Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
હિમાચલ પ્રદેશમાં ગાયને વિસ્ફોટક ખવડાવાની ઘટના બે દિવસ પહેલા બનેલ છે, જેને લઇ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે. આ તસ્વીરમાં ગાયનું જડબું વિસ્ફોટના કારણે ફાટી ગયેલ હાલતમાં જોવા મળે છે. આ ઘટના પર સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ અનેક લોકો દ્વારા શેયર કરવામાં આવી રહી છે. પોસ્ટ સાથે અલગ-અલગ કેપ્શન જેમકે “हथिनी के बाद अब गर्भवती गाय को विस्फोटक खिलाने के बाद जबड़ा फटा” , “If this is what humans do they do not deserve to live – the earth may well swallow everyone” આપવામાં આવી રહ્યા છે.


વાયરલ પોસ્ટની સત્યતા તાપસવા માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા હિમાચલમાં ગાય સાથે બનેલ ઘટના પર ANI દ્વારા ટ્વીટ કરી આપવામાં આવેલ જાણકારી તેમજ ઘટના પર ગાય માલિક દ્વારા બનાવવામાં આવેલ વિડિઓ મળી આવે છે. જેમાં ગાય માલિક પોતાની વ્યથા સંભળાવી રહ્યો છે તેમજ ગાયની હાલત પણ બતાવવામાં આવી છે.
આ ઘટના પર રિવર્સ સર્ચ અને કીવર્ડ સાથે સર્ચ કરતા પત્રિકા ન્યુઝ દ્વારા 27 જૂન 2015ના રોજ પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેના સાથે એક તસ્વીર શેયર કરવામાં આવી છે, જે તસ્વીર હાલમાં હિમાચલમાં બનેલ ઘટના પર લોકો દ્વારા શેયર કરવામાં આવી રહી છે. જયારે આ તસ્વીરમાં જોવા મળેલ ગાય સાથે પણ આ પ્રકારે વિસ્ફોટના કારણે બનેલ ઘટના 2015માં બનેલ હતી. આ સાથે પત્રિકા ન્યુઝના અહેવાલ મુજબ આગાઉ 2 મહિના પહેલા આ પ્રકારે કચરામાં વિસ્ફોટકની ઘટના બનેલ છે. આ ઘટના પર અન્યૂ ન્યુઝ સંસ્થાન દ્વારા પણ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલ છે.



જયારે વાયરલ તસ્વીર અને હિમાચલમાં બનેલ વિડિઓના કેટલાક સ્ક્રીન શોટ લઇ તેની સરખામણી કરતા જોઈ શકાય છે કે આ બન્ને ગાય અલગ-અલગ છે, તેમજ બન્ને ગાય સાથે થયેલ ઇજા પણ અલગ-અલગ છે.


વાયરલ વિડિઓ પર મળતા પરિણામ સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશમાં ગાય સાથે બનેલ ઘટના પર જે તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે, તે તસ્વીર જૂન 2015 રાયપુર,મારવાડમાં બનેલ ઘટનાની છે. જેને હાલ હિમાચલ પ્રદેશમાં બનેલ ઘટના સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
source :-
facebook
twitter
keyword search
reverse search
news report
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)