Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin
સોશિયલ મીડિયા પર વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં યુએસના કેટલાક વિદ્યાર્થીઓ ભારતીય રાષ્ટ્રગાન જનગણમન સંભળાવી રહ્યા છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ભારત દ્વારા હાઈડ્રોકલોરોકવીન દવા મોકલવામાં આવી તેના બદલ આભાર માનતો આ વિડિઓ છે. વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin”
Factchake :-
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે વિડિઓના સ્ક્રીન શોટ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં યુટ્યુબ પર આ સમાન દાવા સાથે પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
ત્યારબાદ ગુગલ પર કેટલાક કીવર્ડના આધારે સર્ચ કરતા યુટ્યુબ પર Anisha Dixit નામના એકાઉન્ટ પરથી 12 ઓગસ્ટ 2017ના રોજ અપલોડ કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે કેટલીક માહિતી આપવામાં આવી છે, જે મુજબ આ વિડિઓ 71st Independence day(સ્વતંત્રતા દિવસ) પર ભારતને ટ્રિબ્યુટ આપવા માટે આ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. સાથે જ વાયરલ દાવા મુજબ આ તમામ લોકો વિદ્યાર્થી નથી, આ તમામ આર્ટિસ્ટ છે, તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ નીચે મુજબ છે.

વાયરલ દાવાને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ વિડિઓ ભારત દ્વારા હાઈડ્રોક્લોરોકવિન દવા મોકલવામાં આવી તેના બદલે નથી બનાવવામાં આવ્યો, પરંતુ 71માં સ્વતંત્રતા દિવસ માટે બનાવવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે 71 સ્વતંત્રતા દિવસ 2017માં હતો. માટે આ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Tools:-
facebook
youtube
keyword search
invid
reverse image search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Tanujit Das
August 1, 2025
Dipalkumar Shah
January 28, 2025
Prathmesh Khunt
May 21, 2020