Fact Check
અમેરિકામાં ટિક્ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય
Claim :-
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા એ ટિક્ટોક એપ પર પ્રતિબંધ મુક્યો છે. આ દાવો કરતી તસ્વીર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વાયરલ કરવામાં આવી છે. વાયરલ તસ્વીર પર લખવામાં આવેલ શબ્દો કંઈક આ મુજબ છે “અમેરિકા દ્વારા એક સાચો નિર્ણય લેવાયો છે. અમેરિકામાં ટિક્ટોક પર પ્રતિબંધ મુકાયો. હવે ભારતમાં ટિક્ટોક પર પ્રતિબંધ મુકવાનો વારો છે.”



Fact check :-
આ વાયરલ તસ્વીર ની સત્યતા તપાસવા માટે ગુગલ પર કીવર્ડના આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ યુએસ સેનેટર જોષ હૉલી દ્વારા આ વિષય પર મીડિયા પર માહિતી આપવામાં આવી છે, જેમાં તેઓ એ જણાવ્યું છે કે યુએસ આર્મી ટિક્ટોકના વપરાશ પર પ્રતિબંધ મૂકી રહી છે. ડેટા સિક્યુરિટીના જોખમ ને લઇ તમામ સરકારી ડિવાઈઝ પરથી આ એપ હટાવવા નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. તેમજ આર્મી સાથે જોડાયેલ તમામ લોકો પોતના પર્સનલ મોબાઈલ પરથી આ એપ હટાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે સાયબર સિક્યોરિટી ને ધ્યાને રાખતા આ પહેલા પર 2016માં આવેલ “પોકેમોન ગો” નામની એપ હટાવવા પર અનુરોધ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ મુદ્દે યુએસ સેનેટર જોષ હૉલી દ્વારા 24 માર્ચ 2020ના રોજ કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ વિડિઓ યુટ્યુબ પર મળી આવે છે, જેમાં તેઓ ટિક્ટોક પર પ્રતિબંધ મુકવા માટેના કેટલાક કારણો રજૂ કરે છે, તેમજ યુએસ આર્મી પર આ એપ નો વપરાશ પર પ્રતિબંધ મુકવા વિશે માહિતી આપે છે.
ત્યારબાદ ભારતમાં ટિક્ટોક પર પ્રતિબંધ પર કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જે મુજબ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, આ એપ પર પોર્નઓગ્રાફી શેયર થતી હોવાના આરોપ સાથે આ બેન મુકવામાં આવ્યો હતો.
જે બાદ 3 એપ્રિલ 2019ના રોજ મદ્રાસ હાઇકોર્ટ દદ્વારા આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે, જે મુદ્દે કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ પરથી જાણવા મળે છે.
Conclusion :-
વાયરલ પોસ્ટ પર સર્ચ દરમિયાન મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે, આ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. અમેરિકામાં ટિક્ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો દાવો પણ ખોટો સાબિત થાય છે. આ મુદ્દે સેનેટર જોષ હૉલી દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ પરથી જાણવા મળે છે. આ ઉપરાંત ભારતમાં ટિક્ટોકના પ્રતિબંધ પર મદ્રાસ હાઇકોર્ટ દ્વારા 2019 મુકવામાં આવેલ પ્રતિબંધ 3 એપ્રિલ 2019ના રોજ હટાવવામાં આવ્યો હતો. એટલેકે ભારત કે અમેરિકા કોઈપણ જગ્યા પર ટિક્ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી, માત્ર યુએસ આર્મી અને કેટલીક સરકારી એજન્સીના સરકારી ડિવાઈઝ પરથી આ એપ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે.
source :-
keyword search
facebook
twitter
youtube
news reports
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)










