Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : IPL ફાઇનલમાં વરસાદ પછી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી
Fact : વાયરલ ફોટો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નથી. આ ફોટો 2020માં ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમનો છે.
રવિવાર બાદ સોમવારે પણ વરસાદે IPL 2023ની ફાઈનલમાં ખલેલ પહોંચાડી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થયો અને ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓવરની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. વરસાદ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ગ્રાઉન્ડ સ્ટાફ સ્પોન્જ વડે પીચને સૂકવતો જોવા મળી રહ્યો છે.
IPL 2023ની જીત CSKના નામે નોંધાઈ ગઈ છે. લાખો ફેન આ મેચ જોવા અમદાવાદ સ્ટેડિયમ ખાતે હાજર રહ્યા હતા. સોશ્યલ મીડિયા પર IPLને લઈને અનેક પોસ્ટ જોવા મળે છે. આ ક્રમમાં IPL ફાઇનલમાં વરસાદ પછી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : શું હરિજન જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી? જાણો વાયરલ તસ્વીરનું સત્ય
હેર ડ્રાયર વડે પિચ ડ્રાય કરતી તસવીરો વાયરલ કરીને સોશિયલ મીડિયા પર BCCIને ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પિચને સૂકવવા માટે પૂરતી હાઇટેક સુવિધાઓ પણ નથી.
ગૂગલ રિવર્સ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ તસવીર 2020ની છે અને ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમની છે. ધ ક્વિન્ટ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જે સમાચાર અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ 5 જાન્યુઆરી 2020ના રોજ ગુવાહાટીમાં રમાવાની હતી. પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદના કારણે પીચ ભીની થઈ ગઈ હતી.
દરમિયાન, ગ્રાઉન્ડ સ્ટાફે પિચને સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને આસામ ક્રિકેટ એસોસિએશન અને BCCI ટ્રોલ થઈ હતી. ઈન્ડિયા ટુડે અને એનડીટીવીએ પણ આ બાબતે સમાચાર પ્રકાશિત કર્યા હતા. આઉટલુક સમાચારમાં જણાવ્યા અનુસાર પિચને સૂકવવા માટે સ્ટીમ આયર્નનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અહીં સ્પષ્ટ થાય છે કે વાયરલ ફોટો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નથી. આ ફોટો 2020માં ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમનો છે. જો કે, IPL ફાઈનલમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને સ્પોન્જથી સૂકવી દેવામાં આવી હતી, જેના કારણે BCCI પર સવાલો ઉઠી રહ્યા છે.
Our Source
Report of The Quint, published on January 6, 2020
Reports of India Today, NDTV and Outlook, published on January 5, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044