Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભગવાન રામના ધનુષ્યનો સમુદ્રમાંથી નીકળતો વીડિયો.
આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર સમુદ્રમાંથી નીકળતા એક વિશાળ સોનાના ધનુષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે ભગવાન રામનું ધનુષ્ય છે, જે સમુદ્રમાંથી નીકળ્યું છે. જોકે, તપાસમાં અમને જાણવા મળ્યું કે સમુદ્રમાં ભગવાન રામનું ધનુષ્ય મળી આવવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો AI જનરેટેડ છે.
સોશિયલ મીડિયામાં 13 સેકન્ડનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં સમુદ્રમાંથી એક વિશાળ ધનુષ્ય ખેંચાતું દેખાય છે. વિડીયોમાં ધનુષ્યને વહાણ પર મૂકવામાં આવતું દેખાય છે. ઉપરાંત, વર્દીધારી પોલીસ વિડીયોમાં ધનુષ્યની આસપાસ ઉભેલા જોવા મળે છે. વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “ભગવાન રામચંદજીનું ધનુષ્ય… સમુદ્રમાંથી મળ્યું.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
વાયરલ દાવાની તપાસ કરવા માટે, અમે ગૂગલ પર ‘ભગવાન રામનું ધનુષ્ય સમુદ્રમાં મળ્યું’ કીવર્ડ્સ શોધ્યા. આ સમય દરમિયાન, અમને આ દાવાની પુષ્ટિ કરતી કોઈ વિશ્વસનીય માહિતી કે અહેવાલ મળ્યો નથી.
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે, અમે વિવિધ AI ડિટેક્ટિંગ ટૂલ્સ દ્વારા વીડિયોના મુખ્ય ફ્રેમ્સ તપાસ્યા. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો AI ની મદદથી બનાવવામાં આવ્યો છે.
અમે આ વિડીયો ‘ મિસઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ ‘ (MCA)ના ડીપફેક્સ એનાલિસિસ યુનિટ (DAU)ને તપાસ માટે મોકલ્યો હતો. DAU એ આ વિડીયોના ફ્રેમ્સને Was It AI અને AI or NOT ટૂલ્સનો ઉપયોગ કરીને તપાસ્યા છે. DAU ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્રેમ્સ AI દ્વારા બનાવવામાં આવ્યા હતા.
Was It AI ની તપાસમાં એવી શક્યતા બહાર આવી છે કે આ ફોટો અથવા તેના ભાગો AI દ્વારા બનાવવામાં આવ્યા છે.

AI or NOT ની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે વિડિઓ AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો હતો.


undetectable.ai અનુસાર આ વિડિયોના ફ્રેમ્સને AI દ્વારા જનરેટ કરાયેલા ગણાવ્યા છે.


decopy.ai અનુસાર વાઇરલ વીડિયોની ફ્રેમ 99.42% AI જનરેટ કરેલી છે.

તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે વાયરલ ક્લિપમાં લખાણ હતું mrmahadevshorts1. તે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ છે. એકાઉન્ટ શોધતા અમને જાણવા મળ્યું કે યુઝરે 30 મે 2025ના રોજ આ વીડિયો શેર કર્યો હતો. આ એકાઉન્ટ પર, અમને વાયરલ વીડિયો જેવા ઘણા બીજા વીડિયો મળ્યા. આમાંના ઘણા વીડિયોના વર્ણનમાં જણાવાયું છે કે તે AI દ્વારા જનરેટેડ છે. વાયરલ વીડિયો સંબંધિત માહિતી માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ mrmahadevshorts1નો સંપર્ક પણ કરેલ છે. તેમનો પ્રતિભાવ મળતાં જ લેખ અપડેટ કરવામાં આવશે.


Read Also: Fact Check – શું સિંગાપોરે ‘શોધ્યું’ કે કોવિડ-19 બેક્ટેરિયાથી થાય છે? શું છે સત્ય
તપાસ બાદ અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, ભગવાન રામનું ધનુષ્ય સમુદ્રમાંથી મળી આવ્યું હોવાના દાવા સાથે વાઇરલ થઈ રહેલો વીડિયો AI જનરેટેડ છે.
Sources
DAU analysis
Was It AI
decopy.ai
undetectable.ai.
AI or NOT
@mrmahadevshorts1 Instagram account.
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના કોમલ સિંહ દ્વારા પહેલા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
May 14, 2025