Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભાજપી નેતા કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 2 કરોડની ચેલેન્જ આપ્યા બાદ વિસાવદરની જનતા દ્વારા મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ટીકા કરયાના વીડિયો.
વાઇરલ વીડિયોના દાવા ખોટા છે. વીડિયો ખરેખર AI જનરેટેડ છે.
ગુજરાતમાં એક તરફ વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ સોશિયલ મીડિયામાં રાજ્યના રોડ અને બ્રિજની સ્થિતિ મામલે ઘણી ચર્ચા જાગી છે. ગુજરાત સરકારે રાજ્યના તમામ બ્રિજની હાલત કેવી છે તે જાણવા નિરીક્ષણ માટે આદેશ આપી દીધા છે.
જોકે, આ ચર્ચા વચ્ચે મોરબી ઝૂલતા પુલ તૂટવાની યાદો ફરી તાજી ગઈ છે. ત્યાં બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા અને તાજેતરમાં જ વિસાવદરની પેટાચૂંટણીમાં જીત મેળવનારા ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી દેતા ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયું છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે તેઓ મોરબીથી ચૂંટણી લડીને જીતી બતાવે તો, તેઓ તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે.
આ વચ્ચે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ પણ સ્વિકારી લીધી હતી. પણ ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં ચેલેન્જ સ્વિકારતા કહ્યું હતું કે, પહેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપે. જેને પગલે તેઓ આજે વિધાનસભા રાજીનામું આપવા રવાના થયા હતા. હજારો કાર્યકર્તાઓની હાજરીમાં તેઓ નીકળ્યા હતા. તેમણે નિવેદનમાં કહ્યું કે, “હવે હું ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઉં છું.”
અત્રે ઉલ્લેખનીય છે કે, “આપ પાર્ટીના ઇસુદાન ગઢવી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે, ગોપાલ ઇટાલિયા વિસાવદરની સમસ્યાઓ ઉકેલશે અને તેઓ રાજીનામું આપવાના છે તે વાત એક અફવા છે. પહેલા ભાજપના તમામ ધારાસભ્યો રાજીનામા આપે પછી અમે આપીશું.”
આ સમગ્ર બાબતે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ મામલે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાઇરલ થયા છે. વળી, સાવજ ડેરીના ચેરમેન દીનેશ ખટારીયા તથા વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કાંતિ અમૃતિયાનું સમર્થન કર્યું છે.
દરમિયાન, કેટલાક વીડિયો એવા પણ વાઇરલ થયા છે, જેમાં દાવો કરાય રહ્યો છે કે, વિસાવદરની જનતા મોરબીના કાંતિ અમૃતિયાએ 2 કરોડની ચેલેન્જ આપી તેમની ટીકા કરી રહી છે. તેમની ઝાટકણી કાઢી રહી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં વૃદ્ધો કાંતિ અમૃતિયાની 2 કરોડની ચેલેન્જ સામે તીખી પ્રતિક્રિયા આપતા દર્શાવાયા છે.
વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “લોકોના કામ કરવાની જગ્યાએ ચેલેન્જ આપતા પેલા ભાઈને કોઈ સમજાવો. કે ચૂપચાપ લોકોના કામ કરવા લાગે. અને હોશિયારી પછી કરે. તારી પાસે 2 કરોડ રૂપિયા છે, તો લોકોના કામ કર, નહીં તો વિસાવદરવાળી થશે તો ખોવાઈ જશે. તે મંત્રીનો દીકરો સિક્કા પાડવા નાગાલેન્ડથી પિસ્તોલનું નકલી લાયસન્સ લઈને આવ્યો હતો. તેની સામે શું કાર્યવાહી થઈ? દુર્ઘટના થાય પછી તપાસ થાય ત્યાં સુધીમાં બીજી દુર્ઘટના થઈ જાય છે અને કાર્યવાહીના નામે કંઈ થતું નથી. મોદી સાહેબ ગયા અને એ પેલા નબળા વ્યક્તિને મૂકી ગયા. જે ગુજરાતને ફોલી ખાય છે.”


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ દાવો ખરેખર ખોટો છે.
વાઇરલ વીડિયોના દાવાની તપાસ કરવા માટે અમે સોપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. સ્કૅન કરતા અમને આ વિશે કોઈ વિશ્વસનીય અહેવાલ કે માહિતી પ્રાપ્ત ન થઈ. ત્યાર બાદ અમે તમામ વીડિયોને ધ્યાનપૂર્વક ચકાસતા, તેની સત્યતા મામલે શંકા ઉપજી.
કેમ કે, તમામ વીડિયોમાં જે માઇક વાપરવામાં આવેલ છે, તે સરખા જ છે. તેની ઉપર લખેલું લખાણ પણ અસ્તવ્યસ્ત છે. તે સ્પષ્ટ નથી. પ્રાથમિક દૃષ્ટિએ તે ગુજરાત લાઇવ જેવું દેખાય છે. આથી અમે આ નામના કીવર્ડ સાથે ગૂગલ સર્ચ કર્યું. પરંતુ એ નામની કોઈ વિશ્વસનીય મીડિયા ચૅનલ વિશે જાણકારી પ્રાપ્ત ન થઈ.
વીડિયોના કીફ્રેમ્સને વધુ કાળજીપૂર્વક જોતા બૅકગ્રાઉન્ડમાં દેખાયા બોર્ડ સહિતના લખાણ પણ સ્પષ્ય કે વ્યવસ્થિત ન હતા. વધુમાં તમામ વીડિયોમાં માત્ર વૃદ્ધ મહિલાઓ અને વૃદ્ધ પુરુષો જ છે. કોઈ યુવા નથી. તથા આસપાસમાં કોઈ લોકોની અવરજવર પણ નથી. જેણે વીડિયો મામલે શંકા જન્માવી કે, તે એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યા હોઈ શકે છે. તે બનાવટી હોઈ શકે છે.
જેથી, અમે વીડિયોમાં રહેલા વ્યક્તિઓના હાવભાવ સહિતની બાબતો વિશે વધુ ઝીણવટપૂર્વક ધ્યાન આપ્યું. તેમાં જાણવા મળ્યું કે, તેમાં વ્યક્તિના બોલવાના હાવભાવ અને અવાજ સહિતની બાબતો વચ્ચે કુદરતી વ્યક્તિ બોલે તેવો તાલમેળ કે મેળ નથી. ઉપરાંત ચહેરાની ત્વચા અને વીડિયોના ટૅક્સ્ચર સહિતની બાબતો શંકા ઉપજાવે છે.
વળી, એક વીડિયોમાં વૃદ્ધે જે લાકડી પકડી છે, તેનો વચ્ચેનો ભાગ પણ ગાયબ છે અને નીચેનો ભાગ હવામાં અધ્ધર લટકી રહ્યો છે.

જેને પગલે અમે, વીડિયોના કીફ્રેમ્સની એઆઈ ડિટેક્શન ટૂલની મદદથી તપાસ કરવાનું નક્કી કર્યું.
સૌપ્રથમ અમે wasitai એઆઈ (AI) ડિટેક્શન ટૂલની મદદ લીધી. અમે તેની મદદથી વાઇરલ વીડિયોના કીફ્રેમ્સ અપલૉડ કરીને ચકાસ્યા.
તેમાં અમને પરિણામ સ્વરૂપે જાણવા મળ્યું કે, તમામ કીફ્રેમ્સ એઆઈ દ્વારા બનાવવામાં આવેલ છે. એટલે કે વીડિયો એઆઈ દ્વારા નિર્મિત છે. એઆઈ ડિટેક્શન ટૂલે સ્પષ્ટ જણાવ્યું કે તે ચોક્કસપણે એઆઈ નિર્મિત વીડિયો છે.




તદુપરાંત, અમે એક અન્ય એઆઈ ડિટેક્શન ટૂલ Hive Moderationની પણ મદદથી કીફ્રેમ્સ અપલૉડ કરી ચકાસ્યા.
આ ટૂલમાં પણ અમને પરિણામ મળ્યું કે, તે 50 ટકાથી વધુ શક્યતા સાથે એઆઈ દ્વારા નિર્મિત છે.


વધુમાં અમે Decopy AI ટૂલની પણ મદદ લીધી. અને ફ્રેમ્સને સ્કૅન કર્યાં. જેમાં અમને જાણવા મળ્યું કે, તે 95 ટકાથી વધુ એઆઈ નિર્મિત છે.





વાઇરલ વીડિયોને એઆઈ ડિટેક્શન ટૂલ દ્વારા પણ સ્કૅન કરીને ચકાસવામાં આવ્યા. જેમાં Authenta, Deepware અને Cantilux સહિતના ટૂલમાં તે એઆઈ દ્વારા નિર્મિત હોવાના પરિણામ મળ્યા છે.
આમ, ઉપરોક્ત બાબતો દર્શાવે છે કે, વાઇરલ વીડિયો આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
Read Also: શું આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દેશના પ્રથમ વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો છે?
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભાજપી ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચેના 2 કરોડના ચૂંટણી ચેલેન્જ મામલે વાઇરલ થયેલા વિસાવદરની જનતાના તીખી પ્રતિક્રિયાના વીડિયો ખરેખર આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ એટલે કે AI દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. એનો અર્થ કે તે જનતા દ્વારા કરાયેલ સાચી પ્રતિક્રિયા કે ટીકા નથી. તે એક બનાવટી વીડિયો છે.
Sources
wasitai AI Detection Tool
Hive Moderation AI Detection Tool
Decopy AI Tool
Authenta Tool
Deepware Tool
Cantilux Tool
Self-Analysis of the Video
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 20, 2025
Dipalkumar Shah
July 18, 2025