Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
છઠ પૂજા દરમિયાન પવિત્ર નદીઓની વર્તમાન પરિસ્થિતિ દર્શાવતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે એક તરફ દિલ્હીની યમુના નદી જુઓ અને બીજી તરફ ગુજરાતની સાબરમતી નદી ફરક સાફ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તસ્વીર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે. આગામી ગુજરાતની વિધાનસભા ચૂંટણી તેમજ યમુના નદીમાં પ્રદૂષણ અંગે રાજકીય વિવાદને ધ્યાનમાં રાખીને આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.


વાયરલ તસ્વીર સાથે ફેલાયેલ ભ્રામક દાવા અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીંયા વાંચો
છઠ પૂજાના સંદર્ભમાં દિલ્હીની યુમના નદીની હાલત દર્શાવતી વાયરલ થયેલ તસ્વીર અંગે રિવર્સ ઇમેજ સર્ચ કરતા 26 સપ્ટેમ્બર, 2018ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા સમાન વાયરલ તસ્વીર જોઈ શકાય છે, જેના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, “ફોગનું નિર્માણ. યમુનામાં, ઓખલા બેરેજ ખાતે, સોમવાર, 24 સપ્ટેમ્બર, 2018 ના રોજ નવી દિલ્હીમાં યમુના ખાતે પ્રદૂષણ.” નોંધનીય છે કે વાયરલ તસ્વીર અભિનવ સાહાને દ્વારા લેવામાં આવેલ છે.

આ અંગે વધુ તપાસ કરતા નવેમ્બર 2019ના પ્રથમ સપ્તાહમાં ઘણા મીડિયા આઉટલેટ્સ દ્વારા પ્રકાશિત સમાન તસ્વીર જોવા મળે છે. તેમજ ટ્વિટર પર Deccan Herald દ્વારા નવેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા છઠ પૂજાની કેટલીક તસ્વીરો સાથે માહિતી આપવામાં આવી છે કે “હજારો ભક્તોએ છઠ પૂજાના અંતે યમુના નદીના કિનારે પ્રાર્થના કરી રવિવારની વહેલી સવારે ધોતીમાં પુરૂષો અને સાડીમાં સ્ત્રીઓ પ્રદૂષિત પાણીની સપાટી પર તરતા ઝેરી સફેદ ફીણ સાથે નદીના પાણીમાં ઉતર્યા.”
આ અહેવાલો પરથી અમને જાણવા મળ્યું કે આ તસ્વીર મૂળ PTI દ્વારા ક્લિક કરવામાં આવેલ છે. અમે બે ફોટાના સંદર્ભમાં સાહા અને પીટીઆઈનો સંપર્ક કર્યો છે અને તેમના પ્રતિસાદ મળ્યા પછી અમે આ લેખને અપડેટ કરીશું.
છઠ પૂજાના સંદર્ભમાં દિલ્હીની યુમના નદીની હાલત દર્શાવતી વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2018-19માં લેવામાં આવેલ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાયરલ તસ્વીરને કેજરીવાલ અને આપ પાર્ટી સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે.
Our Source
Indian Express report, September 26, 2018
Economic Times report, November 4, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
December 19, 2022
Prathmesh Khunt
December 6, 2022
Prathmesh Khunt
December 7, 2022