Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પહલગામ હુમલાના આતંકીની હાથમાં બંદૂક સાથેની પહેલી તસવીર સામે આવી હોવાનો દાવો કરતી વાઇરલ ઇમેજ.
દાવો ખોટો છે. આ ઇમેજ વર્ષ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વીડિયોમાંથી લેવામાં આવી છે.
સોશિયલ મીડિયા અને અનેક મીડિયા આઉટલેટ્સ પર એક બંદૂકધારીનો ફોટો એ દાવા સાથે શેર કરવામાં આવ્યો છે કે, તે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીનો ફોટો છે .
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે જે વિડિયોમાંથી આ ફોટો લેવામાં આવ્યો છે તે 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામના બાઇસરન વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 26 લોકો માર્યા ગયા હતા. પહલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવા, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવા અને પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્તિ યોજનાને સ્થગિત કરવા જેવા કઠોર નિર્ણયો લીધા.
દરમિયાન, વાઇરલ તસવીરની વાત કરીએ તો તેમાં, સલવાર-કમીઝ પહેરેલો એક માણસ હાથમાં બંદૂક પકડીને ઊભો છે. જોકે, તેમાં તેનો ચહેરો દેખાતો નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વેરિફાઇડ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીનો ફોટો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં તસવીર શેર કરીને દાવો કરાયો છે, કે “પહલગામ આતંકવાદી હુમલાના એક આતંકીની પહેલી તસવીર સામે આવી છે. તે બંદૂક સાથે જોવા મળે છે.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
એબીપી ન્યૂઝ , જનસત્તા , આજતક, મની કંટ્રોલ નેશનલ મીડિયા ઉપરાંત ઘણા ગુજરાતી મીડિયા જેમાં ગુજરાત સમાચાર, સંદેશ, વીટીવી ન્યૂઝ, મુંબઈ સમાચાર, એબીપી ન્યૂઝ અસ્મિતા, ન્યૂઝ18 ગુજરાતી, ગુજરાત મિરર, ગુજરાત ગાર્ડિયન દૈનિક સહિતના મીડિયા સંસ્થાઓએ પણ તેમના અહેવાલોમાં આ ફોટાને પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીનો પહેલો ફોટો ગણાવ્યો છે અને અહેવાલ પ્રકાશિત કર્યાં હતાં.
દિવ્ય ભાસ્કર દ્વારા પણ 23 એપ્રિલ-2025ના રોજ આ જ તસવીર પ્રકાશિત કરવામાં આવી હતી. અહેવાલનું તેમનું શીર્ષક છે – આતંકવાદીનો ફોટો વાઇરલ, દાવો – તે પહેલગામ હુમલામાં સામેલ હતો.
તસવીરના કૅપ્શનમાં લખ્યું છે કે, ” કુર્તો પહેરેલા અને AK-47 લઈને આવેલા આતંકવાદીનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલગામ હુમલામાં સામેલ હતો. આ ફોટોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.”
વધુમાં આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી તસવીર અહેવાલમાંથી હઠાવવામાં નહોતી આવી.
જોકે, પાંચ દિવસ પેહલા (25 એપ્રિલ-2025ના રોજ) દૈનિક ભાસ્કર દ્વારા પહલગામ હુમલા સંબંધિત વાઇરલ સામગ્રીની પ્રકાશિત ફેક્ટ ચેકમાં તસવીર પહલગામ હુમલાની નહીં હોવાનું તારણ આપેલ છે.
પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીનો ફોટો હોવાનો દાવો કરતી વાFરલ તસવીરની તપાસ કરવા માટે, અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને 26 ઓક્ટોબર, 2021ના રોજ એક પાકિસ્તાની ફેસબુક એકાઉન્ટ દ્વારા અપલોડ કરાયેલ વીડિયો મળ્યો. આ વીડિયોમાં, વાયરલ ફોટામાં દેખાતો વ્યક્તિ બંદૂક ચલાવવાની તાલીમ લેતો જોવા મળે છે.

આ 40 સેકન્ડના વિડીયોમાં, 29 સેકન્ડના, અમને વાયરલ ફોટામાં જે ફ્રેમ છે તે જ ફ્રેમ મળી. તમે તેને નીચે જોઈ શકો છો. જોકે, આ સિવાય અમને વીડિયોમાં બીજી કોઈ માહિતી મળી નથી.

અમારી તપાસ દરમિયાન, અમને કોઈ વિશ્વસનીય અહેવાલમાં આવી કોઈ તસવીર મળી નથી જ્યાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે વાઇરલ તસવીર સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે, સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ સામેલ છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે જે ફોટો વાયરલ થયો છે તે 2021 થી ઇન્ટરનેટ પર હાજર છે. જોકે, આ ફોટો ક્યારે અને ક્યાં લેવામાં આવ્યો તે અમે શોધી શક્યા નથી.
Sources
Video uploaded by an Facebook account on 26th oct 2021
Instagram Post By The Hindu, dated 23rd Apr, 2025
(અહેવાલ ન્યૂઝચેકર હિંદી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 25, 2025
Dipalkumar Shah
April 28, 2025