Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતમાં સૂતેલા માણસ પાસે સિંહ આવી ચડ્યાનો વીડિયો.
દાવો ખોટો છે. વીડિયો ખરેખર AI જનરેટેડ છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સૂતેલા માણસ પાસે અચાનક રાત્રે સિંહ આવી ગયો હતો.
વીડિયોના દૃશ્યોમાં એક સિંહ રાત્રે દુકાનની બહાર સૂઈ રહેલા વ્યક્તિ પાસે આવીને ત્યાં ફરતો દેખાય છે. વીડિયો ક્લિપમાં સિંહ આવે છે અને પછી સૂઈ રહેલા માણસ પાસે જાય છે. જોકે, વ્યક્તિ સૂઈ રહ્યો હોવાથી તેને ખબર નથી કે સિંહ આવેલ છે તેવું તેમાં દર્શાવેલ છે.
અત્રે નોંધવું કે, ગુજરાતમાં ગીર, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં સિંહો રસ્તા પર આવી જતા હોવાના ઘણા વીડિયો વાઇરલ થતા હોય છે. જેમાં તેઓ ઘણીવાર માનવવસ્તીમાં પણ ઘુસી આવે છે અને મનુષ્યો સામે તેમનો આમનોસામનો થાય છે. તો ક્યારેક તેઓ નાના બાળકો, પશુઓ અને ઘણી વાર રાત્રે સૂતા લોકોને પણ ખેંચી જતા હોવાની ઘટનાઓ ઘટી ચૂકી છે.
દરમિયાન ફરી વખત એક આ પ્રકારનો જ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં પણ વ્યક્તિ સૂઈ રહી છે અને અચાનક રાત્રે સિંહ આવી જાય છે. સ્થાનિક મીડિયા દ્વારા પણ તેને આ જ દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયો સાચો નથી. તે ખરેખર AI દ્વારા જનરેટ કરાયેલ છે.
વીડિયોની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ કીવર્ડની મદદથી સર્ચ ચલાવી તપાસ કરી કે શું ગુજરાતમાં કે ભારતમાં આ આ રીતે સૂતેલા માણસ પાસે સિંહ આવી ગયાની ઘટના વિશે અહેવાલો નોંધાયા છે કે કેમ?
જોકે, અમને આ વિશે કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો પ્રાપ્ત નથી થયા. જેથી વીડિયો વિશે વધુ શંકા જણાતા તેની ધ્યાનપૂર્વક ચકાસણી કરવામાં આવી.
વીડિયો વાઇરલ થયો છે, તેના બે ઍંગલથી વર્ઝન વાઇરલ થયા છે. અને તેમાં દુકાનમાં જે બોર્ડ છે તેના લખાણમાં પણ ખામી દેખાય છે. જે એઆઈ દ્વારા છેડખાની થયા તરફ સંકેત આપે છે.
આથી અમે, wasitai ડિટેક્શન ટૂલની મદદ લીધી. અમે વીડિયોના કીફ્રેમ્સને સ્કૅન કર્યાં. જેમાં અમને જાણવા મળ્યું કે તે ખરેખર એઆઈ દ્વારા જનરેટ કરાયેલ હોવાની સંપૂર્ણ શક્યતા છે. ટૂલના પરિણામો જણાવે છે કે તે AI થકી તૈયાર થયેલ છે.

ઉપરાંત અમે, undetectable ai ટૂલ પર પણ તેને ચકાસ્યા અને તેમાં અમને પરિણામ મળ્યું કે, કીફ્રેમ્સ ખરેખર AI દ્વારા જનરેટ કરાયાની પૂરેપૂરી શક્યતા છે.

વધુમાં, અમે decopy ai ટૂલ થકી પણ કીફ્રેમ્સને સ્કૅન કર્યાં. અહીં પણ અમને પરિણામ મળ્યા કે તે ખરેખર 90થી વધુ શક્યતા સાથે AI જનરેટેડ છે.


ઉપરોક્ત તમામ AI ઇમેજ ડિટેક્શન ટુલમાં અમને વીડિયોના કીફ્રેમ્સ AI દ્વારા જનરેટ થયાની પૂરેપૂરી શક્યતા હોવાના પરિણામો મળ્યા છે. આથી વીડિયો ખરેખર AI દ્વારા તૈયાર થયેલ હોવાનું જાણવા મળે છે.
Read Also: Fact Check – ભગવાન રામનું ધનુષ સમુદ્રમાંથી મળી આવ્યાના દાવા સાથે વાયરલ વીડિયો AI જનરેટેડ
અમારી તપાસમાં AI ડિટેક્શન ટૂલના સ્કૅન દર્શાવે છે કે, વીડિયોના કીફ્રેમ્સ એઆઈ દ્વારા જનરેટ કરાયેલ હોવાથી વીડિયો ખરેખર એઆઈ દ્વારા જનરેટેડ છે. તે સાચી ઘટના નથી. આથી વાઇરલ દાવો ખોટો ઠરે છે.
wasitai image detection tool
undetectable ai image detection tool
decopy ai image detection tool
Dipalkumar Shah
June 11, 2025
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
May 21, 2025