Fact Check
Fact Check – શું ગુજરાતના મોરબીમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઇલ્સો બનાવાઈ રહી છે?
Claim
'પાકિસ્તાન મુર્દાબાદ' લખેલી ટાઇલ્સો બનાવી ગુજરાતના વેપારીનો પાકિસ્તામ અનોખા વિરોધનો વીડિયો.
Fact
દાવો અર્ધસત્ય છે. તેને ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે. ખરેખર વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ આ રીતે વિરોધ કરાયો હતો તેનો વીડિયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવના સમયે સોશિયલ મીડિયામાં હાલ ઘણા વીડિયો વાઇરલ થઈ રહ્યાં છે. ઘણા વીડિયો ડિસઇન્ફર્મેશન અને મિસઇન્ફર્મેશનને ફેલાવી રહ્યાં છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના વેપારી પાકિસ્તાનનો વિરોધ કરવા પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સો બનાવી રહ્યાં છે.
વીડિયો ક્લિપમાં પાકિસ્તાનનો ધ્વજ અને મુર્દાબાદ લખેલી ટાઇલ્સો એક ફેક્ટરીમાં બની રહી હોવાના દૃશ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું છે કે, આ વીડિયોનો દાવો ખરેખર ખોટો છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સોપ્રથમ અમે ગૂગલ સર્ચ કીવર્ડની મદદ લીધી. જેમાં અમે મોરબી પાકિસ્તાન મુર્દાબાદ ટાઇલ્સ સહિતના કીવર્ડ તપાસ્યા.
અમને 21 ફેબ્રુઆરી-2019ના રોજ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો. તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “2019માં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનો વિરોધ દર્શાવવા માટે મોરબીના ટાઇલ્સ ઉત્પાદકોએ પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સો બનાવી હતી.”
વધુ તપાસ કરતા અમને 20 ફેબ્રુઆરી-2019ના રોજ News18 ગુજરાતી પણ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ એ જ માહિતી આપવામાં આવી હતી કે, 2019માં પુલવામા હુમલાના વિરોધમાં ગુજરાતના મોરબીમાં વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદની ટાઇલ્સો બનાવી હતી. આ રીતે તેમણે વિરોધ દર્શાવ્યો હતો.
વળી, આ મામલે અમને ગુજરાત સમાચાર દ્વારા 19 ફેબ્રુઆરી-2019ના રોજ પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો. આ અહેવાલમાં પણ મોરબી વેપારીઓએ પુલવામા હુમલાના વિરોધમાં મુર્દાબાદની ટાઇલ્સો બનાવ્યાના સમાચારની નોંધ લેવાઈ હતી.
ઉપરોક્ત બાબતો દર્શાવે છે કે, વીડિયો ખરેખર 6 વર્ષ જૂનો છે. તે પાકિસ્તાનનો વિરોધ દર્શાવવા માટે પાકિસ્તાન મુર્દાબાદનો છે, પરંતુ તેને તાજેતરમાં થઈ રહેલા ભારત-પાકિસ્તાન તણાવ સાથે લેવાદેવા નથી.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, “પાકિસ્તાન મુર્દાબાદ” લખેલી ટાઇલ્સનો વીડિયો છ વર્ષ જૂનો છે. પરંતુ તેને હાલના ભારત-પાકિસ્તાન તણાવના સાથે જોડીને શેર કરવામાં આવ્યો છે. આથી દાવો ખોટો છે. તેને ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે.
Sources
News Report by TV9 Gujarati, dated 21 Feb, 2019
News Report by News18 Gujarati, dated 20 Feb, 2019
News Report by Gujarat Samachar, dated, 19 Feb, 2019