કીવર્ડ્સ “યોગેશ,” “ધરપકડ” અને “જીમ ઓનર” સર્ચ કર્યું જે અમને 18 ઓક્ટોબર, 2024ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ તરફ દોરી ગયા, જેમાં જણાવાયું હતું કે બીજો શૂટર જે કથિત રીતે એક જિમ માલિકને ગોળી મારીને ફરાર હતો. દક્ષિણ દિલ્હીના GK-1માં મથુરા હાઇવે પર તેની એક એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી, એવું દિલ્હી પોલીસે જણાવ્યું હતું. યોગેશ ઉર્ફે રાજુ લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગનો ભાગ હોવાનું જાણવા મળે છે.
અહેવાલમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે, “ અફઘાન નાગરિક નાદિર શાહની 12 સપ્ટેમ્બરની રાત્રે જીકે-1માં તેના જીમ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે સાત આરોપીઓ – આકાશ યાદવ, નીતલેશ તિવારી, વિશાલ વર્મા, નવીન બાલિયાન, મોહમ્મદ સાજિદ, પંકજ કુમાર અને સચિન યાદવની આખરે ધરપકડ કરવામાં આવી હતી, શૂટર્સ મધુર ઉર્ફે મોતા અરમાન અને રાજુ ત્યારથી ફરાર હતા.
બાબા સિદ્દીકી પર યોગેશનું વિડિયો નિવેદન વાયરલ થયા પછી, મથુરાના એસએસપી શૈલેષ પાંડેએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
એએનઆઈએ અહેવાલમાં એસએસપી પાંડે અનુસાર, “પોલીસ અને દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં યોગેશ નામનો શાર્પશૂટર જેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનું કહેવાય છે, તે એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. તે દિલ્હીમાં હત્યાના કેસમાં વોન્ટેડ હતો.”
સિદ્દકીની મુંબઈમાં તેમના પુત્રની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પીટીઆઈના અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ “સ્પષ્ટતા કરી છે કે યોગેશ બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલ નથી”
ઑક્ટોબર 17, 2024ની એક X પોસ્ટમાં, દિલ્હી પોલીસે યોગેશની ધરપકડની વિગતો આપતાં જણાવ્યું હતું કે “ ગ્રેટર કૈલાશ વિસ્તારમાં જિમ માલિકની હત્યાના મુખ્ય શૂટરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, સાત જીવતા કારતૂસ અને એક ચોરાયેલી મોટરસાઇકલ મળી આવી હતી.

તાજેતરના અહેવાલો સૂચવે છે કે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભગવંત ઓમસિંહ જે નવી મુંબઈના ભંગારના વેપારી છે તેની આ કેસમાં તાજેતરની ધરપકડ થઈ છે.
શૂટરોને કથિત રૂપે હથિયારો અને લોજિસ્ટિકલ સહાયતા આપવા બદલ પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ નીતિન ગૌતમ સપ્રે, સંભાજી કિસન પારધી, પ્રદીપ દત્તુ થોમ્બરે, ચેતન દિલીપ પારધી અને રામ ફુલચંદ કનૌજિયા તરીકે થઈ હતી.
પોલીસે અગાઉ ગુરમેલ બલજીત સિંહ, ધર્મરાજ કશ્યપ, હરીશ કુમાર નિસાદ અને પ્રવિણ લોન્કરની હત્યા કેસમાં ધરપકડ કરી હતી. સિંહ, કશ્યપ અને વોન્ટેડ આરોપી શિવકુમાર ગૌતમે ગોળીબાર કર્યો હતો . ગુરમેલ સિંઘ અને ધર્મરાજ કશ્યપની પૂછપરછને ટાંકીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ગૌતમને “મુખ્ય શૂટર” તરીકે રાખવામાં આવ્યો હતો કારણ કે તે બંદૂકો કેવી રીતે ચલાવવી તે જાણતો હતો.
વાયરલ વીડિયોમાં મીડિયા સાથે વાતચીત કરતો દેખાતો વ્યક્તિ બાબા સિદ્દીકીની હત્યાકેસનો આરોપી શૂટર નથી. યોગેશ તરીકે ઓળખાયેલો માણસ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે, પરંતુ તે NCP નેતા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપી નથી.
Sources
Report By PTI, Dated October 19, 2024
Report By Indian Express, Dated October 18, 2024
X Post By Delhi Police, Dated October 1, 2024
Report By PTI, Dated October 21, 2024
(આર્ટિકલ અંગ્રેજીમાં વસુધા બેરી દ્વારા પ્રકાશિત થયેલ છે. વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044