Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા પર એક રતન ટાટા નામ પર એક દાવો વાયરલ કરવામાં આવ્યો છે, જે મુજબ રતન ટાટા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષ કમાણી કરવા માટે નહીં જીવિત રહેવા માટે છે, આ પોસ્ટમાં તસ્વીર સાથે કેપ્શન કંઈક આ પ્રમાણે આપવામાં આવ્યું છે ‘ બધા વ્યાવસાયિકો માટે રતન ટાટા નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે તમારી જાતને જીવંત રાખવી, બચવું એ નફો કમાવવા જેવું છે,રતન ટાટા‘



આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસ માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ફેસબુક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવેલ આ પોસ્ટ મળી આવે છે.

ત્યારબાદ ટ્વીટર પર રતન ટાટા ઓફિશ્યલ એકાઉન્ટ પર રતન ટાટા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ તેમના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે આ વાયરલ પોસ્ટમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે તે એક ભ્રામક માહિતી છે.” રતન ટાટા: મારી તસ્વીર સાથે ભ્રામક ખબર ફેલાવવામાં આવી છે, હંમેશા તમને મળેલ ન્યુઝનું પ્રમાણ ચેક કરો, દરેક સમયે મારી તસ્વીર સાથે લખવામાં આવેલ કોઈપણ મેસેજ મારા દ્વારા કહેવામાં આવ્યો હોય તે જરૂરી નથી”
તેમજ આ વાયરલ મેસેજ પર hindustantimes, bangaloremirror વગેરે જેવી ન્યુઝ સંસ્થાન દ્વારા સ્પષ્ટતા આપતો આર્ટીકલ પબ્લિશ કરવામાં આવ્યો છે.


વાયરલ મેસેજ પર મળતા પરિણામ પ્રમાણે આ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે, રતન ટાટા દ્વારા આ પ્રમાણે કોઈપણ વાત કરવામાં આવી નથી. જે માટે તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ મુદ્દે ખુલાસો આપ્યો છે.
Source :-
keyword search
reverse image search
facebook
twitter
પરિણામ :- ભ્રામક દાવો (Imposter content)