Fact Check
બળાત્કાર તો સદીયો સે હોતે આયે હૈ યે હમારી સંસ્કૃતિ હૈ : કિરણ ખેર, જાણો વાયરલ પોસ્ટનું સત્ય
હાથરસ ગેંગરેપની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર લોકો અનેક પોસ્ટ શેર કરી રહ્યા છે, ત્યારે આજે ચંદીગઢ લોકસભા મેમ્બર કિરણ ખેર દ્વારા રેપ મુદ્દે કરવામાં આવેલ ટિપ્પણી વાયરલ થયેલ છે. બળાત્કાર તો સદીયો સે હોતે આયે હૈ યે હમારી સંસ્કૃતિ હૈ : કિરણ ખેર અને સાથે તેમની એક તસ્વીર સહીત પોસ્ટ ફેસબુક અને ટ્વીટર પર વાયરલ થયેલ છે.
Factcheck / Verification
કિરણ ખેર દ્વારા રેપ મુદ્દે કરવામાં આવેલ ટિપ્પણી પર કેટલાક કીવર્ડ સાથે ગુગલ સર્ચ કરતા હરિયાણા ખાતે થયેલ રેપ કાંડ વિશે જાણવા મળે છે. હરિયાણામાં એક રિક્ષાચાલક સહિત પાંચ શખ્સોએ 19 વર્ષીય મહિલા પર ગેંગરેપ કર્યો હતો, જે બાદ ભાજપ સાંસદ કિરણ ખેર દ્વારા એક પ્રેસ ઇન્ટરવ્યૂમાં રેપ મુદ્દે કરવામાં આવેલ ટિપ્પણી ખુબજ વાયરલ થઈ હતી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પર તેમની “જ્યારે તેણીએ ત્રણ માણસોને રિક્ષામાં બેઠેલા જોયા ત્યારે એ રીક્ષામાં સવાર ન થવું જોઈએ” આ ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી. ANI દ્વારા ટ્વીટર પર આ ટિપ્પણીનો વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે વધુ સર્ચ કરતા જાન્યુઆરી 2018માં કિરણ ખેર દ્વારા પ્રેસ સાથે રેપ મુદ્દે વાતચીતનો વિડિઓ યુટ્યુબ પર મળી આવે છે, જેમાં તેઓ એ જણાવ્યું છે કે રેપની ઘટના વર્ષોથી બની રહી છે અને આપણે આપણા ઘરોમાં મહિલાઓ ને બરાબરીનો દરરજો આપવો જોઈએ જેથી માનસિકતામાં બદલાવ આવે અને રેપની ઘટના આખા ભારતમાં થઇ રહી છે માત્ર હરિયાણામાં નહીં.
તેમના વાયરલ સ્ટેટમેન્ટ પર તેઓ દ્વારા ટ્વીટર પર સ્પષ્ટતા કરવામાં આવી છે, જે મુજબ તેઓએ માત્ર સાવધાની રાખવા માટે છોકરીએ ને સૂચિત કરી હતી તેમજ રેપ જેવા મુદ્દે રાજનીતિ કરવા પર નિંદા કરી હતી. આ મુદ્દે ન્યુઝ સંસ્થાન news18, timesofindia,indiatoday દ્વારા પબ્લિશ કરવામાં આર્ટિકલ પણ જોવા મળે છે.
કિરણ ખેર દ્વારા રેપ મુદ્દે આ પ્રકારે કરવામાં આવેલ ટિપ્પણીની વાયરલ પોસ્ટ પર 2019માં boomlive દ્વારા ફેકટચેક કરવામાં આવેલ છે. જયારે આજે હાથરસ રેપ મુદ્દે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ ફરી વાયરલ થયેલ છે.
Conclusion
ભાજપ સાંસદ કિરણ ખેર દ્વારા રેપ મુદ્દે કરવામાં આવેલ ટિપ્પણીની વાયરલ તસ્વીર એક ભ્રામક દાવો છે. કિરણ ખેર દ્વારા 2017માં હરિયાણામાં થયેલ રેપ મુદ્દે આપવામાં આવેલ સ્ટેટમેન્ટ પર ખુબજ ચર્ચાઓ થઈ હતી અને લોકોએ આક્રોશ પણ દર્શાવ્યો હતો પરંતુ જે બાદ કિરણ ખેર દ્વારા પોતાના સ્ટેટમેન્ટ પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે “મૈં તો યે કહા થા કી ઝમાના બુહત ખારબ હૈ, બચિયાં કો એહતીયાત બરત્ના ચાહિયે અહીં રાજકારણ રમવું જોઈએ નહીં” આ તમામ પરિણામ પરથી સાબિત થાય છે કિરણ ખેર પર થયેલ વાયરલ પોસ્ટ જૂની અને ભ્રામક છે.
Result :- False
Our Source
Twitter
news18,
timesofindia,
indiatoday
ANI
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)


