Fact Check
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રોના વિવાદથી લઈને G20 સમિટના સંદર્ભમાં વાયરલ થયેલ ભ્રામક અફવાઓ અંગે TOP ફેકટચેક

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રોનો વિવાદનો અંત આવી ચુક્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા અને માફી માંગવામાં આવી હતી. આ ઘટના ક્રમની શરૂઆતમાં ભીંત ચિત્ર હટાવવાની માંગ સાથે એક વ્યક્તિ દ્વારા કુહાડી સાથે આ દીવાલો પર હુમલો કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને “આદરણીય હિંદુ દેવ ભગવાન હનુમાનની પ્રતિમાને નષ્ટ કરી રહેલો એક ઇસ્લામિક મુસ્લિમ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ એક ભ્રામક દાવો હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે?
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત સુવર્ણ પ્રતિમાનો વીડિયો શેર કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તે સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટમાં ભાગ લીધા પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ PM મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ ઉર્જા, વેપાર અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સંદર્ભમાં જ આ વિડીયો વાયરલ થઈ રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો મચ્યો? જાણો વાયરલ વિડીયોનું સત્ય
એશિયાકપ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં શ્રીલંકા ખાતે રમાયેલ ભારત-પાકિસ્તાન મેચમાં ભારત 228 રનથી વિજય થયું હતું. સોશ્યલ મીડિયા પર આ સંદર્ભમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો સ્ટેડિયમમાં ખુરશીઓ ફેંકી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “10 સપ્ટેમ્બરના મેચ દરમિયાન વરસાદ આવ્યા બાદ સ્ટેડિયમમાં હોબાળો મચ્યો” જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વીડિયો જૂનો જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

નેધરલેન્ડના પીએમ માર્ક રુટનો 2018નો જૂની વિડીયો G20 સમિટના સંદર્ભમાં વાયરલ, જાણો શું છે સત્ય
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેધરલેન્ડના પીએમ માર્ક રુટે નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટ દરમિયાન કોફી ઢોળાય પછી ફ્લોર સાફ કર્યું હતું. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટ માટે દિલ્હીમાં આવેલા રૂટ્ટે સોમવારે બેંગલુરુની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર સહિત કર્ણાટકના વરિષ્ઠ કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા, જ્યારે ચર્ચ સ્ટ્રીટ પર સ્થાનિક ભીડ અને દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044