Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઓપરેશન સિંદુર વચ્ચે કેદ કરાયેલ પાકિસ્તાની પાઇલટનો પહેલો ફોટો.
આ તસવીર 2016માં તુર્કીમાં ક્રેશ થયેલા ફાઇટર જેટની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લશ્કરી કર્મચારીઓ અંધારામાં ઉભેલા છે. આ તસવીર સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પકડાયેલા પાકિસ્તાની પાઇલટની આ પહેલી તસવીર છે.
પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે, “પાકિસ્તાન એરફોર્સનો પાઇલટ પકડાયો. ઓપરેશન સિંદુર, ભાર-પાકિસ્તાન યુદ્ધ.”
વેરિફાઇડ હેન્ડલ્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલી છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.

જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે. તે ગેરમાર્ગે દોરનારો છે.
સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો અને ફોટા વિવિધ દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે જેની સત્તાવાર પુષ્ટિ થઈ શકતી નથી. અને આવી સ્થિતિમાં ભારતીય મીડિયામાં સૂત્રોના હવાલેથી સમાચાર ચાલી રહ્યા છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચારો વચ્ચે, સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી શેર કરવામાં આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પકડાયેલા પાકિસ્તાની પાઇલટનો પહેલો ફોટો છે.
જ્યારે ન્યૂઝચેકરે ગુગલ લેન્સનો ઉપયોગ કરીને આ ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કરી, ત્યારે ખબર પડી કે આ ફોટો 2016નો છે, જ્યારે તુર્કીનું F16 ફાઇટર જેટ તુર્કીએ (તુર્કી)માં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયા હતા. આ ફોટો તે સમયનો છે. અને તે અમને ગેટી ઈમેજીસ સંસ્થાની વેબસાઇટ પર મળી આવ્યો છે. અહીં આપેલી માહિતી અનુસાર, આ તસવીર ઇલ્યાસ એકેંગિન દ્વારા AFP માટે લેવામાં આવી હતી.


Read Also: Fact Check – ‘હું મુસ્લિમ, પણ આતંકવાદી નથી’, કર્નલ સોફિયા કુરેશીનો Deepfake વીડિયો વાઇરલ
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, તસવીર ખરેખર તુર્કી પ્લેન ક્રેશની છે. અને તે વર્ષ 2016ની છે. તે પાકિસ્તાની પાઇલટની તસવીર નથી.
Sources
Image Uploaded on Getty Images
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના પ્રીતિ ચૌહાન દ્વારા પહેલા પ્રકાશિતય થયેલ છે. અહેવાલ વાંચા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 23, 2025
Dipalkumar Shah
May 17, 2025