Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Crime
સોશિયલ મીડિયામાં ભારતીય પ્રવાસી જિમિશા અવલાની, જેઓ તાજેતરમાં અમેરિકામાં દુકાનમાં કથિતરૂપે ચોરી કરતા પકડાયા હતા, તેમની ભાજપની ટોપી અને સ્કાર્ફ પહેરેલી તસવીર વાઇરલ થઈ છે. આ ફોટાનો ઉપયોગ એ સૂચવવા માટે કરવામાં આવી રહ્યો છે કે, તે ભાજપની કાર્યકર્તા છે.
આ તસવીર AI દ્વારા જનરેટ કરવામાં આવી છે અને ડિજિટલી છેડછાડ કરવામાં આવી છે. જિમિશા અવલાની ભાજપમાં કોઈ ઔપચારિક પદ ધરાવે છે તેના કોઈ ચકાસાયેલ પુરાવા નથી. વિઝ્યુઅલ ઍનલિસિસ અને ફોરેન્સિક સાધનો પુષ્ટિ કરે છે કે, ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર જિમિશા અવલાનીની મગશોટ તસવીર વાઇલ થઈ છે. જેમાં તેઓ એક ભારતીય પ્રવાસી છે. તેમના પર તાજેતરમાં અમેરિકાના ઇલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ $1,000 ની કિંમતનો માલ કથિતરૂપે ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તેમની ભાજપના કેસરી વસ્ત્રો પહેરેલી તસવીર વાઇરલ થઈ છે. જેમાં ભાજપનો સ્કાર્ફ અને ટોપી પહેરેલી છે. આમ તે ભાજપના કાર્યકર્તા હોવાનું સૂચવે છે તે દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટનું આર્કાઇવ્ડ વર્ઝન અહીં અને અહીં જોઈ શકાય છે.
ન્યૂઝચેકરે વાયરલ મગશોટનું નજીકથી અવલોકન કર્યું અને તેમાં કેટલીક વિસંગતતાઓ નોંધી, જેમ કે ટોપીની બંને બાજુએ કમળની ડિઝાઇનમાં મેળ ખાતો નથી અને તેના ગળાના સ્કાર્ફના લીલા પાથ પરનું લખાણ અવ્યવસ્થિત છે. ‘B’ અવ્યવસ્થિત છે. જે AI એડિટિંગના સામાન્ય સંકેત છે.
ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમને અવલાનીનો વાઇરલ મગશોટ ફોટો પ્રાપ્ત થયો. તે મેકહેનરી કાઉન્ટી-ઇલિનોઇસમાં તાજેતરમાં થયેલી ધરપકડોની યાદીમાં ઉપલબ્ધ છે, તેમની વેબસાઇટ પુષ્ટિ પણ કરે છે કે, તેમની અલ્ગોનક્વિન પોલીસ વિભાગ દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી અને તેમના પર “720-5/16-25(a)(1) – કલમો અંતર્ગત: છૂટક ચોરી – ચૂકવણી કર્યા વિના વેપારીને ચૂકવણીથી વંચિત રાખવાના ઇરાદાથી સ્ટોરમાંથી સામન લઈ જવાનો” આરોપ મૂકવામાં આવ્યો હતો.
વધુમાં, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર X પર એક યુઝરે આ મૂળ મગશૉટ ફોટોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે ભાજપ પોશાકમાં અવલાનીને દર્શાવતી વાયરલ તસવીર સાથે મજબૂત સામ્યતા ધરાવે છે. આ સમાનતા સૂચવે છે કે, વાયરલ તસવીર સંભવતઃ અધિકૃત ધરપકડના ફોટામાંથી ડિજિટલી બદલી નાખવામાં આવી છે. આર્કાઇવ કરેલ પૃષ્ઠ અહીં જોઈ શકાય છે .
ત્યારબાદ અમે મિસઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA) ના ડીપફેક્સ એનાલિસિસ યુનિટ (DAU)નો સંપર્ક કર્યો. ન્યૂઝચેકર પણ તેમાં સમાવેશ થાય છે. તેમણે જીમિશા અવલાનીને ભાજપ પાર્ટી કાર્યકર તરીકે દર્શાવતી વાયરલ છબીની સ્વતંત્ર રીતે સમીક્ષા કરી. DAU એ આ છબી AI ઓર નોટ જે એક AI-કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ છે તેના દ્વારા ચકાસી. અને પરિણામસ્વરૂપે કહેવામાં આવ્યું કે, કદાચ ડીપફેક છે.
અમે ફેક ઇમેજ ડિટેક્ટરમાં પણ તસવીર ચકાસી. અને તેમાં તે કમ્પ્યુટર-જનરેટેડ અથવા મોડીફાઇડ હોવાનું પરિણામ આપ્યું. જોકે, તેને મૂળ ફોટામાં કોઈ ભૂલ મળી નહીં.


ન્યૂઝચેકરે એ પણ નોંધ્યું કે, અવલાનીનો બીજો એક ફોટોગ્રાફ જે આ વખતે કોંગ્રેસનો સ્કાર્ફ અને ટોપી પહેરેલો હતો, તે પણ વાયરલ થયો હતો, જેને 363K વ્યૂ મળ્યા હતા. તે દર્શાવે છે કે, તેમનું કથિત રાજકીય જોડાણ કદાચ ભાજપ અને કોંગ્રેસ બંનેના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવેલા ખોટા નેરેટિવનો ભાગ હોઈ શકે છે.
ઉપરાંત, ન્યૂઝચેકરની તપાસમાં અવલાનીના ભાજપ કે કોંગ્રેસ સાથેના ઔપચારિક સંબંધોની પુષ્ટિ કરતા કોઈ પુરાવા, વિશ્વસનીય સમાચાર અહેવાલો કે સત્તાવાર નિવેદનો મળ્યા નથી.
ન્યૂઝચેકરે આ તસવીરને AI-ડિટેક્શન ટૂલ્સ પર ચલાવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું ન હતું કે તે AI દ્વારા હેરફેર કરવામાં આવી હતી. જોકે, ફેક ઇમેજ ડિટેક્ટરે આ તસવીરને કમ્પ્યુટર-જનરેટેડ અથવા ડિજિટલી મોડિફાઇડ તરીકે ચિહ્નિત કરી હતી. જેણે પુષ્ટિ આપી હતી કે, સોશિયલ મીડિયામાં જિમિશા અવલાનીની વાઇરલ ભાજપ અને કોંગ્રેસના પહેરવેશની તસવીરો કૃત્રિમ રીતે બનાવવામાં આવી છે આથી તે અસલી ફોટોગ્રાફ્સ નથી.

વાઇરલ AI-જનરેટેડ/છેડછાડ કરેલી તસવીર પર ટિપ્પણી માટે અમે જિમિશા અવલાનીના વકીલનો સંપર્ક કર્યો છે. જો અમને કોઈ જવાબ મળશે તો આ રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.
Read Also: ઉત્તર પ્રદેશના લખનૌનો નિર્માણાધિન પુલનો વીડિયો મોરબીનો પુલ હોવાના દાવા સાથે શેર કરાયો
આમ, અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, જિમિશા અવલાની જેઓની યુએસમાં સ્ટોરમાં કથિત ચોરી મામલે ધરપકડ થઈ, તેમની ભાજપ-કૉંગ્રેસના પહેરવેશવાળી તસવીર ડિજિટલી એડિટ કરાયેલી અને એઆઈ થકી તૈયાર કરાયેલી છે. તે વાસ્તવિક નથી.
Sources
Self-analysis
DAU’s analysis
Mugshot of Jimisha Avlani
Fake Image Detector
(અહેવાલ પ્રથમ ન્યૂઝચેકર અંગ્રેજીના કુશલ મધુસુદન દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
July 26, 2025
Kushel Madhusoodan
July 23, 2025
Dipalkumar Shah
July 14, 2025