Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
શનિવારે એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન શુભમન ગિલના 269 રન અને બીજી ઇનિંગમાં 161 રનની ઇનિંગ બાદ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ મહાન સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.
દાવો ખોટો છે. વર્ષ 2024ની વિમ્બલ્ડનની તસવીર ખોટા દાવા સાથે શેર કરાઈ છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન શુભમન ગિલના 269 રન અને બીજી ઇનિંગમાં 161 રનની ઇનિંગ બાદ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ મહાન સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે રવિવારે બર્મિંગહામના મેદાન પર ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને પ્રથમ ટેસ્ટ જીત મેળવી અને શ્રેણી 1-1થી બરાબર કરી.
પોસ્ટનું આર્કાઇવ્ડ વર્ઝન અહીં જોઈ શકાય છે.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ તસવીરનો દાવો ખોટો છે.
વાઇરલ તસવીરનો દાવો તપાસવા માટે અમે તપાસ કરી જેમાં સમાચાર અહેવાલો તપાસ્યા. જેમાં અમને એજબેસ્ટન ટેસ્ટમાં સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરની આવી કોઈ તસવીર મળી નથી, જે દર્શાવે કે, વાઇરલ ફોટો એજબેસ્ટન મેચનો નથી.
ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદ લીધી, જેનાથી અમને ગેટ્ટી ઇમેજ દ્વારા 6 જુલાઈ, 2024 ના રોજ અપલોડ કરાયેલ તે જ ફોટો મળ્યો.
ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે,”સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર 6 જુલાઈ, 2024ના રોજ લંડન, ઇંગ્લેન્ડમાં ઓલ ઇંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોકેટ ક્લબ ખાતે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપના છઠ્ઠા દિવસે હાજરી આપી રહ્યા છે.”
જે પુષ્ટિ કરે છે કે તે એજબેસ્ટન ખાતે તાજેતરમાં સમાપ્ત થયેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ સાથે સંબંધિત નથી.
6 જુલાઈ, 2024ના રોજ શટરસ્ટોક , વિમ્બલ્ડનના સત્તાવાર X એકાઉન્ટ અને રેડિફ દ્વારા અપલોડ કરાયેલા સમાન ફોટા પુષ્ટિ કરે છે કે વાયરલ છબી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
અમારી તપાસમાં સ્પષ્ટ થાય છે કે, સચીન તેડુંલકર અને તેમના પત્નીની તસવીર શુભમન ગીલને સ્ટેડિંગ ઓવેશન આપી રહ્યા છે તે દાવો ખોટો છે.
Source
Getty Images photo, July 6, 2024
Kushel Madhusoodan
July 22, 2025
Komal Singh
July 27, 2024
Dipalkumar Shah
November 9, 2024