Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સંસદમાં વકફ સુધારા બિલ પાસ થયા બાદ અસદુદ્દીન ઓવૈસી ભાવુક થઈ રડી પડ્યાનો વીડિયો.
દાવો ખોટો છે. ખરેખર વર્ષ 2024માં સંસદની ચર્ચા દરમિયાનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
સંસદમાં વકફ સુધારા બિલ પાસ થયા બાદ અસદુદ્દીન ઓવૈસી ભાવુક થઈ રડી પડ્યાનો વીડિયો.
દાવો ખોટો છે. ખરેખર વર્ષ 2024માં સંસદની ચર્ચા દરમિયાનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
ભાજપના નેતૃત્ત્વવાળી મોદી સરકારે લાવેલું વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં તીવ્ર ચર્ચા બાદ સંસદમાં બિલ પાસ થયું હતું જેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. તેના પર હસ્તાક્ષર કરી દીધા છે.
દેશભરમાં વકફ બિલને લઈને ખૂબ ચર્ચા જાગી છે. કૉંગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો, જ્યારે કેટલાક પક્ષોએ સમર્થન પણ કર્યું. અને આથી બિલે આખરે કાયદાનું સ્વરૂપ લઈ લીધું છે.
દરમિયાન, તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થઈ રડી પડ્યા હતા થયા તેનો આ વીડિયો છે.
સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, “15 મિનિટ માગવા વાળા (આની) હાલત વકફ સંશોધન બિલ પાસ થવાથી કેવી થઈ ગઈ છે જોયું. પણ આ હાલત શું કામ થઈ ખબર છે તમને નહીં ખબર હોય તો હુ બતાવું. કારણ કે આ ઓવૈસી એ વફક્ બોર્ડની હજારો વીઘા જમીન ઉપર પોતાની બેનામી સંપતિ સ્કુલ, કોલેજ, હોટેલ જેવી પોતાના માલિકી બનાવી દીધી છે. આવતા વર્ષે એમા એના ઉપર બુલડોઝર (ચા)લવાનું છે એ નક્કી છે એટલે..!”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
દાવાની તપાસ માટે અમે વીડિયોના કીફ્રેમ્સને ગુગલ રિવર્સ ઈમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને વાઇરલ વીડિયાના દૃશ્યો ધરાવતા વીડિયો સાથેના સમાચાર AIMIMના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 7 ઓગસ્ટ-2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો તે પ્રાપ્ત થયો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અસદુદ્દીન ઓવૈસીએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગ પરના ટેક્સનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ક્લિપનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરતાં, અમને ખ્યાલ આવ્યો કે ઓવૈસીએ વાદળી રંગનો પોશાક પહેરેલો જોવા મળ્યો હતો. જોકે, તેમણે વક્ફ સુધારા બિલ પર તાજેતરમાં યોજાયેલી સંસદીય સત્રમાં સફેદ પોશાક પહેરીને હાજરી આપી હતી.

અમને ક્લિપમાં “AIMIM RR District” નો વોટરમાર્ક પણ દેખાયો. એક સંકેત મળતાં, અમે @aimim_rr_district ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર નાખી અને જોયું કે આ ક્લિપ , સંસદમાં ઓવૈસીના અન્ય વિઝ્યુઅલ્સ સાથે, 7 ઓગસ્ટ-2024 ના રોજ અપલોડ કરવામાં આવી હતી.

વધુમાં, અમને 7 ઓગસ્ટ-2024ના રોજ લોકસભા સત્રના લાઇવ સ્ટ્રીમિંગમાં લગભગ 4:46:55 કલાકની આસપાસ આ જ ક્લિપ મળી, જે OdishaLIVE દ્વારા YouTube પર શેર કરવામાં આવી હતી . લાઇવ સ્ટ્રીમમાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઓવૈસી ફક્ત આંખો ચોળી રહ્યા છે, રડી રહ્યા નથી.

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, દાવો અધૂરી માહિતી સાથેનો છે કેમ કે, પોસ્ટમાં ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં લોકસભામાં થઈ રહેલી ચર્ચા દરમિયાનનો છે. આ વીડિયોને વક્ફ સંશોધન બિલ સાથે કોઈ જ લેવાદેવા નથી. ખરેખર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Sources
Sansad TV You Tube Video, 2nd Apr-2025
Instagram Post By @aimim_rr_district, Dated August 7, 2024
YouTube Video By OdishaLIVE, Dated August 7, 2024
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી વસુધા બેરી દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)