Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
TMC celebrating victory with guns and swords
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ઐતિહાસિક જીત થઈ છે, ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ અમારી પહેલી પ્રાથમિકતા છે. જે બાદ પણ સોશ્યલ મીડિયા પર વિજય સરઘસ તેમજ ઉજવણી કરતા TMC કાર્યકરો જોવા મળ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ રવિવારથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં બંગાળના વિભિન્ન પ્રાંતોમાં વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 17 થયો છે. એક તરફ TMC દ્વારા ભાજપ કાર્યકરો સાથે મારામારી થી હોવાનો આરોપ બીજી તરફ મમતા બેનર્જીનો આરોપ છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં થયેલી શરમજનક હારને પચાવી નથી શકતો, એટલે જ સાંપ્રદાયિક હિંસા ભડકાવીને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના પ્રયાસ કરી રહ્યો છે. (TMC celebrating victory with guns and swords)
આ તમામ વાયરલ પોસ્ટ સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં કેટલાક લોકો પિસ્તોલ, તલવાર અને અન્ય શસ્ત્રો સાથે ઉજવણી કરતા જોવા મળે છે. ફેસબુક અને ટ્વીટર પર આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ TMC કાર્યકરો છે જે ચૂંટણીમાં મળેલી જીત ની ઉજવણી કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર bjpmission4up યુઝર દ્વારા “तृणमूल का चुनाव में जित का जश्न गुंडों के साथ बंगाल में अब रष्ट्रपति शाशन ही विकल्प है” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવ્યો છે.

ઉપરાંત ટ્વીટર પર ભાજપ મહિલા મોર્ચા અને સોશ્યલ મીડિયા પ્રભારી Priti Gandhi દ્વારા તેમજ ભાજપા નેશનલ કાઉન્સિલ મેમ્બર Kuljeet Singh Chahal દ્વારા પણ “Election celebration in West Bengal” હેડલાઈન સાથે શેર કરવામાં આવેલ છે. (TMC celebrating victory with guns and swords)
TMC કાર્યકરો દ્વારા ચૂંટણી જીતવા પર ઉજવણી કરવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે. જેમાં યુટ્યુબ પર Mohd Shoeb choudhary દ્વારા 24 એપ્રિલ 2021 ના અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
જે વિડિઓ પરથી વધુ તપાસ કરતા યુટ્યુબ પર Real entertainment એકાઉન્ટ પરથી 7 ઓક્ટોબર 2020 ના અપલોડ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે વાયરલ વિડિઓ હાલ બંગાળમાં ચૂંટણી જીતવા પર કરવામાં આવેલ ઉજવણી નથી.
વધુ જાણકારી માટે ગુગલ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર પાવન પાટીલ નામના યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર 2020 ના અપલોડ કરવામાં આવેલ આ વાયરલ વિડિઓ જોવા મળે છે.

આ પણ વાંચો :- ઓક્સિજનની અછત થતા BJP કાર્યકર્તા દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ કરી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
જયારે વાયરલ વિડિઓ પર TMC દ્વારા બનાવવામાં આવેલ ગીત “khela hobe” એડિટિંગ દ્વારા લગાવવામાં આવેલ છે. જે અંગે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા આ ગીત લખનાર TMC યુથ વિંગના સેક્રેટરી અને સ્પોકપર્સન Debangshu Bhattyacharya સાથે વાતચીત કરવામાં આવી હતી જે અંગે પ્રકાશિત અહેવાલ અહીંયા જોવા મળે છે. Bhattyacharya દ્વારા આ ગીત જાન્યુઆરી 2021ના ફેસબુક એકાઉન્ટ પર “New Slogan Assembly Election 2021 Khela Hobe” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જે બાદ યૂટ્યૂબ પર પણ આ વિડિઓ જોઈ શકાય છે.
TMC કાર્યકરો ચૂંટણી માં મળેલ જીત બાદ ઉજવણી કરી રહ્યા છે, તેમજ TMCના ગુંડાઓ પિસ્તોલ, તલવાર તેમજ અન્ય શસ્ત્રો સાથે ઉજવણી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર સપ્ટેમ્બર 2020 થી લોકો શેર કરી રહ્યા છે, જયારે હાલ આ વિડિઓ ક્યાં સ્થળનો છે તે અંગે કોઈ રિપોર્ટ કે સોશ્યલ મીડિયા પોસ્ટ જોવા મળતી નથી. ભાજપ નેતાઓ તેમજ BJP સોશ્યલ મીડિયા ગ્રુપ પર વિડિઓ TMC ના કાર્યકર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. (TMC celebrating victory with guns and swords)
Youtube
Facebook
Google Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 14, 2025
Dipalkumar Shah
June 7, 2025