Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ (WCL)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બંને દેશો વચ્ચેના તણાવને કારણે રદ કરવામાં આવી હતી. તેના બે દિવસ પછી, અભિનેતા અજય દેવગન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરતી તસવીર.
અજય દેવગન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી તસવીર ખરેખર વર્ષ જૂની છ. તેને ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલ છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ (WCL)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બંને દેશો વચ્ચેના તણાવને કારણે રદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેના બે દિવસ પછી, અભિનેતા અજય દેવગન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરતી તસવીરો શેર કરવામાં આવી હતી. તે ઘણી વાઇરલ થઈ છે.
પોસ્ટનું આર્કાઇવ્ડ વર્ઝન અહીં જોઈ શકાય છે. જેને અત્યાર સુધીમાં 154.8K વ્યૂઝ મળી ચૂક્યા છે.
યુઝર્સે મજાક ઉડાવતા કૅપ્શનમાં લખ્યું છે, “જો કોઈ મુસ્લિમ અભિનેતા આવું કરતો હોત, તો ભક્તો છત પરથી ‘રાષ્ટ્રવિરોધી’ બૂમો પાડતા હોત. પરંતુ કારણ કે, તે અજય દેવગન છે, તેઓ હવે તેની ફિલ્મનો પ્રચાર એ રીતે કરશે જાણે કે તે રાષ્ટ્રીય ફરજ હોય. દેશભક્તિ ધર્મ પર આધાર રાખે છે, ક્રિયા પર નહીં.”
અત્રે નોંધવું કે, પહેલગામ હુમલાના બે મહિના પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવા બદલ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાવ્યા બાદ, આયોજકોએ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રવિવારની મેચ રદ કરી. દેવગનની સહ-માલિકીની WCLની બીજી આવૃત્તિમાં મેચમાંથી પીછેહઠ કરવા બદલ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓની આકરી ટીકા કરી હતી. સરહદ પારના તણાવ દરમિયાન ભારત વિરુદ્ધ કેટલાક સમસ્યારૂપ નિવેદનો આપનારા આફ્રિદીની હાજરીને કારણે ભારતીય ટીમના અનેક ખેલાડીઓએ બહાર રહેવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.
ન્યૂઝચેકરે “અજય દેવગન શાહિદ આફ્રિદીને મળ્યા” તે કીવર્ડ સર્ચ કર્યું, જેના કારણે અમને NDTV, News18, MoneyControl, Hindustan Times અને Times of India સહિત અનેક સમાચાર અહેવાલો મળ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, વાઇરલ ફોટા વાસ્તવમાં WCLના 2024 આવૃત્તિના છે. જ્યારે દેવગન બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે WCL 2024 ની ફાઇનલ મેચ જોવા ગયા હતા, જે ભૂતપૂર્વ દ્વારા જીતી હતી.
21 જુલાઈ, 2025ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, “જ્યારે લોકો માને છે કે, આ ફોટા WCL 2025ના છે, આ ફોટા ખરેખર WCL 2024ના છે, જે પહેલગામ હુમલા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પહેલાના છે. અજય દેવગન ટુર્નામેન્ટના સહ-માલિક છે અને તેથી તે ગયા વર્ષે એજબેસ્ટનમાં ઉદ્ઘાટન સીઝનમાં હાજર હતા. તે ટુર્નામેન્ટ દરમિયાન ભારતે પાકિસ્તાન સામે ફાઇનલ જીતી હતી.”
વધુ શોધખોળ કરતાં અમને 6 જુલાઈ, 2024ના રોજની આ InsideSport X પોસ્ટ મળી, જેમાં તે જ તસવીરો શેર કરવામાં આવી હતી, જે પુષ્ટિ કરે છે કે તે જૂની છે અને ચાલુ વિવાદ વચ્ચે લેવામાં આવી નથી. જુલાઈ 2024ની ટૂંકી મુલાકાત અંગેના સમાચાર અહેવાલો અહીં જોઈ શકાય છે.
આમ અમારી તપાસમાં જાણવા મળે છે કે, અજય દેવગન અને શાહિદ આફ્રિદીની તસવીર ખરેખર વર્ષ જૂની છ. તેને ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલ છે.
Sources
InsideSport post, X, July 6, 2024
Dipalkumar Shah
July 26, 2025
Kushel Madhusoodan
July 8, 2025
Komal Singh
July 27, 2024