Fact Check
Fact Check – ઓપરેશન સિંદુર વચ્ચે પાકિસ્તાની જનરલનો 2 ફાઇટર જેટ ગુમાવ્યાનો AI જનરેટેડ વીડિયો વાઇરલ
Claim
પાકિસ્તાની સેનાના વરિષ્ઠ જનરલ અહમદ શરીફ ચૌધરીએ બે પાકિસ્તાની JF-17 ફાઇટર જેટ ગુમાવ્યાની કબૂલાત કરી.
Fact
દાવો ખોટો છે. કેમ કે વીડિયો ખરેખર AI જનરેટેડ છે.
ઓપરેશન સિંદુર વચ્ચે ભારત-પાકિસ્તાન મામલે ઘણા વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાની સેનાના વરિષ્ઠ જનરલ અહમદ શરીફ ચૌધરીએ બે પાકિસ્તાની JF-17 ફાઇટર જેટ ગુમાવ્યાની કબૂલાત કરતો એક વીડિયો વાઇરલ થયો છે.
વીડિયોમાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ જનરલ અહમદ શરીફ ચૌધરીને બોલતા દર્શાવાયા છે કે, “ડ્યૂટી દરમિયાન બે પાકિસ્તાની JF-17 ફાઇટર જેટ ગુમાવ્યાની પુષ્ટિ કરીએ છીએ. આ નુકસાન માત્ર નંબર નથી પણ અમારી લાગણીઓને લાગેલો ધક્કો છે.”
પોસ્ટનું આર્કાઇવ્ડ વર્ઝન અહીં જોઈ શકાય છે. જોકે, ન્યૂઝચેકર અનુસાર, વીડિયો AI દ્વારા જનરેટ કરાયેલ છે.
Fact Check/Verification
વીડિયોને ધ્યાનથી જોતા અને સાંભળતા ન્યૂઝચેકરે અવલોકન કર્યું કે. ઓડિયો સિન્થેટિક પ્રકારનો લાગતો હતો. હોઠની ગતિવિધિઓ અપ્રાકૃતિક લાગતી હતી અને તેની સાથે ઑડિયો સંપૂર્ણપણે સિંક નહોતો થઈ રહ્યો, જે દર્શાવે છે કે વિડિયો ડીપફેક હોઈ શકે છે.
ન્યૂઝચેકરે આ વિડીયોને Hive Moderation જે એક AI-કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ થકી ચકાસ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિડીયોમાં 99.9% AI-જનરેટેડ અથવા ડીપફેક કન્ટેન્ટ હોવાની શક્યતા તેમાં પરિણામ તરીકે દર્શાવવામાં આવી. ત્યારબાદ અમે વોઇસ AI રિસર્ચ અને ડિપ્લોયમેન્ટ કંપની ElevenLabs, દ્વારા ઓડિયો ચલાવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 98% સંભાવના છે કે આ વોઇસ ElevenLabs દ્વારા જનરેટ કરાયો છે. અમે Reselble AIના ડીપફેક ડિટેક્ટર દ્વારા પણ ઓડિયો ચકાસ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વોઇસ “ફેક” હતો. જે પુષ્ટિ કરે છે કે વાયરલ વિડીયો ડીપફેક હતો.
Read Also : Fact Check – ઓપરેશન સિંદુરના નામે ખરેખર ઇરાનિયન સ્ટ્રાઇકનો જૂનો વીડિયો વાઇરલ
Sources
Hive Moderation tool
ElevenLabs tool
Resemble Deepfake Detection tool