Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને કરા પડ્યા હોવાના સંચાર સાંભળવા મળ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓ અને શહેરોમાં કરા પડ્યા હોવાના વિડીયો શોશ્યલ મીડિયા પર જોવા મળે છે. આ ક્રમમાં એક વિડીયો વ્યાપકપણે શેર થઈ રહ્યો છે, જેમાં ખેતરમાં મોટા કરા પડી રહ્યા છે. “ખેતરમાં બરફનું ફાયરિંગ” ટાઇટલ સાથે ફેસબુક પર વાયરલ થયેલો આ વીડિયો ન્યૂઝચેકરની તપાસમાં ભ્રામક હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીં વાંચો
ખેતરમાં મોટા કરા પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોના કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 30 એપ્રિલ 2020ના રોજ ફેસબુક યુઝર @SKJABharti દ્વારા કરવામાં આવેલ પોસ્ટ, જ્યાં વાયરલ ક્લિપનું લાંબું સંસ્કરણ જોવા મળે છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, “પ્રકૃતિના અંધાધૂંધ શોષણના પરિણામો હવે સામે આવી રહ્યા છે જે તીવ્રતા સાથે અતિવૃષ્ટિ તાજેતરમાં થઈ છે તે જોતા, એવું લાગે છે કે આપણે બધાએ તરત જ પ્રતિજ્ઞા લેવી જોઈએ. પ્રકૃતિના સંરક્ષણ અને સુધારણા માટે ગંભીર પ્રયાસો કરો, નહીં તો અમારે પસ્તાવો કરવો પડશે”

આ વિડીયો અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે 28 એપ્રિલ 2020ના રોજ ડેઈલી મોશન પર આ વીડિયો નેપાળની પરિસ્થિતિ બતાવવા માટે અપલોડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, @aajtaknepalnews દ્વારા 21 એપ્રિલ 2020ના રોજની ફેસબુક પોસ્ટમાં નેપાળના ચિતવનમાં કરાનો વરસાદ ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

વધુમાં, યુટ્યુબ પર હેઇલસ્ટોર્મ,ચિતવન અને નેપાળ કીવર્ડ સર્ચ કરતા 30 એપ્રિલ, 2020ના રોજ “હો નેપાળી હો” યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વાયરલ વિડીયો દિવાકર બરતૌલા દ્વારા લેવામાં આવેલ છે. તેઓ જણાવે છે કે તેણે અતિવૃષ્ટિના વાયરલ ફૂટેજ કેપ્ચર કર્યા હતા. તેમજ, “આ જગ્યા નેપાળમાં બાગમતી પ્રાંતના ચિતવન જિલ્લાના રાપ્તી નગરપાલિકા-2નું ગડેઉલી ગામ છે.”
ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં આ વિડીયો રાજેસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે આગાઉ પણ વાયરલ થયેલ છે.
ખેતરમાં મોટા કરા પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયો ખરેખર 2020માં નેપાળમાં બાગમતી પ્રાંતના ચિતવન જિલ્લાની ઘટના છે. વાયરલ વીડિયોને હાલમાં ગુજરાતમાં વરસાદ અને કરા પડ્યા હોવાના ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Our Source
Facebook Post By @SKJABharti, Dated April 30, 2020
Video Uploaded On Daily Motion, Dated April 28, 2020
Facebook Post By @aajtaknepalnews, Dated April 21, 2020
YouTube Video By Ho Nepali Ho, Dated April 30, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
July 4, 2023
Prathmesh Khunt
May 12, 2023
Prathmesh Khunt
November 24, 2022