Fact Check
તુર્કીના ભૂકંપ સાથે જોડાયેલો 23 વર્ષ જૂની તસ્વીર વાયરલ.
તુર્કી-સીરિયાના ભૂકંપ પછી સોશિયલ મીડિયા અનેક તસ્વીર અને વીડિયો વાયરલ થયા છે. આ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિની તસ્વીર વાયરલ થઈ રહી છે, જેના હાથમાં રોટલી લઈને ઉભા છે. આ વ્યક્તિની પાછળ એક બહુમાળી ઈમારત છે જે ધરાશાયી થઈ ગઈ છે.

આ તસવીરને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે જોડવામાં આવી રહી છે. યુઝર્સ કેપ્શનમાં લખી રહ્યા છે કે “45 સેકન્ડના પહેલા આ વ્યક્તિ ઘરનો માલિક હતો, પરંતુ ભૂકંપ પછી તે વ્યક્તિ ઘરની બહાર ઉભો છે.” આ કેપ્શન સાથેનો આ ફોટો ટ્વિટર અને ફેસબુક પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે .

આ અહેવાલ ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા 9 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ છે, હિન્દી સંસ્કરણ અહીંયા વાંચો.
Fact Check / Verification
વાયરલ તસ્વીરને Google પર રિવર્સ-સર્ચ કરવા પર અમને ન્યુઝ સંસ્થાન Hurriyet Daily News દ્વારા 13 નવેમ્બર 2020ના રોજ પ્રકાશિત આ સમાચારમાં વાયરલ તસ્વીર હાજર છે. આ ચિત્ર આ ભૂકંપ સાથે જોડાયેલા અન્ય ઘણા સમાચારોમાં છે .
14 નવેમ્બર 1999ના સ્પેનિશ અખબાર એલ્મુન્ડો દ્વારા પ્રકાશિત કરવામાં સમાચારમાં વાયરલ તસ્વીરની સાથે તુર્કીમાં આવેલા ભૂકંપની વાત કરવામાં આવેલ છે. રિસર્ચગેટ નામની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે આ ફોટો અબ્દુર્રહમાન અંતક્યાલી નામના ફોટોગ્રાફરે લીધો છે. અમને આ ફોટોગ્રાફરની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જાણવા મળ્યું છે કે ફોટોગ્રાફરે પોતે 12 નવેમ્બર 2014ના રોજ આ તસ્વીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે તેણે આ તસવીર દુજસે ભૂકંપ દરમિયાન લીધી હતી.

ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બર, 1999ના રોજ તુર્કીના ડુજસે પ્રાંતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 845 લોકોના મોત થયા હતા.
Conclusion
અહીં સ્પષ્ટ થાય છે કે આ તસ્વીર તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપની નથી, પરંતુ 23 વર્ષ પહેલા તુર્કીના ડુજસે પ્રાંતમાં આવેલા ભૂકંપની છે.
Result : Missing Context
Our Source
Report of Hurriyet Daily News, publsihed on November 13, 2020
Report of elmundo, publsihed on November 13, 1999
Instagram post of Abdurrahman Antakyali
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044