Fact Check
Weekly Wrap: જોન ચેમ્બર્સ દ્વારા મોદી સરકાર પર પ્રહાર તો પ્રહલાદ મોદી પાસે કરોડોની મિલકત હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં એકતરફ અમેરિકન બિઝનેસ મેન જોન ચેમ્બર્સ દ્વારા મોદી સરકાર પર કરવામાં આવેલ ટિપ્પણી તો બીજી તરફ મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે કરોડોની મિલકત હોવાનો દાવો, ઇન્ડિયા ગેટ પર શહીદોની યાદી ધર્મ અને જાતીના આધારે તૈયાર તો કોરોના એક બેક્ટેરિયા છે વાયરસ નહીં હોવાના દાવાઓ પણ વાયરલ થયેલ છે.

રિલાયન્સ જીઓ દ્વારા રુ 401નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
વાયરલ પોસ્ટમાં જીઓ દ્વારા ફ્રી રિચાર્જ આપવાની વાત તદ્દન ભ્રામક છે, મુકેશ અંબાણી વર્લ્ડના ચોથા ધનિક વ્યક્તિ જાહેર કરાયા હોવાની ખુશીમાં આ ફ્રી રિચાર્જ આપવામાં આવ્યું હોવાની વાત પર JioCare દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

ઇન્ડિયા ગેટ પર શહીદ થયેલા જવાનોના નામની યાદી ધર્મ અને જાતીના આધારે, જાણો આ ભ્રામક દાવાનું સત્ય
ઇન્ડિયા ગેટ પર શહીદનો નામ ધર્મ અને જાતીના આધારે આપવામાં આવેલ સંખ્યા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. આ મુદ્દે delhitourism અને COMMONWEALTH WAR GRAVES COMMISSION દ્વારા મળતા ડેટા મુજબ કુલ 13220 શહીદોના નામ મળી આવેલ છે.

PMના ભાઈ પ્રહલાદ મોદી પાસે 16 શોપિંગ મોલ અને 400 એકર જમીન હોવાનો ભ્રામક દાવો વાયરલ
પ્રહલાદ મોદીના નામ પર આટલી મોટી સંપત્તિ હોવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ વિશે પ્રહલાદ મોદી દ્વારા જ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

કોરોના એક વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે : ઇટલીના ડોકટરો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
WHO અને અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ પરથી વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક સાબિત થાય છે. ઉપરાંત કોરોનાને લગતી તમામ અન્ય ભ્રામક માહિતી માટે WHO Mythbusters વેબસાઈટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

મોદી જો બીજી વખત વડાપ્રધાન બનશે તો ભારતના વિકાસના પૈડા થંભી જશે : જોન ચેમ્બર્સ, જાણો ભ્રામક દાવાનું સત્ય
વાયરલ ન્યુઝ પેપર કટિંગમાં કરવામાં આવેલ દાવો “મોદી જો બીજી વખત વડાપ્રધાન બનશે તો ભારતના વિકાસ પૈડા થંભી જશે : જોન ચેમ્બર્સ” એક ભ્રામક પોસ્ટ છે. વાયરલ પેપર કટિંગમાં એડિટિંગ દ્વારા ભ્રામક હેડલાઈન લખવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)