Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારત- ચીન બોર્ડર પર થયેલ બનાવ પર સોશ્યલ મીડિયા પર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ સ્પીચ વાયરલ કરવામાં આવી છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદીએ આખરે માની લીધું આ બધા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. ટ્વીટર પર વિડિઓ “आखिर सच्च कबूल कर ही लिया मेरे देश के जवान मारे जा रहें हैं मैं देख रहा हूँ हिंदुस्तान सर झुका रहा है ऐसा दर्द कभी देखा नहीं। भारत इस तरह से असहायता का अनुभव करे इससे बड़ा दुर्भाग्य और कोई नहीं।इसके लिए पूरी तरह केंद्र सरकार को ज़िम्मेवार मानता हूँ” કેપ્શન સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓ પર તપાસ શરૂ કરતા ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા publicapp વેબસાઈટ પર આ વિડિઓ મળી આવે છે, જે 17 જૂન 2020ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ કેટલાક કીવર્ડ સાથે ફેસબુક પર સર્ચ કરતા Minaxi Ben Shashikant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ 2017ના રોજ વાયરલ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોસ્ટ સાથે “Now To-day who is responsible after hearing speech of Narendrabhai modi when he was CM of Gujrat” કેપ્શન જોવા મળે છે.
વિડિઓ ધ્યાનપૂર્વક જોતા તેમાં વોટરમાર્ક (DESHGUJARAT)નું નામ લખેલું જોવા મળે છે.

જે બાદ આ વિડિઓ પર અમે DeshGujarat સાથે સંપર્ક કરી વિડિઓ પર ખરાઈ કરવા પ્રયત્ન કરતા, DeshGujarat દ્વારા યુટ્યુબ પર પબ્લિશ થયેલ વિડિઓ વિશે માહિતી આપવામાં આવે છે. જે 7 ઓગષ્ટ 2013ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં 1 મિનિટ સુધી નરેન્દ્રે મોદી દ્વારા પાકિસ્તાન બોર્ડર પર થયેલ ઘટના પર બોલવામાં આવે છે. ઉલ્લેખનીય છે 2013 સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેને બોર્ડર પર થયેલ ઘટના પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ સાબિત કરે છે, વાયરલ વિડિઓ 2013માં મોદી દ્વારા આપવામાં આવેલ ભાષણનો છે. જેને હાલ ચીન સાથે થયેલ બોર્ડર યુદ્ધ બાદ મોદી દ્વારા આપવામાં ભાષણનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. તેમજ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો કે “નરેન્દ્ર મોદીએ આખરે માની લીધું આ બધા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે” તે પણ એક ભ્રામક દાવો છે.
source :-
facebook
twitter
youtube
news report
keyword search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023