Fact Check
BRUT INDIA દ્વારા જુના વિડિઓને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલાના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવ્યો.
BRUT INDIA દ્વારા એક વિડિઓ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં હેલ્થ વર્કર અને પોલીસ પર હુમલો કરનારને 7 વર્ષની સજા આપવામાં આવશે. આ માહિતી સાથે પંજાબના મોંગા શહેર ના નામ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.

Fact Check
BRUT INDIA સ્નેપ ચેટ પર એક વિડિઓ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી છે, આ સ્ટોરીમાં હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ કે હેલ્થ વર્કર અને પોલીસ જવાન પર હુમલો કરનાર વ્યક્તિ પર ગુનો દાખલ કરવામાં આવશે અને 7 વર્ષની સાંજ કરવામાં આવશે વગેરે માહિતી આપતી સ્ટોરી મુકવામાં આવી છે. આ વિડિઓમાં કેટલાક લોકો પોલીસ જવાનો પર હુમલો કરી રહ્યા દેખાઈ આવે છે, જે પંજાબના મોંગા શહેરના લેબલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
જયારે આ વિડિઓની તપાસ કરતા કેટલાક તથ્યો સામે આવે છે, જે પ્રમાણે આ વિડિઓ ગુજરાતના અમદાવાદ શહેરનો છે. જ્યાં CAA અને NRC સમયે શહેરના શાહઆલમ વિસ્તારમાં લોકો દ્વારા પોલીસ જવાનો અને પોલીસના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ વિડિઓને લઇ ન્યુઝ સંસ્થાન દ્વારા પણ પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે, જે મુજબ આ વિડિઓ શાહઆલમ વિસ્તારનો અને CAA-NRC માટે થયેલ હુમલાનો હોવાનું સાબિત થાય છે.

BRUT INDIA દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ અને આપવામાં આવેલ માહિતી પ્રમાણે જે માહિતી આપવામાં આવી છે હેલ્થ વર્કર અને પોલીસ જવાન પર હુમલો કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાશે તે સત્ય છે. પરંતુ આ માહિતી સાથે જે વિડિઓ શેયર કરવામાં આવ્યો છે એ ભ્રામક છે જે પંજાબના મોંગા શહેર નહીં પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરનો છે. સાથે જ આ ઘટના CAA-NRC સમયની છે. જેને હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ હેલ્થ વર્કર અને પોલીસ જવાનો પર હુમલો કરવાના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવી છે.
Tools Used
- YouTube
- Twitter Search
- News Reports
- Google Keyword Search