આ સપ્તાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષનો વિષય ડિસઇન્ફર્મેશન અને મિસઇન્ફર્મેશન માટે કેન્દ્રમાં રહ્યો. આ ઘટના વિશે સપ્તાહના ઘણા ખોટા દાવાઓ વાઇરલ થયા. જેમાં એઆઈથી બનેલા ડીપફેક વીડિયો અને એડિટ કરી ખોટા સંદર્ભો સાથે શેર કરાયેલા વીડિયો પણ સામેલ છે. ભારતના ઓપરેશન સિંદુર વિશે પ્રેસ બ્રિફિંગ કરનાર કર્નલ સોફિયા કુરેશીનો ડીપફેક વીડિયો બનાવટી સંવેદનશીલ ધાર્મિક નિવેદન સાથે વાઇરલ કરાયો. ઉપરાંત એર સ્ટ્રાઇક મામલે વીડિયો ગૅમ્સના ફૂટેજ અસલી એર સ્ટ્રાઇકના દૃશ્યો તરીકે પણ વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયા જ નહીં પરંતુ પારંપરિક મેઇનસ્ટ્રીમ મીડિયા અને વેરિફાઇડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પણ આ વીડિયો શેર કરાયા હતા. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

‘હું મુસ્લિમ, પણ આતંકવાદી નથી’, કર્નલ સોફિયા કુરેશીનો Deepfake વીડિયો વાઇરલ
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એક પ્રેસ કોન્ફરન્સમાં, “તે મુસ્લિમ છે પણ આતંકવાદી નથી. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી.” કહેતો વીડિયો વાઇરલ થયો. જે અમારી તપાસમાં ડીપફેક હોવાનું પુરવાર થયું. વઘુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

એર સ્ટ્રાઇકના નામે ARMA3 વીડિયો ગેમનો વીડિયો વાઇરલ
એર સ્ટ્રાઇકમાં ફાઈટર પ્લેનને રમકડાની જેમ ઉડાવી દીધાનો આ આકાશી તબાહીનો વીડિયો ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. પણ અમે તપાસ કરતા તે વીડિયો ARMA3 વીડિયો ગેમનો નીકળ્યો. વઘુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

શું ભારતના હુમલા પછી પાકિસ્તાની ન્યૂઝ એન્કર ચાલુ કાર્યક્રમે રડવા લાગ્યા?
ભારતના હુમલા પછી પાકિસ્તાની ન્યૂઝ એન્કર ચાલુ કાર્યક્રમે રડવા લાગ્યા હોવાનો દાવો વીડિયો ક્લિપ સાથે વાઇરલ કરાયો હતો. પરંતુ તપાસમાં દાવો ખોટો નીકળ્યો. જૂની ગાઝા વિશેની ઘટનાનો તે વીડિયો નીકળ્યો. વઘુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ઓપરેશન સિંદુરના હવાઇ હુમલા માટે ઉડતા ફાઇટર જેટ હોવાનો દાવો કરતો આ વીડિયો AI જનરેટેડ છે
ઓપરેશન સિંદુંરના હવાઈહુમલા સમયેનો ફાઇટર જેટનો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ તે વીડિયો AI જનરેટેડ છે. વઘુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.