Fact Check
Weekly Wrap : પહલગામ હુમલાના નામે વાઇરલ જૂનો વીડિયો, ગુજરાત હેલ્મેટમુક્ત સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા વિશે ઘણી ડિસઇન્ફર્મેશન સામે આવી છે. જેમાં એક 5 વર્ષ જૂનો કથિત સીઆરપીએફના જવાનનો બૂલેટપ્રૂફ વાહન ન મળવાની ફરિયાદ વિશેનો વાઇરલ વીડિયો શેર કરવામાં આવ્યો. અમારી તપાસમાં વીડિયો પાંચ વર્ષ પહેલાનો નીકળ્યો જેથી દાવો ખોટો પુરવાર થયો. ઉપરાંત ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત થઈ ગયા હોવાનો દાવો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો, જેને પણ તપાસ કરવામાં આવતા તે ખોટો પુરવાર થયો. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં વકફ બિલ સામેના વિરોધ પ્રદર્શન બાદ મુર્શિદાબાદમાં ફેલાયેલ હિંસા મામલે બજરંગદળ વિશેનો એક દાવા સાથેનો વીડિયો વાઇરલ થયો. પરંતુ વીડિયો ખરેખર કર્ણાટકા અને મહારાષ્ટ્રની એક અન્ય ઘટનાનો હોવાનું પુરવાર થયું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

‘જવાનો માટે બુલેટપ્રૂફ વાહનો નહીં હોવાનો’ વીડિયો 5 વર્ષ જૂનો, પહલગામ હુમલા સાથે તેનો કોઈ સંબંધ નથી
જવાનોના દળને ડિપ્લોયમેન્ટ માટે બૂલેટપ્રૂફ વાહનો નહીં પૂરા પાડવામાં આવ્યાનો કથિત જવાનની ફરિયાદનો પહલગામનો આતંકી હુમલાની ઘટના સંબંધિત વીડિયો સામે આવ્યો હતો. અમે તેની તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે, દાવો ખોટો છે. વર્ષ 2020માં વાઇરલ થયેલા કથિતરૂપે CRPF જવાનના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરાયો છે. પહલગામ સાથે તેનો કોઈ સંબંધ નથી. વધુ અહેવાલ અહીં વાંચો.

દેશભરમાં 1લી મેથી ફાસ્ટ ટેગ સિસ્ટમ બંધ થઈ જવાનો વાઇરલ દાવો ખોટો
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે, 1લી મેથી ફાસ્ટ ટેગ બંધ થઈ જશે. નવી સિસ્ટમ આવશે આથી બેલેન્સ રિફંડ કરાવી લો. પરંતુ અમારી તપાસમાં બહાર આવ્યું કે દાવો ખોટો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

ગુજરાત હેલ્મેટ મુક્ત રાજ્ય બન્યા હોવાના વાઇરલ દાવાનું શું છે સત્ય?
ગુજરાત હેલ્મેટ મુક્ત બન્યું. શહેરમાં હેલ્મેટ ફરજિયાત નહીં હોવાનો દાવો વાઇરલ થયો હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું કે, દાવો ખોટો અને ગેરમાર્દે દોરનારો છે. ગુજરાતમાં કોર્ટે હેલ્મેટ મરજિયાત કરેલ નથી. વધુ અહેવાલ અહીં વાંચો.

બજરંગ દળના કાર્યકરો પશ્ચિમ બંગાળ તરફ જતા હોવાના વીડિયોનું શું છે સત્ય?
રાજસ્થાન બંજરંગ દળ પશ્ચિમ બંગાળ પહોંચ્યાનો વાઇરલ વીડિયો સામે આવ્યો હતો. પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે, દાવો ખોટો છે. કર્ણાટકાથી ધાર્મિકયાત્રા કરી પરત ફરી રહેલા બાઇકયાત્રાળુઓનો મહારાષ્ટ્રના સાંગલીનો વીડિયો ખરેખર ખોટા દાવા સાથે શેર કરાયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.