Fact Check
UP PETની પરીક્ષાના નામે ફરી એક વખત ટ્રેનનો જૂનો વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા પર એક ટ્રેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયોમાં લોકોની ભીડ ટ્રેનના ડબ્બા અને એન્જીન પર લટકાયેલા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઉત્તરપ્રદેશ ખાતે હાલમાં PETની પરીક્ષા સમયે સર્જાયેલ દર્શ્યો છે. ફેસબુક યુઝર્સ આ વિડીયો “ઉત્તર પ્રદેશ ના બેરોજગારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે” ટાઇટલ સાથે શેર થઈ રહ્યો છે.

આ પણ વાંચો : UP PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલ ટ્રેનનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
Fact Check / Verification
PETની પરીક્ષામાં હાજર રહેવા માટે ટ્રેનમાં સવાર વિદ્યાર્થીના ટોળાના નામે શેર કરવામાં આવી રહેલા આ વીડિયોના કીફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વર્ષ 2018 થી ઇન્ટરનેટ પર હાજર છે.
નીરજ આનંદ નામની યુટ્યુબ ચેનલે 27 ફેબ્રુઆરી 2018ના રોજ આ જ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓએ ગયાથી પટના પેસેન્જર ટ્રેનમાં ભીડ હોવાની માહિતી શેર કરી હતી. જણાવી દઈએ કે પ્રિલિમિનરી ક્વોલિફાઈંગ પરીક્ષા (PET) 15 અને 16 જૂન, 2022ના રોજ યોજાઈ હતી.
આ ઉપરાંત, અમને રેલ્વે મંત્રાલય દ્વારા રીટ્વીટ કરવામાં આવેલ એક ટ્વિટ પ્રાપ્ત થયું , જેમાં ઉત્તર મધ્ય રેલ્વેએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા શેર કરેલા વાયરલ વીડિયોને નકારી કાઢ્યો છે. Info Uttar Pradesh Fact Check, ઉત્તર પ્રદેશ સરકારની એક ફેક્ટ ચેક ઉપક્રમે પણ આ દાવાને નકારી કાઢ્યો છે.
આમ, અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે આ દાવો PET પરીક્ષામાં બેસવા માટે ટ્રેનમાં સવાર સ્પર્ધકોની ભીડના નામે શેર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વાયરલ વિડિયો વર્ષ 2018 થી ઇન્ટરનેટ પર હાજર છે, જ્યારે PET પરીક્ષા 15 અને 16 ઓકોટબર 2022 ના રોજ લેવામાં આવી હતી. જે સમયે ભારે માત્રામાં વિધાર્થીઓ બસ અને રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, રેલ્વે મંત્રાલય દ્વારા વાયરલ વિડીયો મુદ્દે કરવામાં આવેલ એક ટ્વિટ જોવા મળે છે. જેમાં ઉત્તર મધ્ય રેલ્વેએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા શેર કરાયેલા વાયરલ વીડિયોને નકારી કાઢ્યો છે. Info Uttar Pradesh Fact Check, ઉત્તર પ્રદેશ સરકારની એક ફેક્ટ ચેક સંસ્થાએ પણ આ વાયરલ દાવાને નકારી કાઢ્યો છે.
Conclusion
અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે આ દાવો PET પરીક્ષામાં બેસવા માટે ટ્રેનમાં સવાર સ્પર્ધકોની ભીડના નામે ભ્રામક રીતે શેર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વાયરલ વિડિયો વર્ષ 2018 થી ઇન્ટરનેટ પર હાજર છે, જ્યારે PET પરીક્ષા 15 અને 16 ઓક્ટોબર 2022ના રોજ લેવામાં આવી હતી.
Result : Partly False
Our Source
YouTube video published by Neeraj Anand on 17 February, 2018
Tweets by North Central Railway & Info Uttar Pradesh Fact Check
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044