Fact Check
WeeklyWrap : ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર તો માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર,31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, Mamata Banerjee અને ગૃહમંત્રી અમિત શાહ એક સાથે જમવા બેઠા હોવાની તસ્વીર અને માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાનો ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોરોના વાયરસ સંબંધિત આઈસીએમઆરના નામે નવી ગાઇડલાઇન્સ સાથેનો લેટર નકલી ભ્રામક છે. શોધ દરમિયાન મળેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.

Corona કેસ ધ્યાને લેતા 31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાની ભ્રામક ખબર વાયરલ
31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો વાયરલ પરિપત્ર જૂનો છે. ન્યુઝ ચેનલ દ્વારા તેમજ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક અફવા શેર કરવામાં આવેલ છે. મહુડી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે કે મંદિર બંધ રાખવાની વાત તદ્દન ભ્રામક અફવા છે. Corona ગાઇડલાઇન સાથે મંદિર દર્શનાર્થીઓ માટે સાંજના 7 સુધી ખુલ્લુ રહશે.

Mamata Banerjee અને ગૃહમંત્રી અમિત શાહ એક સાથે જમવા બેઠા હોવાની જૂની તસ્વીર બંગાળ ચૂંટણી સંદર્ભે વાયરલ
ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee ની જૂની તસ્વીર ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસ્વીર ફેબ્રુઆરી 2020માં આયોજન થયેલ ભુવનેશ્વરમાં પૂર્વી ઝોનલ કાઉન્સિલની બેઠકની છે, જેને હવે બંગાળની ચૂંટણી સંદર્ભે ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

માસ્ક ના પહેરવા પર પૂછવામાં આવેલ સવાલ પર ગુસ્સે થયેલ નેતા BJP MLA હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
માસ્ક પહેર્યા વગર મીડિયા કર્મીઓના સવાલ પર આ પ્રકારે જવાબ આપનાર મહિલા નેતા (BJP) ભાજપ ધારાસભ્ય હોવાના ખોટા દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા મધ્યપ્રદેશના પઠારિયા વિસ્તારની BSP MLA રામબાઈ સિંહ છે.

માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાનો વિડિઓ વાયરલ
લોકોના ટોળા દ્વારા પોલીસને માર મરવામાં આવ્યો હોવાના વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગુજરાત નહીં કર્ણાટકના મૈસુરમાં બાઈક અકસ્માતમાં થયેલ મૃત્યુ મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ છે. માસ્કના દંડ થી કંટાળી લોકો દ્વારા પોલીસ સ્ટાફને ,માર મારવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)