Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
7 જુલાઈને સરકાર દ્વારા જાહેર રજા છે. સ્કૂલ-કૉલેજો સહિત તમામ બંધ રહેશે. આરામ માટે સરકારે રજા જાહેર કરી હોવાના વાઇરલ મૅસેજ.
દાવો ખોટો છે. સરકારે આવી કોઈ રજા જાહેર કરેલ નથી. આથી દેશમાં કે રાજ્યમાં બંધ નથી.
સોશિયલ મીડિયામાં એક દાવો ઘણો વાઇરલ થયો છે. જેમાં કહેવાયું છે કે, સરકારે સાતમી જુલાઈના રોજ જાહેર રજા પાળવા આદેશ આપેલ છે. જેથી શાળા-કૉલેજ, મૉલ સહિત સરકારી કચેરી અને બધું બંધ રાખવાનું છે. આરામ માટે સરકારે આ રજા આપેલ હોવાનો તેમાં દાવો કરાયો છે.
વાઇરલ મૅસેજમાં દાવો કરાયો છે કે, “આરામ અને ચિંતન માટે સરકારે સાતમી જુલાઈના રોજ રજા જાહેર કરેલ છે. તેમાં પરિવહન સેવાઓ એટલે કે બસ અને ટ્રેન, સ્કૂલ તથા કૉલેજો પણ બંધ રાખવાના છે. બજારો અને શોપિંગ મૉલ પણ બંધ રહેશે. રાષ્ટ્રવ્યાપી રજા છે. માત્ર ઇમર્જન્સી સેવાઓ કાર્યરત રહેશે.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે.
સાતમી જુલાઈના રોજ રજાનો વાઇરલ દાવો તપાસ કરવા સૌપ્રથમ અમે ગૂગલ કીવર્ડની સાતમી જુલાઈ, જાહેર રજા, સરકાર સહિતાની સર્ચ ચલાવી. જેમાં અમને સત્તાવાર જાહેર રજાના કોઈ વિશ્વસનીય અહેવાલો પ્રાપ્ત ન થયા.
ત્યાર બાદ અમે કેન્દ્ર સરકારની વેબસાઇટ પર જાહેર રજાઓના કૅલેન્ડરને તપાસ્યું. કૅલેન્ડર તપાસતમાં તેમાં સાતમી જુલાઈ જાહેર રજા તરીકે નોંધવામાં આવેલ નથી. જે દર્શાવે છે કે, સાતમી જુલાઈ રાબેતા મુજબ સામાન્ય દિવસ છે.
વળી, અમે ગુજરાત સરકારની જાહેર રજાઓની યાદી પણ તપાસી. તેમાં પણ સાતમી જુલાઈનો જાહેર રજા દિવસ તરીકે ઉલ્લેખ નથી.

તદુપરાંત, અમે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની વેબસાઇટ અને રાજ્ય સરકારના વિભાગોની વેબસાઇટ પણ તપાસી. ત્યાં પણ સાતમી જુલાઈ મામલે કોઈ સત્તાવાર જાહેર રજાનો હુકમ ઉપલબ્ધ નથી. સાથે સાથે અમે કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અને ગુજરાત સરકારના માહિતી વિભાગના સોશિયલ મીડિયા હેન્ડલ પણ ચકાસ્યા. અહીં પણ સાતમી જુલાઈ મામલે કોઈ જાહેરાત કરાયેલ નથી.
આખરે અમે સુરતની માહિતી વિભાગની કચેરીના અધિકારી મહેન્દ્રભાઈ સાથે પણ વાતચીત કરી. ટેલિફોનિક વાચતીમાં તેમણે જણાવ્યું કે, “સાતમી જુલાઈ જાહેર રજા નથી. આ દિવસે બધું ચાલુ જ છે. ખરેખર વાઇરલ મૅસેજ ફેક છે.”
આમ અમારી તપાસમાં જાણવા મળે છે કે, સાતમી જુલાઈ ખરેખર જાહેર રજા નથી. સરકારે આવી કોઈ જાહેરાત કરેલ નથી.
Sources
Official websites of Govt of India
Public holiday list issued by the Gujarat Govt
Telephonic Conversation with Surat Mahiti Vibhag Official Mr Mahendrabhai