Friday, December 5, 2025

Fact Check

Fact Check – ‘જવાનો માટે બુલેટપ્રૂફ વાહનો નહીં હોવાનો’ વીડિયો 5 વર્ષ જૂનો, પહલગામ હુમલા સાથે તેનો કોઈ સંબંધ નથી

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Apr 25, 2025
banner_image

Claim

image

જવાનોના દળને ડિપ્લોયમેન્ટ માટે બૂલેટપ્રૂફ વાહનો નહીં પૂરા પાડવામાં આવ્યાનો કથિત જવાનની ફરિયાદનો પહલગામનો આતંકી હુમલાની ઘટના સંબંધિત વીડિયો.

Fact

image

દાવો ખોટો છે. વર્ષ 2020માં વાઇરલ થયેલા કથિતરૂપે CRPF જવાનના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરાયો છે. પહલગામ સાથે તેનો કોઈ સંબંધ નથી.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકી હુમલામાં સ્થાનિક કાશ્મીરી યુવક અને વિદેશી સહિત કુલ એકંદરે 26 પ્રવાસીઓના મોત થયા છે. ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં વીડિયો, તસવીરો અને અન્ય મૅસેજની ભરમાર વર્તાઈ રહી છે. ઘટનાના કથિત વીડિયો વાઇરલ થયા છે.

દરમિયાન, એક વીડિયો પહલગામ ઘટના સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.  

2.15 મિનિટમાં વીડિયોમાં કથિતરૂપે એક જવાન ટુકડીને બુલેટપ્રૂફ નહીં પરંતુ સાધારણ વાહનમાં લઈ જવાતા હોવાની ફરિયાદ કરી રહ્યો છે.

વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહી છે અને અન્ય વ્યક્તિઓ દેખાઈ રહી છે, તેમણે સુરક્ષાકર્મીઓ જેવા યુનિફોર્મ પહેરેલા છે, અને તેઓ એક ટ્રકની અંદર બેઠા છે. માથા પર સુરક્ષા જવાનો બાંધતા હોય છે, તેવા કાળા કપડાં બાધેલા છે.

વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ બોલી રહી છે કે, “કમાન્ડર સાહેબ પોતે બુલેટપ્રૂફ સારી ગાડીમાં જઈ રહ્યા છે, પણ અમારા જીવ સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. આ જે વાહન છે તેમાં એક પથ્થર જો મારવામાં આવે તો પતરું આરપાર થઈ જાય એવી સ્થિતિ છે. બૂલેટપ્રૂફ વાહનની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી નથી.”

ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.

Courtesy – WhatsApp Tipline

વીડિયો પહલગામની ઘટના સંબંધિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે દાવાનો સંદર્ભ એ છે કે,પહલગામ સમયે સુરક્ષાકર્મીઓને આ રીતે વાહનમાં લઈ જવામાં આવ્યા હતા. અમને વીડિયોની ચકાસણી માટે ફેક્ટચેકની વિનંતી કરવામાં આવી છે.

વધુમાં, વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો સાથે પુલવામા અને પહલગામના હૅશટૅગ લગાવેલ છે. જોકે કૅપ્શનમાં જે વાત કહેવામાં આવી છે તે જૂદી છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

જોકે, ન્યૂઝચેકર અનુસાર આ વીડિયોને પહલગામ આતંકી હુમલા સાથે કોઈ લેવાદેવા નથી.

Fact Check/Verification

વીડિયોની તપાસ માટે સૌપ્રથમ તેના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરવામાં આવ્યા. સ્કૅન કરતા કેટલાક મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા.

જેમાં એબીપી ન્યૂઝનો 10 ઑક્ટોબર-2020ના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલનું શીર્ષક છે કે – ટુકડીને નોન-બૂલેટપ્રૂફ ટ્રકમાં મોકલવામાં આવતા ફરિયાદ કરતા જવાનનો વીડિયો વાઇરલ.

Courtesy – ABP News Screengrab

અહેવાલમાં જણાવાયું છે કે, “કથિતરૂપે સીઆરપીએફની ટુકડીને સાધારણ (નોન-બૂલેટપ્રૂફ) ટ્રકમાં મોકલવામાં આવતા જવાન ફરિયાદ કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, અમારી જીંદગી સાથે ખેલ થઈ રહ્યો છે. કમાન્ડિંગ ઑફિસર બૂલેટપ્રૂફ ગાડીમાં ઑફિસરો સાથે જઈ રહ્યા છે, તેમાં જવાનો સમાઈ શકે એટલી જગ્યા છે, છતાં અમારે આ રીતે આ ટ્રકમાં જવું પડી રહ્યું છે. વીડિયોને પુલવામાના હૅશટૅગ સાથે વાઇરલ કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સ સરકાર સામે સવાલો કરી રહ્યા છે અને સરકારની ટીકા કરી રહ્યા છે.”

અહેવાલમાં સામેલ તસવીર અને વીડિયો બંનેના દૃશ્યો અમને જે વીડિયો તપાસ માટે મોકલવામાં આવ્યો છે તેની સાથે સામ્યતા ધરાવે છે. બંને વીડિયો સરખા જ છે.

વળી, અહેવાલમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ પણ સામેલ છે. ખરેખર 10 ઑક્ટોબર-2020ના રોજ રાહુલ ગાંધી દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X (ટ્વિટર) પર શેર કરાયો હતો. (આર્કાઇવ વર્ઝન અહીં જુઓ)

વીડિયો શેર કરીને તેમણે લખ્યું હતું, “આપણા જવાનોને નોન-બૂલેટપ્રૂફ ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે અને પીએમ માટે 8400 કરોડનું હવાઈ જહાજ. શું આ ન્યાય છે?”

વધુ તપાસ કરતા, અમને 11 ઑક્ટોબર-2020ના રોજ હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, “રાહુલ ગાંધીએ જવાનવાળો વીડિયો પોસ્ટ કર્યા બાદ સીઆરપીએફ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. સીઆરપીએફના પ્રવક્તા ડીઆઈજી મોસિસ ધીનાકરને જણાવ્યું છે કે, વીડિયોની સત્યતા વિશે સીઆરપીએફ તપાસ કરી રહ્યું છે. ઉપરાંત સીઆરપીએફ પાસે તમામ ઑપરેશન જરુરિયાતોને પહોંચી વળવા માટેના પૂરતા વાહનો અને સાધનો ઉપલબ્ધ છે.”

વાઇરલ વીડિયો વિશે અન્ય સમાચાર સંસ્થાઓએ પણ અહેવાલો પ્રકાશિત કર્યાં હતા. જે અહીં, અહીં, અને અહીં જોઈ શકાય છે.

આમ, ઉપરોક્ત તમામ અહેવાલો જણાવે છે કે, વીડિયો ખરેખર વર્ષ 2020માં વાઇરલ થયો હતો. આથી તે 5 વર્ષ જૂનો વીડિયો છે.

Read Also: Fact Check: આર્મી પર થયેલા આતંકી હુમલાનો જૂનો વીડિયો ગુજરાતના BSF જવાનના મોતની તાજી ઘટના તરીકે વાઇરલ

Conclusion

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે,જવાનોના દળને ડિપ્લોયમેન્ટ માટે બૂલેટપ્રૂફ વાહનો નહીં પૂરા પાડવામાં આવ્યા હોવાનો કથિત જવાનની ફરિયાદનો પહલગામનો આતંકી હુમલાની ઘટના સંબંધિત વીડિયો હોવાનો દાવો કરતી ક્લિપ જે શેર કરવામાં આવેલ છે તે ખરેખર પાંચ વર્ષ પહેલાની છે. તેને પહલગામના આતંકી હુમલાની તાજેતરની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આથી દાવો ખોટો છે.

Sources
News Report by ABP News, Dated 10 Oct, 2020
News Report by Hindustan Times, Dated 10 Oct, 2020
News Report by Yahoo News, Dated Dated 10 Oct, 2020
News Report by One India Hindi, Dated 10 Oct, 2020
News Report by Deccan Herald, Dated Dated 10 Oct, 2020
X Post by Rahul Gandhi, Dated 10 Oct, 2020

RESULT
imageFalse
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,439

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage